­
­

પારાવાર પીડાનો પ્રદેશ 31-3-15

મરિન ડ્રાઈવના દરિયા કિનારે ચાલતા જુદી જ અનુભૂતિ થાય. એક તરફ સમુદ્રનો અફાટ જળરાશિ કુદરતની કરામત. તો બીજી તરફ માનવની ઊભી કરેલી માયાજાળ શહેરીકરણ. સમુદ્રને સિમેન્ટના પથરાઓ અને પાળી ધ્વારા બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરનાર મનુષ્ય પોતાની લાગણીઓના ધોધને રોકી નથી શકતો. એક મહિલા એકલી પાળી પર બેઠી વિચારોના સમુદ્રના ઊંડાણમાં ક્યાંક ગરક થઈ ગઈ હોય તેવું લાગ્યું. ત્યાં તો એની આંખોમાંથી વહેતી આછી...

Continue Reading

પુરુષને પ્રેમ કરી શકાય છે ખરો? 31-3-15

પતિ - તું મને સ્પોર્ટસની ચેનલ નહીં જોવા દે તો ....પત્નિ - તો... શું ?પતિ - તો હું જોઈ લઈશ ....પત્નિ - શું જોઈ લેશો ?પતિ- જે ચેનલ તું જુએ છે તે ....આવા જોક વોટ્સ એપ અને સોશ્યલ મીડિયા પર વર્લ્ડકપ સમયે ફરતા હતા. હસવું પુરુષોને ય આવતું હતું ને સ્ત્રીઓને પણ. કારણ કે આમાં સત્ય કેટલું તે બન્ને જણ જાણતા હોય છે....

Continue Reading

સર્પિલો ઠંડો સ્પર્શ ......24-3-15

ટ્રેનની લાંબી મુસાફરીમાં સામેની બર્થ પર એક મહિલા બેઠી બેઠી મેગેઝિન વાંચી રહી હતી. જોયું તો તે વાંચતા વાંચતા બારી બહાર જોતાં વિચારોમાં ખોવાઈ ગઈ. તેની આંખોના કિનારે કેટલાક આંસુ બહાર આવવા મથી રહ્યા હતા અને તે એને રોકવા મથી રહી હતી. મારાથી વિચારોને સાંભળવાનું એપ દબાઈ ગયું ને જે સંભળાયું તેનાથી હું પણ આઘાત પામી ગઈ. તે રાત હું ક્યારેય ભૂલી નહી...

Continue Reading

શું લગ્ન એટલે પ્રેમનો ધી એન્ડ? 24-3-31

પ્રિતેશના લગ્નની વર્ષગાંઠ પર સૌરવે તેની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું કે આજે તો બે મિનિટનું મૌન પાળવાનું ને.... પછી મિતેશ સામે આંખ મિચાકારતાં કહે અને કાલે દારૂની પાર્ટી ગમ ગલત કરવા માટે.. અને દરેક જણ ખડખડાટ હસી પડ્યા. ઓફિસમાં લંચ અવરમાં આવી મજાક ચાલતી રહે. કેટલા વરસ થયા મિતેશે પૂછ્યું...બાવીસ વરસ ... હજી બીજા વીસ વરસતો આરામથી સાથે જીવી શકાય..પ્રિતેશે જરા ગંભીરતાથી...

Continue Reading

હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે. 17-3-15

અરવિંદનો ચહેરો પડી ગયો. તે રૂમ છોડીને જવા માટે ઊભો થયો. કંઇક કહેવા મથી રહ્યો હતો ... તેણે બોલવાનું શરૂ કર્યું પણ વાક્ય પુરુ થાય તે પહેલાં તો તે ભાંગી પડ્યો, ક્યારનો તે આંસુઓ રોકવા મથી રહ્યો હતો પણ તે પણ તેના કહ્યામાં ન રહ્યા અને વહેવા લાગ્યા. હું (આસુતોષ) અને અંજલી (દમણિયા) તેને સાંત્વના આપવા મથ્યા. અંજલી પણ રડવા લાગી અને બોલી,...

Continue Reading

આકાર- નિરાકારનો પ્રપંચ કે માયા ? 10-3-15

અમદાવાદના એક શાંત મંદિરના પ્રાંગણમાં  જ્યારે પ્રવેશી ત્યારે લાગ્યુંકે મારા સિવાય કોઈ જ મંદિરમાં નથી. ક્યાંથી હોય. બપોરના 11.30નો સમય છે અને ચાલુ દિવસ હતો. પણ મંદિરની અંદર મારા સિવાય બીજી એક સ્ત્રી હતી. ચહેરા પર પીડાની રેખાઓ જણાઈ આવતી હતી.... હાથ જોડીને એકિટશે સામેની છબીને જોઈ રહી હતી... એ ભગવાન સામે ફરિયાદ કરી હતી કે પ્રાર્થના તે કૂતુહુલતાથી મનનાં વિચારોનું એપ્લીકેશન દબાવાઈ...

Continue Reading

ઉલમાંથી ચુલમાં તે આનું જ નામ ? 24-2-15 બત્રીસ પુતળીઓની વાર્તા

અમદાવાદમાં  ટ્રાફિક જામ સમયે બાજુમાં ચાલી રહેલી કારમાં એક માનુની પાછલી સીટમાં આંખો બંધ કરીને વિચારોમાં ખોવાઈ ગયેલી જણાઈ. મેં મનના વિચારો વાંચવાનું એપનું બટન દબાવ્યું...  “આ મિંટિંગો ક્યારે ખતમ થશે. શી ખબર ... નવા આવેલા સાહેબને મિટિંગો કરવાનો શોખ લાગે છે. રોજ સવારે અને સાંજે મિટિંગ. સવારે મિંટિગ આજે કોણ શું કરશે તેની અને સાંજે આખા દિવસનું સરવૈયું... એટલો સમય તો બરબાદ...

Continue Reading

સ્ત્રી, વ્યક્તિત્વ અને કલા

આપણે સૌ પ્રથમ માનવ છીએ પછી તેમાં જાતિ આવે છે. સ્ત્રી કે પુરુષ. પછી તે કયા દેશની છે તે...અને આમ અનેક રીતે વિભાગવાર વાત કરી શકાય. પણ સ્ત્રીને ફક્ત સ્ત્રી તરીકે જ જોવામાં આવે છે. તેનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર કરવામાં આવતો નથી. તેને કારણે એટલા બધા બંધનો અને નિયમો સ્ત્રીઓ માટે થયા છે કે સ્ત્રી પોતે પણ વ્યક્તિ છે તે ભૂલી ગઈ...

Continue Reading

માનસિકતા બદલે બદલાપુર 3-3-15

હાલમાં રજૂ થયેલી ફિલ્મ બદલાપુર જોઈ ? જોવા જેવી છે ડાર્ક ચોકલેટ... મિત્રએ વાપરેલા આ શબ્દોએ કુતૂહલ જગાડ્યું. તો વળી બીજાએ કહ્યું કે હટકે ફિલ્મ છે જોવા જેવી. ફિલ્મનું નામ સાંભળતાં જ ગૈંગ ઑફ વાસીપુરની યાદ તાજી થાય. ગૈંગવોરની સ્મૃતિઓ તાજી થાય, પણ જ્યારે આ ફિલ્મ જોઈએ ત્યારે સમજાય કે રિવેન્જ - બદલાની આ સ્ટોરી બદલો લેવાની આપણી વૃત્તિ પર આધારિત છે. સવાલ...

Continue Reading