કુમાર ગંધર્વ મૌનને સૂરમાં પરોવી ગાતાં

15:26


 





                                                                                                                        





એપ્રિલ ૨૪ના મહિનામાં એક દિવસ વડોદરાથી નીતા જોશીનો ફોન આવે છે. તમને કુમાર ગંધર્વ પર લખાયેલા બે મોટા પુસ્તકોનો રિવ્યુ કરવો ગમશે? સિતાંશુભાઈએ તમારું નામ સૂચવ્યું છે. ફાર્બસ ત્રૈમાસિક માટે કરવાનું છેપુસ્તકો મોટા છેહું કંઈ જવાબ આપી શકી. મારું મૌન સાંભળી એમણે ઉમેર્યું. તમને હું તેની પ્રસ્તાવના અને અનુક્રમણિકા મોકલુંપછી નક્કી કરજોહું કશું બોલી નહોતી શકતી એની પાછળનું કારણ આગળ જણાવીશ, મેં તેમને તરત કહ્યું કુમાર ગંધર્વ પર છે તો મને ગમશે . લગભગ તો મારી હા છે. અનુક્રમણિકા મોકલો પણ પુસ્તકો પણ મોકલી આપો. મારું મન માનતું નહોતું કે કુમાર ગંધર્વ કેમ વારંવાર મારી સામે આવ્યા કરે છે. સ્વરમુદ્રાના પુસ્તકોનો રિવ્યુ કરવો મારા બસની વાત છે કે નહીં વિચાર તો મને પહેલાં આવ્યો પણ કુમારજીને મળવાનો, જાણવાનો અવસર છોડવાની ભૂલ નહોતી કરવા માગતી.  



જીવનમાં ક્યારેક એવું બને કે કોઈ વ્યક્તિને અનાયાસે મળીએ અને બસ મૈત્રીનો સંબંધ બંધાઈ જાય. ક્યારેય વિચાર્યું નહોતું કે જે વ્યક્તિને ક્યારેય મળ્યા નથી અને રૂબરૂ જોયા પણ નથી એકેવાર છતાં એની સાથે આત્મીય સંબંધનો નાતો બંધાય. આવું મારી સાથે બન્યું પહેલાં કોઈએ મને કહ્યું હોત કે આવું શક્ય છે તો કદાચ મેં માન્યું નહોત. લગભગ વરસેક પહેલાં  એટલે કે ઓગષ્ટ ૨૦૨૩માં એક રવિવારે પહેલીવાર યુટ્યુબ પર સર્ફ કરતાં ફિલ્મસ ડિવિઝનની એક ડોક્યુમેન્ટરી ફિલ્મહંસ અકેલાનજરે ચઢી. જોવાની શરૂઆત કરી તો બસ બીજું કોઈ કામ થાય નહીં. ફિલ્મ જોતાં વારંવાર આંખ ભરાઈ આવે. કુમાર ગંધર્વને પહેલીવાર જોયા, જાણ્યા. પહેલાં કુમાસ ગંધર્વનું ફક્ત નામ સાંભળ્યું હતું. ક્યારેક અછડતું ગીત સાંભળ્યું હતું પણ પરિચય નોંધાયો નહતો મનમાં. શાસ્ત્રીય સંગીતમાં રસ કાનસેન બનવા જેટલો યુવાન વયથી કેળવાયો. પહેલીવાર ગંગુબાઈ હંગલને રૂબરૂ સાંભળવાથી શરૂઆત થઈ હતી. તેમને મુંબઈના ભારતીય વિદ્યા ભવનના ગીતા મંદિર હોલમાં માઈક વિના ગાતાં  સાંભળ્યાં હતાં. ત્યારબાદ લગભગ સમકાલીન દરેક શાસ્ત્રીય ગાયકોને રૂબરૂ સાંભળવાનો મોકો મળ્યો હતો. પણ કુમારજીને કેમ સાંભળ્યા? અફસોસ સતત ડોક્યુફિલ્મ જોતા થતો રહ્યો. એક વિરહનો અનુભવ સતત અનુભવાતો રહ્યો. એમના ગાયનો યુટ્યુબ પર સાંભળતાં આંખ ભીની થાય તો નવાઈ. એમાંય હીરના અને શૂન્ય ગઢ, શહરસાંભળતાં જે અનુભૂતિ થાય તે શબ્દોમાં મૂકવી અશક્ય છે. આવું શું કામ થાય છે? તે સમજાય નહીં. મારી મૈત્રિણી પિન્કી રામાવતની પોસ્ટિંગ ઈન્દોર થઈ હતી. તેને મળવા હું ઓગષ્ટ ૨૩માં ઈન્દોર ગઈ. તેણે પહેલાં દિવસે ઉજ્જૈન, મહેશ્વર ફેરવી. પછી બીજા દિવસે મને કહે ચલો દેવાસ જઈએ. ત્યાં તુલજા ભવાની અને ચામુંડા દેવીનું મંદિર છે અને હું ક્યારેય ગઈ નથી. દેવાસ નામ ક્યાંક સાંભળ્યું હોવાનું યાદ આવ્યું. ઈન્દોરથી ત્રીસ કિલોમીટરે દેવાસ. દેવાસમાં પ્રવેશતાં લાગ્યું કે અહીંના વાતાવરણમાં દૈવી તત્ત્વ છેમાતાના મંદિરની તળેટીમાં પહોંચ્યા અને યાદ આવ્યું કે અરે આતો કુમાર ગંધર્વનું શહેર. દાદર ચઢીને જવાને બદલે અમે રોપ વેમાં ઉપર ગયા. ત્યાં જતાં જતાં પ્રકૃતિ અને વાતાવરણમાં અદભૂત શાંતિ અને આહલાદકતા અનુભવાઈ. ગુગલ કરી કુમાર ગંધર્વના ઘરનું સરનામું શોધ્યું. મેપ કરતાં જણાયું કે તળેટીમાં એમનું ઘર છે. મિત્રને કહ્યું કે મારે ઘર શોધીને જવું છે. તેણે કહ્યું સારું ચાલો. અમે ત્યાં પહોંચ્યા. ભાનુકુલ …  ટેકરી પર મંદિરે પહોંચવાના પગથિયાની શરૂઆત થાય તે પહેલાં જમણી બાજુનું ઘર. શાંત મોટું કમ્પાઉન્ડ વચ્ચે બંગલો દેખાય. ગેટની નજીક ગઈ તો કૂતરાં ભસ્યા સાંભળીને કોઈ છોકરી આવી. મેં તેને કહ્યું કે મારે કુમારજીના ઘરના, રૂમને પ્રણામ કરવા છે. તો કહે કે હમણાં ઘરમાં કોઈ નથી એટલે તમને અંદર લઈ શકું. બહારથી તેમને પ્રણામ કર્યાં. વાતાવરણ અદભૂત હતું. વિરહને હૃદયમાં ભરીને પાછી ફરી. બહારથી સ્થળનો ફોટો લીધો. મિત્ર સમજી શકી કે મને શું થઈ રહ્યું હતું. ખેર, ત્યારબાદ ફરી પુસ્તક દ્વારા કુમાર ગંધર્વની ઓળખ થઈ એટલું કહેવું કાફી નથી. ઘનિષ્ઠ ઓળખ થઈ એવું કહી શકાય. છેલ્લા ત્રણ મહિના કુમાર ગંધર્વમય વીત્યા. મોટાભાગે રાત્રે વાંચતી. નિરવ શાંતિમાં કુમારના શબ્દો મૌન રૂપે વંચાતા રહેતાં અને મનમાં સતત શૂન્ય ગઢ શહર, બસ્તીનું અનુરણન પણ થતું રહેતું


