જાતીય સમાનતા રાજકારણમાં પણ નહીં

22:58









તેત્રીસ ટકા સ્ત્રીઓ માટે અનામત બેઠકની માગણી હજી સ્વીકારાઈ નથી પણ તેની જરૂર છે ખરી?




ભારતમાં સ્ત્રીઓને મતાધિકાર મેળવવા માટે લડત નથી કરવી પડી, પણ હજી સંસદમાં સ્ત્રીઓની સંખ્યા બરાબરીએ પહોંચી નથી. ત્રેતીસ ટકા રિઝર્વેશનનું બીલ ૨૦૦૮માં  રાજ્યસભામાં પાસ થઈ ગયું હતું પણ લોકસભામાં પાસ થઈ શક્યું. પુરુષોને પોતાના હાથમાંથી સત્તા જાય તે પસંદ હોય તે સમજી શકાય તેવી વાત છે. પ્રિયંકા ગાંધીએ જાતે રાજકારણમાં સક્રિય નથી રહેવું તે પસંદ કર્યું હોઈ શકે એવું માનીએ તો રાહુલને ગાદીનો વારસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રિયંકા ગાંધીની મદદ લેવાઈ રહી છે અને બહેન ભાઈની મદદે આવી રહી છે તે જુદી વાત છે બાકી જો પ્રિયંકાનો કરિશ્મા તેના દાદી જેવો છે તેવું માનતા હોય તો તેને કેમ પાર્ટીની લીડર બનાવવામાં આવી તે સવાલ થઈ શકે? તેના લગ્ન થઈ ગયા હોવાથી તે ગાદીની વારસ બની શકે વળી આપણે ત્યાં વંશવેલો પિતૃસત્તાક હોવાથી પિતાથી પુત્રમાં વારસો જાય તેવી માન્યતાઓ સમાજમાં દ્રઢ બની ગઈ છે. આઈસલેન્ડની વાત કરતા પહેલાં દુનિયામાં સત્તા સ્થાને સ્ત્રીઓની સંખ્યા કેમ ઓછી છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. 
પિતૃસત્તાક માનસિકતા તેત્રીસ ટકાનું બીલ પાસ કરી શકી તે પણ હકિકત છે. બસ મહિનામાં ચૂંટણી છે અને દરેક પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે ત્યારે સારી વાત છે કે તૃણમુલ કોંગ્રેસ (મમતા બેનર્જીની પાર્ટી) ૪૧ ટકા મહિલા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે અને બીજુ જનતા દલના નેતા નવીન પટનાયકે ૩૩ ટકા મહિલા  ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાત કરી છે. સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી સરકાર અને કોંગ્રેસ પાર્ટીએ હજી સ્ત્રી ઉમેદવારોને મહત્ત્વ આપવાનું નક્કી નથી કર્યું. હાલમાં લોકસભામાં ૬૫ મહિલા ઉમેદવારો છે. પચાસ ટકા ભારતની પ્રતિનિધિમાંથી ફક્ત બાર ટકા મહિલા પ્રતિનિધિ છે. તે આંકડો ખરેખર તો પચાસ ટકા હોવો જોઈએ પણ રાષ્ટ્રિય સંયુક્ત સંઘની ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન મિટિંગમાં પ્રમુખ મારિયા ફર્નાન્ડા એસ્પીનોસાએ નેતૃત્વ પદે મહિલાઓના સ્થિતિ વિશે કહ્યું કે દુનિયાભરમાં રાજકારણમાં સત્તા સ્થાનોએ મહિલા ઉમેદવારોની સંખ્યા ઘટતી જાય છે. મહિલા સંયુક્ત રાષ્ટ્રસંઘના એક્ઝિક્યુટિવ ડીરેકટર ફુમઝીલે મિઆમ્બો ગ્કુકાએ કહ્યું કે મહિલાઓની સંખ્યા  સત્તાના ઉચ્ચ સ્થાને ઘટતી જાય છે તેનું કારણ છે હિંસા અને જાતીય સતામણી. દુનિયાના અનેક દેશોમાં મહિલાઓ રાજકારણમાં ઉચ્ચ સ્થાને ઓછી કે નહીવત દેખાય છે કારણ કે આજે સમાજમાં અને સોશિયલ મીડિયા પર  ટ્રોલ કરવામાં આવે છે કાં તો તેમને હિંસક રીતે સતાવવામાં આવે છે. રીતની માનસિક અને શારિરીક સતામણીથી ડરીને તેઓ રાજકારણમાં સક્રિય થવાનું ટાળે છે. જો કે રીતે મહિલાઓ સત્તા સ્થાને આવવાની હિંમત કરે તેવું પુરુષો ઈચ્છતા હોવાને કારણે મહિલાઓ સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હોય છે.
