­
­

ધર્મના વાડામાં બંધાયા વગર જીવતો માનવ પ્રેમ

ઘણી વાર મારી આસપાસ રહેતી શ્રીમંત ઘરની સ્ત્રીઓ મને કહેતી હોય છે કે હવે છોકરા મોટા થઈ ગયા. પતિ બિઝનેસમાં વ્યસ્ત છે અને પોતે ઘરમાં સાવ એકલી છે. કંટાળો આવે છે. કશુંક કામ કરવું છે. શું કરવું તે સૂઝતું નથી. મારે લાયક કામ હોય તો સૂચવશો? જેમને કંઇક કરવું જ હોય છે તે આસપાસ નજર કરે તો સમાજમાં અનેક કામો એવા હોય છે...

Continue Reading

બદલાવની હવા 8-4-14

નમણો ચહેરો અને પાતળું શરીર લાંબુ કાળુ સ્કર્ટ ઉપર ઢીલું ટિશર્ટ સાથે કાળી ઓઢણી... લાંબો પાતળો ગોરા મેકઅપ વિનાના ચહેરા પર સહજ હાસ્ય...લાંબી કાળી આંખો અને ભૂખરા વાળ...લાંબા અંતરની  ટ્રેનના એસી ડબ્બામાં  સામેની સીટમાં બેસેલી છોકરી સાથે આંખ મળતાં જ વરસોથી ઓળખાણ હોય તેમ વાતચીત શરૂ થાય છે. તેનું નામ નૂર ફક્ત એકવીસ વરસની છે અને ઇજીપ્તથી ભારત બસ ફરવા આવી છે.એકલી...તેનું નામ...

Continue Reading

કશું જ ન કરવાની પ્રેરણા...2-1-14

સાર્થકતાના શિખરેથી -   દરેક નવો દિવસ નવા જીવનની શરૂઆત હોઇ શકે. પણ આપણે રોજ એ જ રફતારથી જીવીએ છીએ. ક્યારેય જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરતા નથી. ઊફરાં ચાલતાં આપણને ડર લાગતો હોય છે. આમ જોઈએ તો દરેક શ્ર્વાસ આપણામાં નવો પ્રાણ પૂરતો હોય છે. દરેક પળ નવી હોય છે, પરંતુ જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી...

Continue Reading

ઓળખની શોધ 1-4-14

પહેલાં ઇંગ્લીશ વિંગ્લીશ અને હવે ક્વીન આ બન્ને ફિલ્મો ફેમિનિસ્ટ એટલે કે નારીવાદી ફિલ્મ છે એમ કહી શકાય. સાવ ઘરરખ્ખુ અને જેણે બહારની દુનિયા જોઇ જ ન હોય તેવી સ્ત્રી જ્યારે ઘરની બહાર, દેશની બહાર જવાની હિંમત કરે છે ત્યારે તેની અંદરની સીમાઓ પણ વિસ્તરે છે. પ્રેમાળ છતાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરેલી સ્ત્રીને જો તક આપવામાં આવે તો તે સ્વતંત્રતાનો ગેરફાયદો નથી ઊઠાવતી પણ...

Continue Reading