કોઈ શાસ્ત્રીય ગાયક ઉપર બે ભાગમાં (લગભગ કુલ ૧૨૦૦ પાના) ગ્રંથનું સંપાદન થયું હોય તેવું ધ્યાનમાં નથી. ૨૦૨૩નું વરસ કુમાર ગંધર્વની જન્મશતાબ્દિનું વરસ હતું. નિમિત્તે રઝા ફાઉન્ડેશન  દ્વારા વિશેષાંક કરવાનું નક્કી કર્યું,  ‘સ્વરમુદ્ગા - શાસ્ત્રીય સંગીત ઔર નૃત્ય કી વૈચારિકીએ.’  કુમાર ગંધર્વના બે ભાગના  વિશેષાંકની પ્રસ્તાવનામાં કવિ સંપાદક અશોક વાજપેયી લખે છે,  “કુમારજી પર અનેક ભાષામાં અને અનેક ભિન્ન કલાકારોએ લખ્યું છે. એમાં ચિત્રકાર,કવિ-લેખકો, નૃત્યકાર, વાસ્તુકાર, રંગકર્મી વગેરે અનેક રસિકજનોએ તેમના વિશે વિવિધ ભાષામાં કોઈને કોઈ રીતે  લખાતું રહ્યું છે. કોઈ ગાયક વિશે આટલું બધું લખાયું હોય એવું એવું મારી જાણમાં નથી. એમાંથી કેટલાક નીવડેલા લેખોને હિન્દીમાં અનુવાદ કરી સંપાદન કરવાનું વિચાર્યું ત્યારે ખ્યાલ નહોતો કે સામગ્રી ૧૧૦૦ પાનાં જેટલી થશે. છેવટે તેને બે ભાગમાં પ્રગટ કરવાનું નક્કી કર્યું. દરેકે પોતાને અભિપ્રેત હોય રીતે કુમારજીના સંગીતને અને સ્વભાવને પોતાની સંવેદના અને સમજથી આલેખ્યા છે. મોટાભાગે દરેક ભાવને પકડવાનો પ્રયત્ન કર્યો છે પણ લાગી શકે કે હજુ ઘણું બાકી રહ્યું છે.”

