આકર્ષણ અપરંપાર 11-3-14

23:07

કોઇકે સરસ કહ્યું હતું કે પુરુષ ધર્મગુરુ જેટલું ભાષણમાં બોલે તેનાથી વધારે સ્ત્રીઓ અંગ દ્વારા બોલી શકે છે અને એટલે જ તેને પુરુષોની બોડી લેંગ્વેજ વાંચતા બરાબર આવડે છે 

વરણાગી રાજા - દિવ્યાશા દોશી

પરણેલો હોય કે કુંવારો દરેક પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ હોય જ છે. અને તેમાંય સ્ત્રી વિશે જાણવાની-સમજવાની ઈચ્છા હોય જ. નજીક જવાની ય ઇચ્છા હોય, પણ સમજી ન શકે કે નજીક જવું કે નહીં.. તેથી ધૂંધવાય ને વારંવાર કહે કે ક્યારેય કોઇ સ્ત્રીઓને સમજી શકે જ નહીં.

ગયા લેખમાં આપણે જોયું કે પુરુષોની બોડી લૅંગ્વેજ સમજવાની ક્ષમતા થોડી ઓછી હોય છે. અને એટલે જ સ્ત્રીઓને તેઓ સમજી શકતા નથી. આપ સૌ પુરુષ વાચકોને ગમતી એક વાત કબૂલ કરવા દો કે ભગવાને સ્ત્રી નામે સૌથી કોમ્પ્લીકેટેડ ક્રિચર બનાવ્યું છે, કારણ કે ઘણીવાર સ્ત્રી કહેવા કંઇક માગતી હોય ને કહેતી કંઇક હોય છે. સ્ત્રીઓ માટે સીધું સીધું કહેવું થોડુંક મુશ્કેલ હોય છે. કારણ કે સ્ત્રીઓને સતત ગેરસમજનો ભોગ બનવાનો ડર સતાવતો હોય છે. પણ જો તેની બોડી લૅંગ્વેજને સમજી શકો તો સમજો અડધો જંગ જીતી ગયા. કોઇકે સરસ કહ્યું હતું કે પુરુષ ધર્મગુરુ જેટલું ભાષણમાં બોલે તેનાથી વધારે સ્ત્રીઓ અંગ દ્વારા બોલી શકે છે. અને એટલે જ તેને પુરુષોની બોડી લેંગ્વેજ વાંચતા બરાબર આવડે છે. સ્ત્રીઓની દિલ જીતવા સ્ત્રીની બોડી લૅંગ્વેજ તો સમજવી પડે પણ તે પહેલાં તમારી પોતાની બોડી લૅંગ્વેજ ઉપર પણ લગામ રાખો.

સ્ત્રીઓને બહુ રેસ્ટલેસ પુરુષો પસંદ નથી પડતા. વારેવારે આંટાફેરા મારતા કે સતત અંગનો કોઇક ભાગ હલાવતા પુરુષોમાં આત્મવિશ્ર્વાસ ઓછો હોવાનું સ્ત્રીઓને લાગે છે. ગયે વખતે જોયું કે વધારે જગ્યા રોકતા પુરુષો ડોમિનેટ સ્વભાવ જાહેર કરે છે. પણ સ્ત્રીઓ આવા પુરુષોને જલદી નોટિસ કરે છે. તેમને લાગે છે કે તમે સત્તાશાળી છો. ઊભા રહેતા કે બેસતી સમયે તમારી પીઠ સીધી ટટ્ટાર રાખો. તેનાથી પ્રભાવશાળી બોડી સ્ટ્રકચર લાગે છે. વળી સીધી પીઠ રાખનાર વ્યક્તિ આત્મવિશ્ર્વાસી હોય છે. આપણા દરેક હીરોની બોડી લૅંગ્વેજ ધ્યાનથી જોજો. તેઓ વાંકચૂંકા ઊભા નહીં રહે કે બેસશે પણ નહીં. તેને કારણે શરીરને લૂક મળે છે. વાતચીત કરતી વખતે તમારો અવાજ પણ મહત્ત્વનો છે. બહુ ઊંચા સાદે ઘાટા પાડીને વાત કરતા કે બહુ ધીમા સાદે ધીમી ગતિના સમાચાર વાંચતા હોય તેવા કે ફાસ્ટ લોકલ ટ્રેનની જેમ ઝડપથી બોલી જતા કે બોલબોલ કરતાં પુરુષો પણ સ્ત્રીને આકર્ષક નથી લાગતા. થોડીક બેદરકારી દર્શાવતા પુરુષો પણ ગમે. એટલે કે વધારે પડતું દરેક બાબતમાં કાળજી લેવાનું ટાળો. કૂલ, કાલ્મ એન્ડ ક્ધટ્રોલ મેન બનો.. જ્યારે સ્ત્રીઓનું કેરેકટર અનેક સ્તરોનું બનેલું હોઇ શકે. તે અનપ્રિડિકેટબલ લાગે એટલી જ સહજ પરખાઈ જાય તેવી પણ લાગે. વૈવિધ્યસભર, કનિંગ અને ક્રાફ્ટિ પણ લાગી શકે. ઇન્ટેલિજન્ટની સાથે સામાન્ય પણ લાગે. હવે આમાં સાચું શું એવો પ્રશ્ર્ન થાય... પણ દરેક બાબતને સૂક્ષ્મ બોડી લૅંગ્વેજ દ્વારા જ ઓળખી શકાય. જેમ કે સ્ત્રીઓને એટેન્શન ગમે.. ધ્યાન ખેંચવા માટે તેઓ કંઇપણ કરી શકે. પુરુષની વાત પર વધારે જોરથી હસે જેથી એ પુરુષનું ધ્યાન ફ્કત ને ફ્કત તેના તરફ જ ખેંચાય.

