એ ભાઈ જરા દેખ કે ચલ..... 11-2-15

22:59


અરવિંદ કેજરીવાલ અને આપ દ્વારા આવેલુું આ પહેલું એવું સુનામી હશે કે જેના આવવાથી લોકો ખુશ હશે.... સુનામી બધું જ સાફ કરી નાખે.... પછી નવેસરથી જીવન શરૂ કરવું પડે. આટલી બાબત અરવિંદ કેજરીવાલ અને તેના સાથીંઓ  ન સમજતા હોય એવું માનવાનું મન નથી થતું. પણ એક વાત જરૂર દેખાય છે કે લોકો જીવનની હાડમારીથી એટલા કંટાળી ગયા છે કે તેમને દિવાસ્વપનોમાં રાચવું ગમે છે. કેજરીવાલનું ઝાડું કંઈ હેરી પોટરનું જાદુઈ ઝાડુ નથી. રાતોરાત પરિસ્થિતિ બદલાશે નહી તે બાબત લોકોએ સમજવાની જરૂર છે.
ગઈકાલે દિલ્હીમાં જે માહોલ હતો તે જ માહોલ નવ મહિના પહેલાં આખા દેશમાં હતો..... લોકો એમ માનવા લાગ્યા કે હવે બસ દુનિયા બદલાઈ જશે. દરરોજ ઊઠીને એ જ કામધંધો અને એ જ રુટિન એજ હાડમારીથી કંટાળેલા લોકો બદલાવ માટે હવે ડેસ્પરેટ થઈ ગયા.   હા પોઝિટિવ થિન્કિંગની એટલી અસર જરૂર થાય કે તમે જુદી રીતે વિચારતાં થાઓ. નકારાત્મકતા તમને ડલ બનાવે છે જ્યારે હકારાત્મક તમને નવું જોમ અને જુસ્સો પ્રેરે છે. એટલે જ દિલ્હીની ચૂંટણીમાં આપની જીતે  દૂર રહેતા અનેક લોકોને વગર કારણે કાલે હસતાં કર્યા. બદલાવ હંમેશા નવું જોમ લાવે છે. એટલે સમયાંતરે આપણે પણ બદલાઈએ છીએ કે નહીં તે તપાસવું જોઈએ. વળી સરકાર બધું બદલી નાખશે તે વિચારવું યોગ્ય નથી. બદલાવ આપણા ધ્વારા પણ આવી શકે છે. આપણું ઘર જેમ આપણું છે તેમ જ્યાં રહીએ છીએ તે શહેર, દેશ પણ આપણો છે. તેને નુકશાન ન થાય તેમ વર્તવું. તેને સ્વચ્છ રાખવાની , ભ્રષ્ટાચાર મુક્ત રાખવાની જવાબદારી  આપણી પણ છે. અાપણે લાંચ આપીએ નહી, ગંદકી ફેલાવીએ નહી તો શું ફરક ન પડે ?  અને દરેક બાબતની કિંમત ચૂકવવી જ પડે છે. સિવાય કે હવા,પાણી અને પ્રકાશ જે કુદરત આપી રહી છે. 

You Might Also Like

0 comments