સ્વરમુદ્રાના પહેલાં ભાગમાં  આગળના ૮૦ પાનાંમાં કુમાર ગંધર્વના પોતે લખેલા  આઠ લેખો સમાવાયા છેબાકીના ૫૦૦ પાનાંમાં જાણીતા સંગીતજ્ઞો, કવિ, પત્રકાર અને મિત્રોના લેખ છે. બીજા ભાગમાં જાણીતા કવિઓની કુમાર ગંધર્વ પર લખેલી કવિતાઓને હિન્દીમાં અનુવાદ કરીને મૂકી છે. સિવાય જાણીતા કલાકારોલેખકો અને મિત્રોના લેખ છે. કુમાર ગંધર્વએ શિષ્ય પંઢરીનાથ કોલ્હાપુરે પર લખેલા ત્રણ પત્રો છે. બીજો ભાગ પણ ૫૭૫ પાનાંનો દળદાર છે. બન્ને ખંડના અંતે લેખકોનો અને અનુવાદકનો વિગતે પરિચય પણ વિગતે આપ્યો છે. બધા લેખોમાંથી મોટાભાગના લેખમાં કુમાર ગંધર્વના જીવનની વિગતોનું પુનરાર્વતન જોવા મળે છે. સંપાદક પીયુષ દઈયા અને પ્રધાન સંપાદક અશોક વાજપેયીએ ભગીરથ કામ કર્યું છે, પણ પુનરાર્વતનનું એડિટિંગ થઈ શક્યું હોત તો બન્ને પુસ્તકોની પાનાં સંખ્યા તો ઘટી હોત પણ વાચક માટે અવરોધક બન્યું  હોત

કોઈપણને સવાલ થાય કે એવું તો શું હતું કુમાર ગંધર્વમાં કે આટલા બધા લોકોએ તેમના વિશે લખ્યું છે. સવાલનો જવાબ મેળવવા માટે પહેલાં તો તેમને સાંભળવા પડે અને પછી પુસ્તકો વાંચવા પડે. કુમાર ગંધર્વની કલાએ સૌને જાણે હિપ્નોટાઈઝ કર્યા હતા. તેમનો વિરોધ અને ટીકાઓ પણ થઈ છે, પુસ્તક વાંચતા સમજાયું કે તેમની ટીકા કરનારા પણ ક્યારેક કુમારની ગાયકીને ચાહ્યા વિના રહી શક્યાકુમાર ગંધર્વ વિશે પુસ્તકમાંથી જે જાણવા મળ્યું તે એટલું અદભૂત હતું કે કેટલીકવાર કોઈ વિગત વાંચ્યા પછી અટકી જઈ તેમનું ગીત સાંભળવું પડે. દરેક વ્યક્તિ પાસે કુમારજીની કોઈ આગવી વાત હોય કે પછી એમની કલા વિશે જે ભાષામાં વર્ણન થયું હોય વાંચીને થાય કે ચોક્કસ ગાયનની અસર છે જે શબ્દોને સ્વરમાં પલટે છે. શબ્દોમાંથી એવી સુરાવલી પ્રગટે કે ગાયકના સંસ્મરણને સૂરોની પાંખ લાગી જાય. લગભગ દરેક લેખ સૂર અને શબ્દમાં ઝબોળાઈને સ્વરમુદ્રા નામનો રાગ રચે છે એવું કહી શકાયઅગિયારસોથી વધુ પાનાંમાંથી પસાર થયા બાદ દરેક વિશે લખવું અશક્ય છે પણ કેટલાક ઉલ્લેખ અહીં જરૂર કરીશ બે ગ્રંથો દ્વારા કુમાર ગંધર્વ મને જાણે રૂબરૂ મળ્યા હોય તેવું અનુભવાયું. સૌ પ્રથમ કુમાર ગંધર્વની જીવની ટૂંકમાં, ત્યારબાદ કુમારજીના સૂર,શબ્દો અને મૌનના ગીતોની વાત જાણીશું.   