નવાઈ લાગશે કે તે જ વખતે એ તમને ઇગ્નોર નજરઅંદાજ પણ કરે. પણ એનાથી ખોટું સિગ્નલ ન પકડો. સાચું સિગ્નલ તો તમારું ધ્યાન ખેંચવા માગે છે, કારણ કે તેને તમારામાં રસ છે, પણ બતાવશે નહીં. પણ જો કોઇ સ્ત્રી ખરેખર તમને નજરઅંદાજ કરે છે કે નહીં તે નક્કી કરતાં તમને આવડવું જરૂરી છે. ક્યારેક તમને વહેમ પણ થાય કે તે તમારું એટેન્શન ખેંચી રહી હતી. બે એકશનના રિએકશન ધ્યાન રાખીને નોંધો. આમે તમે જ્યારે સ્ત્રી સાથે હો કે તમને એનામાં રસ છે તો થોડા સતર્ક રહો. સ્ત્રીઓને કોમ્પલેક્સિટી ગમે છે. તેને ગેમ રમવી પણ ગમે છે. જે સ્ત્રીને તમારામાં રસ જ હશે તે તમારી વધુ નજીક આવશે. આંગળીથી અછડતો કે ખભા પર કે હાથ પર ટપલી મારવી કે પછી કાનમાં ધીમેથી ગણગણવું. સ્ત્રી બેસતી વખતે પગ તમારા તરફ રાખશે અને આ બધું છતાં સાવ સીધું તે નહીં જ કહે કે તમારામાં રસ છે. આ બધા અછડતા ઇશારાઓ સમજવા તૈયાર રહો. સિક્રેટ જે તમે જાણવા માગો છો...

ક્યારેક એવું ય બને કે આ દરેક સિગ્નલ તમે ખોટા રીડ કરતાં હો. શક્ય છે આમાંના કેટલાક વર્તનનો કશો જ અર્થ ન નીકળતો હોય. સ્ત્રીને તમે ગમતા હો ફક્ત મિત્ર તરીકે તેનાથી વધુ તમારામાં એને કોઇ જ રસ ન હોય. તે ફક્ત તમને મિત્રભાવે ઉષ્માસભર વર્તન કરતી હોય ત્યારે તેની બોડી લેંગ્વેજમાં તમને કેર ફ્રી પણું દેખાશે. સાથે સહજતા પણ દેખાઈ આવશે. એટલે જો જરા ધ્યાન આપશો તો શક્ય છે તમે ખોટા સિગ્નલમાં નહીં ફસાવ.

બીજું સિગ્નલ છે તોફાની તત્ત્વ... વાળનો ઉલાળ કે હોઠને દાંતમાં દબાવવા કે આંખના ઉલાળા દ્વારા એ નટખટતાથી ય તમને નજીક આવવાનું આમંત્રણ આપતી હોય. સ્ત્રીઓ મલ્ટિટાસ્કિંગમાં હોંશિયાર હોય છે તે તો જાણીતું જ છે એ જ રીતે તે બે ત્રણ સિગ્નલ તમને મિક્સ કરીને આપશે. તેને ગમતા પુરુષના સાન્નિધ્યમાં તે થોડી કોન્સિયન્સ થઈને ય વર્તે. તે પોતાનો બેસ્ટ લુક આપવાના પ્રયત્ન કરે. વારે વારે તે પોતાનો ડ્રેસ સરખો કરશે. સ્ત્રીને ખબર છે પુરુષને લાંબા પાતળા પગ ગમે છે એટલે જ તે હાઈહીલ પણ પહેરશે. સ્ત્રીઓને મોંઢાના જેસ્ચર બનાવવા ગમે છે. એટલે સૌથી વધુ બોલકો તેનો ચહેરો જ હોય છે. ચહેરાની દરેક રેખા, વળાંક તે એની ભાષા છે.

આંખોની ભાષા ય વગર બોલે ઉકેલી શકાય. પ્રેમની પોતાની આગવી ભાષા હોય છે. તેમાં આખેઆખી વ્યક્તિ બદલાઇ જતી હોય છે. આંખોથી લઈને ચહેરાનો ભાવ, શરીરની તરલતા, તત્પરતા, અવાજમાં હસ્કીપણું વગેરે જે સૂક્ષ્મ ફેરફાર હોવા છતાં નજરે ચઢ્યા સિવાય ન રહે. આ ફેરફાર સહેલાઈથી પકડાઈ જાય. તે છતાંય દરેક બોડી લૅંગ્વેજ ઓળખતી વખતે સતર્ક રહો નહીં તો તરુણ તેજપાલવાળી થઈ શકે. બે ત્રણવાર ખાતરી કરીને હળવેકથી જ આગળ વધવું, કારણકે સામી વ્યક્તિ પણ તમારી બોડી લૅંગ્વેજ વાંચતી હોય છે. જો તેને રસ ન પડે તો સિગ્નલ તરત જ બદલાઈ જાય છે. ઝડપથી આવતાં

ફેરફારો નોંધો. નહીં તો એગ્રેસિવ બોડી લૅંગ્વેજનો સામનો ય કરવો પડે.

You Might Also Like

0 comments