­
­

હિંસક માહોલ વચ્ચે ખીલે પ્રેમના પુષ્પો 29-1-14

કેટલીક વ્યક્તિઓ જાણતી હોય છે કે તેમને જીવનમાં શું જોઇએ છે અને શું કરવું છે. તેમાં ય કેટલીક વ્યક્તિઓ પોતાના માટે જ જીવનનો નકશો તૈયાર કરતી હોય છે. પછી તે તાલિબાન હોય કે આપણા જેવી સમાન્ય વ્યક્તિઓ હોય. પરંતુ, જૂજ વ્યક્તિઓ એવી ય હોય છે જે પોતાના વિશે વિચારતી નથી. કોઇપણ પરિસ્થિતિ કે માહોલમાં અન્યનો વિચાર પહેલાં કરે. કદાચ આવી વ્યક્તિઓને કારણે જ...

Continue Reading

લવ,સેક્સ એન્ડ ધોકા 28-1-14

                                 ગયા અઠવાડિયે બે પુરુષો પર કેમેરો મંડાયેલો રહ્યો હતો. શશી થરૂર અને અરવિંદ કેજરીવાલ. બન્ને સ્ત્રીઓને કારણે દુખી હતા. અહીં તમે દલીલ કરી શકો કે અરવિંદ કેજરીવાલતો પોલીસ અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હતા. અને બન્ને પુરુષવાચક છે. પણ સ્ત્રીઓની સુરક્ષા તેમનો મુખ્ય મુદ્દો હતો તેને માટે જ તેઓ ધરણા પર બેઠા હતા. આ પહેલાં શીલા દિક્ષીત પણ એ જ ઇચ્છી રહ્યા...

Continue Reading

સ્ત્રી લેખિકા જેવું કંઈ હોય ? 28-1-14

પંદર દિવસ પહેલાં મુંબઈમાં અગિયાર કવિયેત્રીઓના કાવ્ય સંગ્રહનું વિમોચન એકસાથે થયું. તેનું સંચાલન કાજલ ઓઝાએ કર્યું. સ્ત્રી સંચાલિકા સ્ત્રી લેખિકાઓના પુસ્તક વિમોચન અને કવિ સંમેલન માટે. ખબર નહીં કેમ આ કાર્યક્રમ વિશે સારું લાગવું જોઇતું હતું પણ કશુંક ખટકતું હતું. મંચ પર બિરાજમાન દરેક લેખિકાઓ મારી મિત્ર હતી.છતાં કશુંક ખૂટતું લાગ્યું. સ્ત્રી લેખિકાઓનો અલગ ચોકો કેમ ?  અને તેમાં કોઇ જાણીતા કવિઓ કે...

Continue Reading

પુરુષને મેનોપોઝ આવે ? mumbai samachar 21-1-14

મેનોપોઝની વાત આવે એટલે સ્ત્રીઓના સાયકો બિહેવિયર  પુરુષોની નજરે ચઢે છે.  આ બાબતનો વિરોધ થઈ શકે નહીં. હોર્મોનલ બદલાવ સામે સતત બાથ ભીડતી સ્ત્રીઓ સાયકો એટલે કે મગજની નસ ખેંચે એવું વર્તન કરતી થઈ શકે છે. પરંતુ, ચાલીસ પછી બદલાતા પુરુષોના વર્તન જોયાં છે ? એકવાર ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં વલસાડથી મુંબઈ આવતા ચારેક પચાસેક વરસના પુરુષો વાત કરતાં હતા. બાકીની સીટોમાં મારા સિવાય...

Continue Reading

કપડાંની ગુંજ 15-1-14 mumbai samachar

માણસની મૂળભૂત જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આપણી સરકાર મકાન અને રોટી એટલે કે ભોજન અંગેની યોજનાઓ બનાવે છે પરંતુ, કપડાંની જરૂરિયાત વિશે વિચાર થતો નથી. જ્યારે કોઇ કુદરતી હોનારતો થાય છે ત્યારે જ કપડાં ભેગા કરીને મોકલાય છે. મુઝફ્ફરનગરના રાહત કેમ્પમાં કપડાંના અભાવે ઠંડીમાં બાળકો મરતા હતા તેની હોહા થઈ અને ગરમ કપડાં ત્યાં મોકલાયા. પણ કપડાંનું મહત્ત્વ દિલ્હી નિવાસી અંશુ...

Continue Reading

ગુનાહિત લાગણીઓ ખંખેરો. 14-1-14

મને હજી યાદ છે એ આખોય દિવસ મેં પીડામાં કણસતા વીતાવ્યો હતો. પલંગની સામે દિવાલ પર ગોળ લીલા રંગની ઘડિયાળ હતી. સમયને સેકન્ડમાં પસાર થતાં મે તે દિવસે જોયો. સવારના દશ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધી સમયને કેટલીય વાર થંભી જતા જોયો. મેં નક્કી કર્યું હતું કે  કુદરતી રીતે બાળકને જન્મ આપવો. બરાબર સાડા અગિયાર કલાકની પીડા બાદ બાળકનું રૂદન સાંભળતા હું...

Continue Reading