કુમાર ગંધર્વનું ખરું નામ શિવપુત્ર સિધ્ધરામૈયા કોમકલી છે. એપ્રિલ ૧૯૨૪ના  કર્ણાટકના સુલેભાવી ગામમાં લિંગાયત પરિવારમાં જન્મયા. અને ૧૨ જાન્યુઆરી ૧૯૯૨ના દિવસે દેવાસમાં તેમનું અવસાનએમના પિતા સિધ્ધરામૈયા અને મોટાભાઈ શાસ્ત્રીય ગાયનમાં માહેર હતા. કર્ણાટકમાં તેઓ પ્રસિદ્ધ હતા. કુમાર પાંચ વરસના થયા ત્યારે સવાઈ ગંધર્વના કાર્યક્રમમાંથી ઘરે આવીને વસંત રાગને આલાપ તાન સાથે ગાઈ બતાવ્યો. કુમારના પિતાતો બાળકની પ્રતિભા જોઈને નવાઈ પામ્યા. તેમણે દીકરાની પ્રતિભાને વધુ ઉજાગર કરવા માટે ગ્રામોફોન પર પ્રસિદ્ધ ગાયકોને સંભળાવ્યા. દરેકને સાંભળ્યા બાદ કુમાર ગીતોને રીતે તાનપલટા સાથે ગાઈ શકતો. વરસની ઉંમરે શિવપુત્ર કોમકલીને લિંગાયત સમુદાયના આધ્યાત્મિક પ્રમુખે કુમારની ગંધર્વની ઉપાધિ આપી. બસ ત્યારથી તેઓ શિવપુત્રને બદલે કુમાર ગંધર્વના નામથી ઓળખાવા લાગ્યા. એમણે અબ્દુલ કરીમ ખાં, ફૈયાઝ ખાં, ઓમકારનાથ ઠાકુર, કેસરબાઈ કેળકર, સવાઈ ગંધર્વ અને મલ્લિકાર્જુન મન્સુરની ગાયન શૈલીઓની નકલ પ્રસ્તુત કરતા સહજતાથી એમના ગાયનની સૂક્ષ્મ કલાકારી અને વિશિષ્ટતાઓને પણ આબેહુબ  પ્રગટ કરી શકતા. કુમાર દસ વરસના હતા ત્યારે જે સહજતાથી રાગ ગાઈ શકતા જોઈને તેમને કોઈએ એકવાર પૂછ્યું હતું કે તુમ તાલમેં કૈસે ગા લેતે હો? એમનો જવાબ હતો બાબુજી મને સમ અને ખાલી દેખાય છે

 

 નવ વરસની ઉંમરે બેલગામમાં પહેલીવાર કુમારે શ્રોતાઓ સમક્ષ કાર્યક્રમમાં ગાયું. ત્યારબાદ એમના પિતા કુમારને મુંબઈમાં પ્રોફેસર બી.આર. દેવધર પાસે લઈ આવ્યા. કુમારની પ્રતિભા જોઈ એમણે કુમારને પોતાની નિશ્રામાં રાખ્યો. ૧૯૩૬માં બાર વરસના કુમારે મુંબઈમાં યોજાયેલી સંગીત પરિષદમાં ગાયું. એમના ગાયનને રસિકોએ ખૂબ વધાવ્યું. ત્યારના દરેક પ્રસિદ્ધ અખબારોમાં કુમારના ગાયનની નોંધ લેવાઈ હતી. દેવધર ગુરુએ જાણી લીધું કે બાળકને સંગીતના સૂર પર કાબૂ છે અને દરેક ઘરાનાની ખૂબીઓને પકડી શકે છેતેમણે કુમારને તે સમયના દરેક ઉસ્તાદ ગાયકોનું ગાયન રૂબરૂ સંભળાવ્યા. સાથે ભીંડી બજાર ઘરાનાના પ્રસિદ્ધ ગાયિકા અંજની માલપેકરને સોંપ્યા જેથી તેમની સ્વર પરની પકડ અને ઘરાનાની વિશિષ્ટતાઓ વધુ સુદૃઢ બને. ૧૧ વરસ દેવધર વિદ્યાલયમાં શીખ્યા બાદ સંસ્થામાં શિક્ષક બન્યા. દરમિયાન સંગીત શીખવા આવતાં ભાનુમતિ કંસ સાથે પ્રેમ થયો અને વિવાહ પણ કર્યો. લગ્નના થોડા સમય બાદ તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. ડોકટરોની સલાહ અનુસાર તેમણે મુંબઈ છોડ્યુંમધ્ય પ્રદેશમાં ઈન્દોરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા  દેવાસ નામના ગામમાં રહેવા ગયા. શરૂઆતમાં ભાડે રહ્યા ત્યારબાદ ચંડિકા માતાની ટેકરી નીચે એક જમીન લઈ ભાનુકૂલ નામે ઘર બાંધ્યું . તેમના પહેલાં પત્ની ભાનુમતિજીએ તેમની ખૂબ સેવા કરી. સાથે શિક્ષિકા તરીકે પણ દેવાસમાં કામ કર્યુંતેમના બીજા દીકરાના જન્મ સમયે ભાનુમતિનું અવસાન થયું. બાળકોને ઉછેરવાની જવાબદારી, ઘર સંભાળવું  અને તેમની પોતાની સંગીત સાધના ખરી. એટલે  તેમનાં શિષ્યા વસુંધરા સાથે તેમણે બીજા લગ્ન કર્યાં

