હાથી છાપ આજની નારી 30-7-13

23:34

રાણી છાપ સાંભળ્યું હતું પણ આ હાથી છાપ વળી શું ? જીજ્ઞાશા વધતાં  થોડા ખાંખાખોળા કર્યા. ત્યારે ખબર પડી કે હાથીના પુ (ડન્ગ)  એટલે કે તેની લાદમાંથી બનાવાતી વસ્તુઓ. ગ્રીન રિવોલ્યુશન કદાચ કેટલાક લોકો ફેશન ગણતા હશે પણ પ્રકૃતિનું આદર સાથે સન્માન કરવાની જરુરત છે. કાગળ બનાવવામાં કેટલાય વૃક્ષોનો ખૂડદો બોલે છે અને જંગલના નાશ સાથે ગ્રીન કવર આપણે ગુમાવીએ છીએ તે સૌ કોઈ જાણે છે.  ભારતમાં હાથીના લાદમાંથી પેપર બનાવવાનું કામ એક જ કંપની હાથી છાપના વ્યવસાય કરનાર સ્ત્રી છે  દિલ્હીની મહિમા માથુર. કશુંક જુદું કરવું તે મહિમા માથુરની ખાસિયત છે. બાળપણથી જ પ્રકૃતિ પ્રેમી મહિમા ઇકો ફ્રેન્ડલી હતી. પરિવાર સાથે બહારગામ જાય કે શહેરમાં ફરવા જાય ત્યારે એકપણ કચરો કોઇને રસ્તા પર ફેંકવા ના દે. બધો જ કચરો ઘરે ઊપાડીને આવે. રિસાકલ કરવું તેનો શોખ હતો. શોખને તેણે રિસાકલ પેપર બનાવવાનો વ્યવસાય બનાવ્યો.
એક વખત જયપુરના અંબર કિલ્લા પર જતાં તેણે હાથીની ઘણી લાદ રસ્તા પર સુકાયેલી જોઇ. જોતાં જ તેને વિચાર આવ્યો કે આ તો હેન્ડમેડ પેપર માટે જરુરી ફાઈબર જેવું લાગે છે.  પછી તેણે ક્યાંક સાભળ્યું કે હાથીના લાદમાંથી ય રિસાયકલ પેપર બની શકે છે. હાથીની લાદ સારું મટિરિયલ બની શકે તે વાતે રોમાંચ અનુભવતા મહિમા અને તેની ટીમે  સંશોધન કર્યું. ખબર પડી કે ભારત સિવાય દુનિયાભરમાં હાથીની લાદનો ઉપયોગ પેપર એટલે કે કાગળ બનાવવા માટે થાય છે. એટલે આ તેની શોધ નહોતી પણ ભારતમાં હાથીની લાદનો ઉપયોગ કરીને રિસાકલ પેપર બનાવવાનું બીડું તેણે ઝડપ્યું. 2003ની સાલમાં તેણે હાથીની લાદમાંથી રિસાયકલ પેપર બનાવવાનું શરુ કર્યું. શરુઆતમાં તો લોકોને સમજાવવું અઘરું હતું કે હાથીની લાદમાંથી બનતો કાગળ વાપરવાનું કહેવું. અરે મહિમા માટે પણ વિચારવું અઘરું હતું કે લાદમાંથી વાસ વગરનો સરસ પેપર બની શકે. પહેલાં લાદને જોઇને મહિમાને ય આપણી જેમ જ ચીતરી ચડતી પણ પછીથી તેને એમાં રસ પડવા માંડ્યો. શરુમાં તેણે ચાર વરસ સુધી જર્મનીમાં એક્સપોર્ટ કરવાનો ઓર્ડર મળ્યો તેના તરફ જ ધ્યાન આપ્યું.
આ કાગળને તેમણે હાથી છાપ નામ આપવાનું જ પસદ કર્યું. પહેલાં લોકોને લાગતું કે હાથીની લાદનો કાગળ હાથમાં લેતાં લોકો વિચારતાં પણ એકવાર તેને જોયા બાદ બધાને આશ્ચર્ય થતું. તેમાં ય હાથી જે ખાય તેના પર તે કાગળના રંગનો આધાર હોય. એટલે અમે હળદર કે લીલી વસ્તુઓ ખવડાવીને રંગ આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા ન મળી. એટલે ઓર્ગેનિક રંગો વાપર્યા. પછી તો તેમાંથી બીજી પણ અનેક વસ્તુઓ બનાવવા માંડી. બેગ, ફોટો આલબમ, સ્ટેશનરી વગેરે 2007માં તેણે ભારતમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરી. ઓનલાઈન આ પ્રોડક્ટસ મળે છે. ફક્ત દશ રુપિયાથી લઈને પાંચસો રુપિયા સુધીની આ વસ્તુઓ દરેકને પરવડે તેવી કિંમતે વેચાય છે. મહિમા કહે છે કે હાથી 250 કિલો ખાય અને 100 કિલો લાદ કાઢે એટલે કલ્પના કરો કેટલો કાગળ બને... શાકાહારી હાથીની લાદની વસ્તુઓ  ઇકો ફ્રેન્ડલી હોય છે.
વળી પ્રોડકશનમાં કોઇ કેમિકલ નથી વપરાતું અને પુષ્કળ પાણી વપરાય તે પણ  બાજુના ખેતરમાં વાળી દેવાય. પર્યાવરણની કાળજી અને રિસાયકલ સસ્તી વસ્તુનું ઉત્પાદન ..આજની નારી ધારે તો ભવિષ્ય બદલી શકે છે. પરંતુ, એકમાત્ર હાથી છાપ વસ્તુનું પ્રોડકશન બજારમાં મળતાં અન્ય કેમિકલ યુક્ત ફેન્સી વસ્તુઓ વેચતા બજારમાં ટકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પણ મહિમા કહે છે હું હિંમત હારું તેમ નથી.You Might Also Like

3 comments

 1. ખૂબ સરસ ...
  પણ આપણે હાથી ને રાખવા ક્યાં.....?
  લોલ ...
  લાઈક ઈટ ..

  ReplyDelete
 2. Congratulations Divyasha for bringing this fact on news.

  ReplyDelete
 3. આવું જ સંશોધન ગાય માટે થવું જોઈએ.

  ReplyDelete