બે અઠવાડિયા પહેલાં શિયાળાની એક સુસ્ત રવિવારની સવારે પાર્લામાં સ્વર્ગિય પવનકુમાર જૈનનું પુસ્તક 33 વાર્તાઓનું વિમોચન થયું. ફક્ત ને ફક્ત પવનકુમાર જૈનને ઓળખતા મિત્રો અને તેમના પરિવારજનોની હાજરીમાં. તેમની વાર્તાઓની ગણતરી જેટલા લોકો પણ માંડ હશે. તે છતાં વાતાવરણ પવનકુમાર જૈનના જીવન જેવું સભર હતું. પુસ્તક ખોલતાં જ આપણા પ્રસિધ્ધ સાહિત્યકાર ધીરુબહેન પટેલની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય નજરે પડે. એ એક અલગારી માણસ.... અલગારી...
- 00:27
- 0 Comments