સ્ત્રી અને સેક્સ 27-3-12

23:23


મુંબઈ, સુરત ,અમદાવાદ કે ન્યુયોર્ક ,ન્યુ જર્સી દરેક જગ્યાએ મહિલાઓ લવસીનની ચર્ચા  કરે છે. મુંબઈ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સિરિયલની ચર્ચા છે તો અમેરિકામાં પુસ્તકની ચર્ચા છે. ભારતમાં એકતા કપુર (આજની નારી) ચર્ચામાં છે વળી તેની સિરિયલ બડે અચ્છે હૈ માં રામ કપૂર અને સાક્ષી તન્વરના બોલ્ડ બેડરુમ સીનને દર્શાવવા માટે. સિરિયલમાં સેક્સને દર્શાવવાથી વળી મિડિયામાં લોકોના નામે હોબાળો થયો પણ સિરિયલની ટીઆરપી વધી ગઇ તે જાણીને ઘણાને નવાઈ લાગી. સેક્સના મામલામાં આપણો સમાજ દંભી છે તો સ્ત્રીઓ પણ સમાજનો જ ભાગ છેને... અમે કેટલીક મહિલાઓને આ રામ કપૂર અને સાક્ષી વચ્ચેનો લવસીન જોયો એવું પૂછ્યું તો કહે  અરે રે ..આવા સીન બતાવાય ? શું છે કે રાત્રે આવતી આ સિરિયલ બધા જ એકસાથે બેસીને જોતા હતા.હા એ અલગ વાત છે કે પતિપત્ની છ મહિનાથી સંબંધમાં ન જોડાયા હોય તો ક્યારે જોડાશે એવી ઇંતેજારી થાય. તો શું તમે એ સીન ન જોયો ?તો  દરેકે આછું મલકાતા હા પાડતા કહ્યું હોય કંઈ બીજે દિવસે બે વાર રિપિટ થયો એટલે જોવો જ પડેને.. નામ ન આપવાની શરતે જ તેઓ એ એપિસોડ વિષે વાત કરવા તૈયાર થઈ.અમને જે વાતો મળીતે  સાંભળીને થયું ગૃહિણીઓને પણ આવા છુપા સાહસની જરુર હોય છે. એકે કહ્યું કે સીન એવો હોટ હતો કે અમારું ઠંડુ પડેલું લગ્નજીવન હોટ થઈ ગયું. તો બીજીએ કહ્યું, રામ કપૂર મારી ફેન્ટસી છે. (જાડિયો, અદોદળો ) આ બે શબ્દો અમારા મોં માથી સરી પડ્યા તે સાંભળીને પેલા 40 વરસના જાડા ગૃહિણી પોતાના શરીર સામે હાથ કરીને કહે અમે પણ એવા અને અમારા વરેય એવા તો પછી કલ્પનામાં રામકપૂર કેમ નહીં... સુષમા જૈને તો એ એપિસોડના પ્રોમો જોયા હતા અને રાતના બાળકો તથા સાસુસસરા વચ્ચે એ એપિસોડ ન જોયો પણ બીજા દિવસે બપોરે બે વાર રિપિટ ટેલિકાસ્ટ જોયું. મોટાભાગની મહિલાઓએ બીજા દિવસનું ટેલિકાસ્ટ જોયું. એટલું જ નહિ સાક્ષીએ પહેરેલું એક હુકનું લો કટ બ્લાઉઝ શિવડાવવાનું કેટલાકે નક્કી કર્યુ તો કેટલાકે સિવડાવી દીધુ. મુંબઈની એક ફેશન ડિઝાઈનર મીતાએ કહ્યું કે સાક્ષીનું હોટ સીનવાળું બ્લાઉઝ સીવવું છે કહીને અનેક મહિલાઓ આવે છે. મુંબઈની એક ગૃહિણી જીજ્ઞાએ કહ્યું કે ભલું થજો એકતાનું અમારા નીરસ જીવનમાં કંઇક રસ રેડ્યો. સાસબહુ કરતાં આ સારું છે.