ટીબી થયો હતો ત્યારે  કુમારજી વરસ સુધી પથારીમાં રહ્યા. ગાવાનું તો દૂર તેમને તાનપુરાને અડવાની પણ મનાઈ હતી. પથારીમાં પડ્યા પડ્યા ગીતો, લોકગીતો તેમના કાનમાં પડતા રહ્યા. લોકધુનો સાંભળતા એમણે લગભગ ૩૦૦ ગીત જમા કર્યા. એની સ્વરલિપિ બનાવી. ૧૯૬૫માં અનુપરાગ વિલાસ રૂપે પુસ્તક પ્રગટ કર્યું. એમાં એમણે રચેલા લોક આધારિત રાગોની વિવિધતા હતી. ૧૩૬ બંદિશોમાંથી ૧૦૭ બંદિશ ૫૭ જૂના રાગોમાં અને ૧૭ ખુદ કુમાર દ્વારા રચિત ૧૧ રાગોમાં  નિબંદ્ધ છે. ઉપરાંત તેમણે બે અથવા બેથી વધુ જૂના અને પારંપારિક રાગોના મેળથી રચાયેલા ૧૨ રાગોમાંથી દરેકમાં એક બંદિશની રચના કરી. ક્રમમાં એમણે ૧૯૬૬માં ઋતુઓના ચક્રપર આધારિત ક્મશ: ગીત વર્ષા, ગીત હેમંત અને ગીત વસંત પ્રસ્તુત કર્યા. ૧૯૬૭માં  કબીર, સૂરદાસ, મીરાંના પસંદગીના ભજનોનો કાર્યક્રમ ત્રિવેણી રૂપે કર્યો. ૧૯૬૮માં બાલ ગંધર્વના નાટ્ય સંગીતના ગીતો પોતાના ભાવાવેગ સાથે પ્રસ્તુત કર્યો. ૧૯૬૯માં ઠુમરી, ટપ્પા અને તરાના  પોતાના સંસ્કરણમાં રેખાંકિત કર્યાં. ૧૯૭૦માં ગાંધી મલ્હારની રચના કરી. નિર્ગુણી ભજનમાં તો તેમણે એવો સૂર પૂર્યો કે સાંભળનારના હૃદયને સ્પર્શે છે


સ્વરમુદ્રા અંક -૧માં  કુમારજીના મિત્ર અને સંપાદક, કવિ અશોક વાજપેયીનો લેખ છે. એમાં તેઓ લખે છે કેસામાન્ય રીતે કોઈ કલાકારની સફળતાઓમાં આપણને રસ નથી હોતો. કુમાર ગંધર્વ હંમેશા સફળ રહ્યા છે એવું નથી.પરંતુ, એમની અસફળતા પણ આપણું ધ્યાન ખેંચે છે. કારણ કે તે નિર્ભિક અને દુર્ગમ રચનાત્મકતા દ્વારા ઉઠાવવામાં આવેલ જોખમની અનિવાર્ય અસફળતા છે. પેલા ગ્રીક પુરાણના પક્ષી આઈરેક્સ જેવી, જેણે સૂર્યને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો એટલે એની પાંખો બળી ગઈ હતી. કુમાર ગંધર્વ પોતાને સૌથી નશ્વર કલાના સાધક માનતા. તેઓ કહેતા કેહું તો ગાતા-ગાતા રોજ મરું છું’ ” કુમાર ગંધર્વે સંગીત જીવનનો મોટોભાગ ફક્ત એક ફેંફસાથી ગાઈને વિતાવ્યો. આગળ અશોકજી લખે છે કે, “કુમાર ગંધર્વ કહેતા કે અવાજમાં શૂન્ય પેદા કરવો  જોઈએ. રાગ કપડાં નથી પહેરતા બધા નાગા છે કહેવાનો અધિકાર રાગનો છે અક્ષરનો નહીં કલાનું પેટ બહુ મોટું છે. જે સ્થિર નથી એના ઉપર સંગીત જીવન આધાર છે.” 

કુમારજીએ જીવલેણ ટીબી સાથે બાથ ભીડી હતી. એક ફેફસું ગુમાવ્યા છતાં નિરાશામાં સરી પડવાને બદલે તેમણે  સૂરને મૌનમાં  સાધ્યો. એટલે સુપ્રસિદ્ધ ગાયિકા શુભા મુદગલ આલેખે છે, “લાગે છે કે અવાજનું અધ્યયન કરવાની પ્રક્રિયામાં કુમારજીએ મૌન અને શાંતિનું અધ્યયન કર્યું હશે. તેઓ રિક્તની ભીતર મૌન અને અવાજ બન્નેને અસમપ્રમાણે  ભરી દેતા હતા. કારણ કે સપ્રમાણતા  નિયમિતતા અને અનુકૂળતા ઉત્પન્ન કરી શકે છે.”