 તેમણે  દુનિયાના દરેક દેશના રાજકારણમાં સ્થિતિ હોવાનું કહ્યું હતું તો સાથે એવું પણ કહ્યું કે મહિલાઓએ હવે ચેન્જ મેકર્સ બનવું પડશે. રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય સંસ્થાઓ પુરુષો દ્વારા પુરુષો માટે ઊભી કરવામાં આવે છે. મહિલાઓએ વધુ હિંમત કેળવીને ઊંધા પ્રવાહે તરવાનું શીખવું પડશે. તો પરિસ્થિતિ બદલાશે બાકી હજી આજે પણ ગ્લોબલ એટલે કે વૈશ્વિક સ્તરે ૨૦૧૭ થી ૨૦૧૮ દરમિયાન રાજકિય સત્તા સ્થાને નેતૃત્વ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા માત્ર એક ટકો વધી છે. આજે વિશ્વભરમાં ૨૪. ટકા સ્ત્રીઓ રાજકિય કે સરકારી ઉચ્ચ સ્થાને છે. અહીં સુધી પહોંચતા તેમને ૨૫ વરસ લાગ્યા છે. ૧૯૯૫ની સાલમાં ફક્ત ૧૧ ટકા મહિલાઓ રાજકિય નેતૃત્વ સ્થાને હતી.
કેટલાક અપવાદરૂપ સફળ મહિલાઓની વાત કરવા માત્રથી પરિસ્થિતિ બદલાઈ જતી નથી. આપણા સંરક્ષણ ખાતાના પ્રધાન મહિલા હોવા છતાં લોકસભામાં કુલ સંખ્યા માંડ ૧૨ ટકા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયનમાં એના કારણોને તપાસવામાં આવ્યા કે મહિલાઓ કેમ ઓછી સંખ્યામાં સત્તા સ્થાને હોય છે. ચૂંટણી કોઈપણ દેશમાં લડવામાં આવે તેને માટે જરૂરી હોય પૈસા અને એટલે રાજકારણમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે. ૨૦૦૮ની સાલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે અભ્યાસ હાથ ધર્યો હતો તો તેમાં જાણવા મળ્યું હતું કે દુનિયામાં જેટલી પણ મહિલાઓ  ચૂંટણી લડી રહી હતી તેમાંથી ૩૦૦ જેટલી મહિલાઓએ કબૂલ્યું હતું કે ચૂંટણી પ્રચાર કરવા માટે પૈસા ઊભા કરવા તે સૌથી વધુ મોટો પડકાર હતો જે પાર કરવો લગભગ અશક્ય જેવું બની જતું હોય છે. બાબત ૨૦૧૩ના અભ્યાસમાં પણ બહાર આવી તે સમયે ૮૦ ટકા મહિલાઓને રાજકારણમાં પ્રવેશ કરવા માટે આર્થિક સહયોગ મેળવવો સૌથી મુશ્કેલ કામ લાગે છે. પાર્ટીની ઓફિસ ચલાવવા માટે નાણાં ઊભા કરવા પણ કોઈપણ દેશની મહિલાઓને માટે મુશ્કેલી ભર્યું કામ લાગે છે. આર્થિક રીતે પગભર હોય કે પુુરુષ પર નિર્ભર રહેતી મહિલાઓમાં ક્ષમતા હોવા છતાં રાજકારણથી દૂર રહેવાનું પસંદ કરતી હોય છે. 