હવે તો પરિચય, દિયા ઓર બાતી હમ જેવી અન્ય સિરિયલમાં પણ પતિપત્નિ વચ્ચે ક્યારે સેક્સુઅલ સંબંધ બંધાય  તેની બધા રાહ જુએ છે. યુ સી પતિપત્નિ વચ્ચે સેક્સતો બંધાય જને. પતિપત્નીના સંબંધ બતાવે છે ત્યાં સુધી ગૃહિણીઓને વાંધો નથી. ઇ તો લીગલ છેને...
અમેરિકામાં આજકાલ બોલ્ડ ઇરોટિક નોવેલને મહિલાઓએ બેસ્ટસેલર બનાવી દીધી. આ પુસ્તકે અમેરિકાન મમ્મીઓને વાંચતી કરી દીધી.પુસ્તકનું નામ તો છે ફિફ્ટી શેડસ ઓફ ગ્રે...પણ મમ્મી પોર્નના નામે તે પ્રસિધ્ધ  થયું ગયું છે.આ પુસ્તકના ઇરોટિક વર્ણનથી અનેક મહિલાઓએ પોતાની નીરસ જીવનમાં રસનો સંચાર થયાનું કબુલ્યું છે. બ્રિટિશ લેખક ઇ.એલ. જેમ્સ ટિવી એક્ઝિક્યુટીવે  આ પુસ્તક  ગયા વરસે ઓસ્ટ્રેલિયન પબ્લિશરે પ્રસિધ્ધ કર્યું પણ તેની ડિમાન્ડ એટલી વધી કે અમેરિકન પબ્લિશરે તેના રાઇટ્સ મેળવવા માટે સાત આંકડામાં બોલી લગાવી. આખરે વિન્ટેજ બુકને તે રાઇટ્સ મળ્યા. ત્રણ ભાગમાં આ પુસ્તક લખાયું છે. તેમાં એક કુંવારી કોલેજિયન છોકરી કઇ રીતે કરોડપતિ યુવકને સેક્સુઅલી સમર્પિત થાય છે તેનું વર્ણન છે. અમેરિકન મહિલાઓ કહે છેકે પોર્ન મુવી જોવું ખરાબ ગણાય પણ  ઇરોટિક પુસ્તક વાંચવામાં વાંધો નહી. તેના 16000 (સોળ હજાર) રિવ્યુ ગુડ રીડ પર લખાયા છે. કેટલાકને આ પુસ્તક જરાય ગમ્યું નથી તો કેટલાકને વારંવાર વાંચવા લાયક લાગ્યું.તો કેટલાકને પ્રેરણાદાયી લાગ્યુ.
સેક્સ અન્ડ સિટી કે ડેસ્પરેટ હાઉસ વાઈફ જેવી સ્ત્રીઓની સેક્સુઆલિટી વિશે બિન્દાસ બોલતી વિદેશી સિરિયલો હવે અંગ્રેજી સમજતા ભારતીયો માટે નવાઈની વાત નથી રહી. વિશ્વભરમાં ટિનએજ છોકરીઓમાં પ્રિય  મિલ્સ એન્ડ બુન પુસ્તકની સિરિઝમાં પણ ઇરોટિક રોમાન્સના વર્ણન આવે જ છે અને તે વરસોથી વંચાતુ આવ્યું છે.  બાકી મોટાભાગની સ્ત્રીઓ પોતાની ઇચ્છા અનિચ્છા વિશે પતિની સામે પણ બોલી શકતી નથી. તેમાં આવી સિરિયલ અને પુસ્તક તેમને થોડા બોલકા બનાવી શકે તેમાં નવાઈ ન લાગવી જોઇએ. આખરે જાતીય ઇચ્છા ભગવાને સ્ત્રી પુરુષ બન્નેને આપી છે.

You Might Also Like

1 comments

  1. કઇક તો વ્યક્તિગત હોયને ?!

    ReplyDelete