આલોચક, અનુવાદક, સંપાદક મદન સોની કહે છે કે, “ જે સમયે હિન્દુસ્તાની સંગીતના કલાકારો રાગદારી અને ઘરાનાઓની પરંપરામાં બંધાયેલા હતા સમયે કુમાર ગંધર્વે પરંપરાઓને અતિક્રમી પોતાની ગાયકી માટે સ્વતંત્ર નવી જગ્યા ઊભી કરી.” (  કુમાર ગંધર્વ તે સમયના દિગ્ગજ હિન્દુસ્તાની ગાયકો  મલ્લિકાર્જુન મન્સુર, નિખિલ બેનર્જી, જિયા મોહિઉદ્દીન ડાગર, ભીમસેન જોશી, અમીર ખાં, ગંગુબાઈ હંગલ, કિશોરી અમોનકરના સમકાલીન રહ્યા છે.)

 

નવી કેડી કંડારવા માટે સખત મહેનત અને દૃષ્ટિની આવશ્યકતા હોય છે. કુમારમાં બન્ને હતાં. પંડિત વિનાયકરાવ પટવર્ધનના શિષ્ય વિ.રા. આઠવળે તેમના લેખમાં લખે છે કે, “કલાકાર માટે અત્યંત આવશ્યક અને મહત્ત્વપૂર્ણ ગુણ છે  આત્મવિશ્વાસ, કુમાર ગંધર્વમાં પ્રચંડ આત્મવિશ્વાસ જોવા મળે છે. બીજો ગુણ દરેક વિવિધ વસ્તુઓમાં સૌંદર્ય જોવાની પ્રવૃત્તિ, ત્રીજો ગુણ શિસ્ત સમય પાલન, પ્રયોગશીલ, સંયમી નિયમબદ્ધતા કુમારમાં સહજ હતા.” 

અશોકા વિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યમાં અધ્યયન  અને શાસ્ત્રીય ગાયન વિષયક સંશોધન અને પુસ્તક લખનાર પ્રિયવ્રત લખે છેકુમાર ગંધર્વના ભજન સંગીતકારના ઉચ્ચાર છે, જે વર્ષના નિરંતર મૌન દરમિયાન સંગીતકાર બની રહ્યા. ( વર્ષના ટીબીકાળની વાત છે મૌન કુમાર ગંધર્વને સંગીતના ઉપાસકમાં બદલે છે. સ્વરનો આંતરિક અર્થ અને રાગમાં એનું સ્થાન બહુ ધીરે ધીરે અને સૂક્ષ્મ રૂપે કુમાર સામે પ્રગટ થયા. કશું સ્પષ્ટ રીતે કહ્યા વિના અંજનીબાઈએ(માલપેકર) કુમારને અહેસાસ કરાવ્યો કે સિદ્ધાંતરૂપે, તત્ત્વત: દરેક સ્વર અક ષડજ છે.”   અંજની માલપેકર સાથેનો એક પ્રસંગની વાત કુમારે વારાણસીના બાંસુરીવાદક અરવિંદ ગજેન્દ્ર ગડકરને કરી હતી. અરવિંદજી જ્યારે મુંબઈમાં એક કાર્યક્રમ માટે આવ્યા હતા સમયે કુમાર સાથે થોડો સમય વીતાવ્યો હતો. ત્યારે કુમારે પોતાના જીવનના કેટલાક પ્રસંગો કહ્યા હતા વિશે અરવિંદજીના શબ્દોમાં…  “ તેઓ એમના ગુરુ અંજની માલપેકરના જન્મદિવસની વધાઈ આપવા ઘરે જઈ રહ્યા હતા. મને પણ સાથે લઈ ગયા. રસ્તામાં એમણે સતત અંજનીજી વિશે વાતો કરી. તેઓ કહે કે, ‘આજકાલના ગાયક સૂરને ખીંટીંએ ટાંગીને ગાય છે. સૂર લયને કારણે ભાવસમાધિનો અનુભવ થાય પથી ખ્યાતિ, પૈસા, સન્માન દરે વાત કચરો લાગે. સાચા સૂર માટે કઠણ સાધનાની જરૂર હોય છે. એકવાર ગુરુજી(અંજની માલપેકર) મને ભૈરવી શીખવાડી રહ્યા હતી. મેં મધ્યમ લગાવ્યો, એમણે ગરદન હલાવી કહ્યું નહીં. મને નવાઈ લાગી. મેં થોડા ખિજવાઈને ફરી મધ્યમ લગાવ્યો એમણે ફરી ગર્દન હલાવી. હું જાણે પૂરો સળગી ઊઠ્યો. પછી પૂરી શક્તિને કંઠમાં લાવી મેં મધ્યમ લગાવ્યો એજ ક્ષણે મને પ્રતીત થયું કે જાણે પ્રકાશના પ્રચંડ લહરો પર સવાર થઈ હું આકાશમાં ઊંચી છલાંગ મારી રહ્યો છું. આખું આકાશ દિવ્ય પ્રકાશથી ખીલી ઊઠ્યું છે. હું પણ પ્રકાશનો એક કણ બની ગચો છું. ચારેબાજુ પ્રકાશ પ્રકાશ, દિવ્ય પ્રકાશ આનંદમય તેજ. હું હોશમાં આવ્યો ત્યાહે ગુરુજી મારી પીઠ થપથપાવી રહ્યાં હતાં. શાબાશ આવો સૂર લાગવો જોઈએ. હવે સમજાયું ને કે સાચો સૂર કોને કહેવાય. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં ગર્દન હલાવી હામી ભરી. એવો સૂર ફરીવાર લાગે માટે દરેક મહેફિલમાં સતત પ્રયત્ન કરું છું. ક્યારેક લાગે તો ક્યારેક નહીં. પરમાત્મા રોજ રોજ કઈ રીતે મળે? રોજ રોજ મળવા માટે દૂધવાળો ભૈયો છે શું?’ કહી  હસતાં હસતાં કુમારે તાળી આપી.” 



