ચટપટી ચટણીની રસભરી વાતો

22:42

 




ચટણીસ એડિંગ સ્પાઈસ ટુ યોર લાઈફ- અપર્ણા મુદીગંટી પરીનમ પુસ્તક ઓનલાઈન વસાવ્યું અને વાંચ્યું. પુસ્તકમાં રસ પડ્યો કારણ કે ફક્ટ ચટણી ઉપર પુસ્તક થાય વિશે કુતૂહુલ અને આનંદ થયો. પુસ્તક ઉપર ઉપરથી જોયું તો રસપ્રદ લાગ્યું. પુસ્તકમાં દક્ષિણ ભારતમાં પચ્ચડીના નામે ઓળખાતી ચટણીઓની વાત છે. લેખિકા લખે છે કે લગભગ પચાસેક જાતની ચટણીઓ પારંપરિક રીતે બનતી જાણી છે અને ચાખી છે. પરંપરાને સાચવી રાખવા માટે પુસ્તક ફોટા સહિત કરવામાં આવ્યું છે. પુસ્તકની શરૂઆતના પાનાં પર ચટણી ક્વીન નામે લેખિકા અપર્ણાના માતા અને સાસુ સાથેનો ફોટો છે. પહેલાં અન્નપૂર્ણાદેવી પાર્વતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તે અન્નપૂર્ણા. લેખિકા લખે છે કે અમે અન્નપૂર્ણાદેવીને યાદ કરીને જમતાં પહેલાં શ્લોક બોલતાં. અપર્ણાએ ફાર્મસીમાં અમેરિકાની બેકટન કોલેજમાંથી માસ્ટર કર્યુ છે અને ફાર્માસિસ્ટ તરીકે ગોવામાં એક કંપનીમાં  કામ કરે છે. અપર્ણાને વિશ્વના પારંપરિક સ્વાસ્થ્યપ્રદ ભોજનમાં રસ પડે છે. એને ફુડ ફોટોગ્રાફીમાં રસ છે. એનું પહેલું પુસ્તક છે. 

અનુક્રમણિકામાં કોકોનટ બેઝ્ડ ચટણી, દહીં બેઝ્ડ ચટણી, લીફી વેજીટેબલ બેઝ્ડ ચટણી(લીલી ભાજી), વેજીટેબલ (શાક) બેઝ્ડ ચટણી, ફ્રુટ બેઝ્ડ ચટણી, નટ્સ બેઝ્ડ ચટણી, સીડ્સ(તલ) બેઝ્ડ ચટણી, પલ્સ(દાળ) બેઝ્ડ ચટણી, પોડી ચટણી. આમાં લગભગ પચાસેક જાતની ચટણીઓની રીત આપી છે. તેના ફોટા પણ આપ્યાં છે. વળી દરેક રીતની સાથે ભોજનની થાળીમાં ચટણીની જેમ શ્લોક કે સરસ ક્વોટ મૂકેલા છે. 

જેમ કે સ્પાઈસી સીસેમ સીડ પાવડર (પોડી)માં રીતની નીચે ઝેન મીઅલ ચેન્ટ (ભોજન વખતે ઝેન ચેન્ટ) ‘ ભોજન ઘણાં લોકોની મહેનતથી બનાવવામાં આવ્યું છે. એમના શ્રમને યાદ કરીએ.’

બીજી એક ચટણીની રીત નીચે લખ્યું છે. ‘મોંઘા સીઝનીંગથી કે અદભૂત સોડમથી ભોજનનો આનંદ મળે એવું નથી. તમે આનંદમાં હોવા જોઈએ - હોરાસ

જીવનને બદલતાં હોઈએ તે રીતે રાંધવું જોઈએ. - ઝેન બૌદ્ધ કહેવત.



ચટણીઓ ઉપરાંત લેખિકાએ પોતે ખાધેલી વાનગીઓની સાથે જોડાયેલી યાદો પણ નિબંધરૂપે લખ્યાં છે અને જરૂર લાગી ત્યાં રીત પણ આપી છે. પોતાના પિતા સાથે ખાધેલી ચિક્કી.સૌથી સરળ બ્રેકફાસ્ટમાં બનાવવામાં આવતો ઉપમા. ડિબ્બા રોટી એટલે કે તેલુગુ બ્રેડ વિશે પણ રસપ્રદ લેખ. પપ્પુ મુડ્ડા (ચોખાના બોલ) આન્દ્ર પ્રદેશનું જાણીતું કેરીનું અથાણું અવાકાઈ. અડદની દાળની વડી, સંભારની રીતો, સંક્રાતિના હાર્વેસ્ટ ફેસ્ટિવલ સમયે બનાવાતી સાબુદાના ખીર. મેન્ગો દાળ, સફેદ ભોપલામાંથી બનાવાતાં ભજીયા. ફ્લાવરને સાંતળીને બનાવાયેલી કરી. ઢોસા વગેરે અનેક વાનગીઓ વિશે રસપ્રદ રીતે આલેખાયેલી યાદો અને રીતો ખરી . 

પુસ્તક અનોખું છે. તેમાં ફક્ત  વાનગીઓની રીત કે સ્વાદની વાતો નથી પણ સરસ આલેખન પણ છે. વાનગીઓનું પુસ્તક આટલું રસપ્રદ હોઈ શકે અનુભવી આનંદ થયો. 

 

You Might Also Like

0 comments