­
­

કવિતાનું નાટક

27મી મેના રવિવારની સવારની રાહ જોઈ રહી હતી. અંધેરી ભવન્સ ખાતે મુંબઈમાં પહેલીવાર નૌશિલ મહેતા દિગ્દર્શિત અને પદમાવથી રાવ દ્વારા અભિનિત ધીરુબહેન પટેલ લિખિત કિચન પોએમ્સ નાટક રજુ થવાનું હતું. આ પહેલાં નૌશિલ મહેતાના મોઢે નાટકના નિર્માણની વાત સાંભળી હતી. કોઈ કવિતાના પુસ્તક પરથી નાટક બને તેવું પહેલીવાર જોઈ રહી હતી. દિગ્દર્શક અને અભિનય શું કમાલ કરી શકે તે જોઈને હાજર પ્રેક્ષકો અચંબિત...

Continue Reading

ઘણી બધી સ્ત્રીઓ, ઘણા દેશોમાં એક જ ભાષા બોલે છે

સ્ત્રીનું નામ ઓળખ પુરતું જ મહત્ત્વનું હોય છે બાકી તેના નામ સાથે વ્યક્તિત્વ પણ ભૂંસી નાખવામાં આવે છે. મારી પરિણીત નવી મૈત્રિણીનું ખરું નામ કંઈક બીજું હતું તેની મને થોડો સમય પહેલાં ખબર પડી. આપણે તેને પારમિતાના નામે ઓળખીશું. લગ્ન પહેલાંનું તેનું નામ લતા હતું. તેના લગ્ન પ્રેમલગ્ન જ કહી શકાય કારણ કે બન્નેએ એકબીજાને મળી-જાણીને પરણવાનું નક્કી કર્યું હતું. એનો પતિ આધુનિક-સ્વતંત્ર...

Continue Reading

એકલતાના આટાપાટા

અકેલે હૈ તો ક્યા ગમ હૈ એ ગીત ગાવું કે સાંભળવું સહેલું છે પણ તેની અનુભૂતિ અઘરી છે. આજે એકલતા વિશ્ર્વમાં એક સમસ્યા બની ગઈ છે. એકલતાની સમસ્યા દૂર કરવા મિનિસ્ટ્રિ રચવામાં આવે છે. પુરુષોને સ્ત્રીઓ કરતાં વધુ એકલતાનો સામનો કરવો પડતો હોય છે. તેનું કારણ છે મસ્કયુલિનિટીની માન્યતા. અભ્યાસ દર્શાવે છે કે લગ્ન બાદ પુરુષો પોતાની પત્ની સાથે બોન્ડિંગ કરવામાં બીજા બધા...

Continue Reading

પરપોટાની રાજનીતિ

   જ્ઞાનના પરપોટા ગુગલ પરથી મેળવવાના અને એકો ચેમ્બરમાં ફોડવાના આજથી અઢાર વરસ પહેલાં એટલે કે ૨૦૦૦ની સાલમાં ઈન્ટરનેટ દુનિયા બદલવા માટે ઝડપભેર કૂચ કરી રહ્યું હતું અને લોકો સુવર્ણયુગની રાહ જોઈ રહ્યા હતા તે સમયે અમેરિકન લીગલ સ્કોલર કાસ સન્સટેઈને કડક શબ્દોમાં વાઈલ્ડ વેસ્ટને ચેતવણી આપતા કહ્યું હતું કે, શક્ય છે કે ઈન્ટરનેટ દ્વારા આપણે લોકો વચ્ચેના કેટલાક ભૌગોલિક અને સામાજિક અંતરાયો દૂર...

Continue Reading

બધું જે દેખાય છે તેવું હોતું નથી

ટ્રેનની મુસાફરી ગજબની હોય છે. તેમાં તમે સમાજનો સાચો ચહેરો જોઈ શકો છો. અમે મૈત્રિણીઓ મુસાફરી કરી રહ્યા હતા. અમારી સાથે ડબ્બામાં બે પરિવાર પણ હતા. પતિ-પત્ની, બે બાળકો અને એક માજી જે કદાચ પતિ મહાશયના મા હશે. પત્ની સમર્પિત ગૃહિણી હતી તે દેખાઈ રહ્યું હતું. અમારા વિચારો અમારી પરિસ્થિતિમાંથી આવ્યા હતા. દરેકની સામાજિક, આર્થિક અને માનસિક પરિસ્થિતિ જુદી હોઈ શકે. હું જે...

Continue Reading

ભગવાન, રજનીશ, આસારામ અને ભક્તો

રજનીશે અમેરિકન જેલમાં થોડો સમય વીતાવ્યો હતો. તેમને હજી પણ ભગવાન માનનારો વર્ગ છે. તેમને ભગવાન માનનારામાં વિદેશીઓ ઘણાં છે. રજનીશ વિશેની એક ડોક્યુમેન્ટરી હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. પહેલી એવી ડોક્યુમેન્ટરી છે જેમાં રજનીશ વિશે ડિટેઈલમાં તેમના ખાસ અનુયાયીઓ વાત કરે છે. રજનીશને કોન્ટ્રોવર્સીમાં રહેવું ગમતું હતું. વાણી અને આંખથી જાદુ કરી શકતા રજનીશના વ્યક્તિત્વમાં ચોક્કસ કોઈક એવો કરીશ્મા હશે...

Continue Reading

નગ્નતાની કાવ્યમય પ્રસ્તુતિ હોઈ શકે

 નગ્નતાને જોવી દરેક માટે શક્ય નથી, રવિ જાધવ નગ્નતાને કચકડે મઢે છે.  2017ના ગોવામાં યોજાયેલ આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલનું ઓપનિંગ મરાઠી ફિલ્મ ન્યુડથી થવાનું હતું. કોઈક કારણસર છેલ્લી ઘડીએ તેને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાંથી આ ફિલ્મ  બતાવવાની મનાઈ આવી. શું કામ તે ફિલ્મ જોયા બાદ જ સમજી શકાય છે. કારણ કે ફિલ્મમાં ઉજાગર થતું હતું નગ્ન સત્ય. ન્યૂડ ફિલ્મ બનાવનાર રવિ જાધવ પોતે જે.જે.સ્કૂલ...

Continue Reading

વિવેક કઈ બલાનું નામ છે?

બાળક નાનું હોય અને છણકા કે ગુસ્સો કરે ત્યારે જાતીય ભેદભાવનો મૂળભૂત ફરક દેખાશે. છોકરીને તેના વર્તનમાં ક્ધટ્રોલ કરવાનું એટલે કે સંયમથી વર્તવાનું કહેવામાં આવશે જ્યારે છોકરાઓ તો એવા જ હોય કહીને ગર્વ લેવાતો જોવા મળશે. એ બાળકો મોટા થાય ત્યારે પણ એ ભેદભાવ રહેતો જ હોય છે. છોકરો ગમે ત્યારે ઘરની બહાર જઈ શકે, ગમે ત્યાં એકલો પણ જઈ શકે. છોકરીને બંધનો...

Continue Reading