ગીત કલાકારની અભિવ્યક્તિનું માધ્યમ છે એટલે એને કઠોર નિયમોમાં બાંધીને અભિવ્યક્તિને રોકવી ઉચીત નથી. એવું કુમાર માનતા હતા એટલે કેટલાક લોકો એમને અનુશાસનહીન પણ માનતા. કુમાર જે કહે છે અમને સમજાતું નથી એવું પણ કહેતા. તેમની દીકરી કલાપિની કોમકલી લખે છે કે, “કુમાર ગંધર્વ કહેતા કે જો મને દસ જુદી જુદી જગ્યાઓ પર સૌંન્દર્ય દેખાતું હોય અને અલગ અલગ ઘરાનાઓની સારી બાબતોથી હું પરિચિત થઈ રહ્યો હોઉં તો પછી એક ઘરાનાના દાયરામાં પોતાની જાતને શું કામ કેદ કરી રાખું., શું કામ જકડાઈને રહું. એટલે એમણે પોતાને ઘરાનાઓની પકડથી મુક્ત રાખવાનું વિચાર્યું. દરેક જુદા ઘરાનાઓની શ્રેષ્ઠ બાબત જે એમને ગમી એને પોતાના ગાયનમાં આત્મસાત કરી. એટલે એમની શૈલી જુદી દેખાય છે. એમના ગાયનમાં વચ્ચે વચ્ચે અલગ અલગ ઘરાનાઓની કેટલીક સુવર્ણ રેખા દેખાય છે.”

કુમાર માનતા હતા કે આપણા દરેક રાગના મૂળ લોકસંગીતમાં છે. એટલે સ્પષ્ટરૂપ અને ચરિત્ર સંપન્ન કોઈપણ લોકધૂન એક રાગનો આકાર લઈ શકે છે. બીજું માનતા કે રાગ બનતા નથી. તે પહેલેથી હતાપોતાના પ્રગટ થવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એને આપણા લોકસંગીતના અગાધ સાગરમાં શોધવા પડશે. ત્રીજું શોધ અને પ્રયોગની દુખદ કમીને કારણે શાસ્ત્રીય સંગીતની ધારાને સૂકાઈ જવાનો ખતરો છે. પરંપરાઓએ રચનાત્મકતાને પ્રેરિત કરવાનું કામ કરવું જોઈએ. તેઓ પ્રગતિની દિશામાં અવરોધ બને તે જોવું રહ્યું

પંડિત પલુસ્કરના શિષ્ય રાઘવ આર. મેનને  પાશ્ચાત્ય અને હિન્દુસ્તાની સંગીત અંગે અખબારોમાં સંગીત વિષયક અનેક લેખ લખ્યા છે. એમણે મ્યુઝિકલ જર્ની ઓફ કુમાર ગંધર્વ નામે પુસ્તક પણ લખ્યું છે  કુમાર ગંધર્વ વિશે લખે છે કે  “અધિકાંશ ઘરાનાની પરંપરામાં ઘરાનાને સ્થાપિત કરનાર પિતૃપુરુષ બાદ દરેક કલાકાર મહાન આત્માનું નબળું અને જર્જરિત સંસ્કરણ લાગે. કુમાર માટે પોતાને સ્થિતિમાં જોવાની કલ્પના કરવી પણ અશક્ય લાગતી. એટલે કુમારે ઘરાનાને નહીં પણ સ્વરને સાધતા રહ્યા.” 

૧૯૬૦ના દશકમાં દિલ્હીમાં અમેરિકન ભાષાવિદોના સમૂહની સમક્ષ એમણે ચોંકાવી નાખે એવી ટિપ્પણી કરી હતી, “જે વ્યક્તિ મૌનની પ્રકૃતિને જાણે બોલી શકે છે કે તો ગાઈ શકે છે. કુમારે સાબિત કર્યું કે બન્ને ક્ષમતાઓ મૌનના સત્ત્વ પર આધારિત છેદરેક સ્વરની નાભિમાં અભેદ્ય મૌનનો એક વિશાળ અવકાશ છુપાયેલો છે જ્ઞાનની હિમાયત કરે છેકુમાર ગંધર્વ સૂરની સાથે મૌનને ગાતા હતા એટલે તેમનું ગાયન સાંભળનારને તે કોઈક જુદી અનુભૂતિના પ્રદેશમાં લઈ જાય છે

પુસ્તક દ્વારા હું ધીમે ધીમે કુમાર ગંધર્વને મળી રહી હતી એટલે જે વાંચ્યું એમાંથી કેટલાક શબ્દો, વાક્યો  કુમારને જાણવા સમજવા માટે ટપકાવતી જતી.  (પુસ્તકમાં મોટાભાગના મિત્રો એમને કુમાર કહીને સંબોધતા. કુમારમાં શબ્દમાં આત્મીયતા અને લાગણી અનુભવાય છે.) પહેલાં તો સવાલ થયો  કે આટલા બધા લોકોને કુમાર સ્પર્શયા હશે? સવાલના જવાબ માટે દરેક લેખ વાંચવા રહ્યા. વાંચતા વાંચતા સમજાયું કે કુમારનું જીવન અને ગાયન અનેક લોકોને  હૃદય સોંસરવું ઉતરી ગયું હતું. હજુ કદાચ કેટલાક લોકો હશે જેઓ શબ્દોમાં તે વર્ણવી નહીં શક્યા હોયબન્ને ગ્રંથોના લેખ વાંચ્યા બાદ લાગ્યું કે કુમાર ગંધર્વએ પ્રવાહની વિરુદ્ધ તરવાની હિંમત દર્શાવી છે. તેઓ પોતાને મહાન નહોતા માનતા પણ મહાનતાને અનુસરવાની ના પાડતા હતાશિષ્યોને પણ કહેતાં કે મારું અનુકરણ કરો. તેઓ કહેતાં કે દરેકે પોતાનો અવાજ અને પોતાનું સ્થાન નક્કી કરવાનું હોય. તેમણે શાસ્ત્રીય સંગીતની પારંપારિક તાલીમ લીધી પણ કોઈ એક ઘરાનાની કંઠી બાંધી. ઘરાના પરંપરાની ખૂબીઓ સમજીને તેની સીમાઓને ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે. જે પહેલાં શાસ્ત્રીય સંગીતમાં કોઈએ નહોતો કર્યોં. કુમારે શાસ્ત્રીય ગાયનમાં એટલું બધું નવું કામ કર્યું છે કે તેમને સમજવા માટે અનેક લોકોના મંતવ્ય જાણવા પડે. જે ગ્રંથોમાંથી શોધીને મેળવવા પડે ગ્રંથમાં કેટલાક લેખ ટાળી શકાયા હોત કે ટૂંકાવી શકાયા હોત. વારંવાર આવતું માહિતીનું પુનરાવર્તનનું એડિટીંગ થયું હોત તો સારું એવું વારંવાર અનુભવાય વિશેષાંક ગ્રંથો કુમાર ગંધર્વને જાણવા માટે અદભૂત સામગ્રી પૂરી પાડે છે એમાં બે મત નથીઆનંદની વાત છે કે એમાં બે માતબર ગુજરાતી સર્જકોના નામ પણ છે. સિતાંશુ યશશ્ચદ્ર અને ગુલામ મહોમ્મદ શેખ. બન્ને પુસ્તકો વાંચ્યાં બાદ સમજાય છે કે કુમાર લાઘવના માણસ હતા. મૌન અને મૃત્યુને પચાવીને તેમના સ્વર ઉડાન  ભરે છે. કુમાર ગંધર્વના પરિસરમાં તેમના પરિવાર, શિષ્યો અને મિત્રોની સાથે સતત બે મહિના રહેવાનો મને અવસર આપ્યો માટે સિતાંશુભાઈની આભાર માનવો રહ્યો.


     

  



 

 


You Might Also Like

0 comments