મહિલાઓએ પોતે ફંડ ઊભું કરવું પડે ત્યારે સૌથી ઓછી મહિલાઓ રાજકારણમાં પ્રવેશી શકતી હોય છે. પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં સત્તા અને સંપત્તિ પુરુષોના હાથમાં હોય છે. એનો એક ઉપાય છે કે પબ્લિક ફંડ વ્યવસ્થા મહિલાઓને મદદરૂપ થાય. ૩૦ દેશોમાં પ્રથા દાખલ કરવામાં આવી છે. જેમાં મહિલાઓની ઉમેદવારીને આર્થિક ટેકો આપીને મદદરૂપ થતા હોય છે.  જો કે તે માટે સમાજમાં જાતીય સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો પડે છે. રીતે મહિલાઓને મદદ ત્યારે થઈ શકે છે જ્યાં પબ્લિક ફંડ વધુ હોય છે. જો કે રાજકિય માનસિકતા પણ પિતૃસત્તાક હોય તો પણ શક્ય બનતું નથી. વરસે પણ સંયુક્ત રાષ્ટ્રસંઘ અભ્યાસ હાથ ધરી રહી છે જેમાં વિશ્વભરમાંથી  ઓનલાઈન સર્વેમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. સરકાર કઈ રીતે વધુને વધુ મહિલાઓ રાજકારણમાં સક્રિય થાય અને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવે તેમાં મદદરૂપ થાય છે એવો પણ સવાલ છે. આપણે ત્યાં સરકારમાં છે પાર્ટીમાં પણ અને વિરોધ પક્ષની મોટી પાર્ટીમાં પણ મહિલા ઉમેદવારોને પાર્ટી ફંડ નથી કરી રહી તે દેખાય છે, એટલે વરસે જે કોઈપણ પાર્ટી સત્તામાં આવે પણ લોકસભામાં મહિલાઓની સંખ્યા ઓછી રહેવાની. 
સિત્તેર વરસની લોકશાહી બાદ પણ અને મહિલા વડાપ્રધાન તેમ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હોય તે છતાં સરકારમાં ઉચ્ચ સ્થાને કે રાજકારણમાં મહિલાઓની સંખ્યા નહીંવત કહી શકાય એટલી છે. મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે પણ મહિલાઓના હાથમાં સત્તા આપવામાં હજી પિતૃસત્તાક માનસિકતા આનાકાની કરે છે.  દુનિયામાં આઈસલેન્ડ મહિલાઓ માટે શ્રેષ્ઠ દેશ છે એવું કહેવાય છે. વર્લ્ડ ઈકોનોમીક ફોરમ રિપોર્ટમાં આઈસલેન્ડ જેન્ડર ગેપ ઓછો છે, આઈસલેન્ડમાં મહિલાઓને રાજકિય પ્રતિનિધિત્વમાં , આર્થિક વ્યવસાયક્ષેત્રે, શિક્ષણ અને હેલ્થમાં સરખી ભાગીદારી આપવામાં આવે છે. જ્યારે અમેરિકા બાબતમાં ૫૧(એકાવનમાં) સ્થાને છે. ૨૦૧૮માં ઈકોનોમિસ્ટ દ્વારા કરવામાં આવેલા ગ્લાસ સિલિંગ ઈન્ડેક્સમાં પણ આઈસલેન્ડ પ્રથમ સ્થાને આવ્યું હતું. તેમાં અમેરિકા જેવા વિકસિત દેશો પણ ઘણા પાછળ છે. આઈસલેન્ડમાં સ્ત્રી અને પુરુષોના પગારમાં કોઈ તફાવત નથી રાખવામાં આવતો પણ ઉચ્ચ સ્થાને મહિલાઓ સારું કામ કરી શકે છે તેનો સ્વીકાર કરાય છે એટલે તેમને પ્રસુતિ માટે પણ ચાલુ પગારે રજા આપવામાં આવે છે. તે છતાં હજી પણ મહિલાઓની સ્થિતિ કેમ વધુ સારી બને કાર્યક્ષેત્રમાં તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાં ૧૯૭૬ની સાલમાં જેન્ડર ઈક્વાલિટિ એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો છે. આપણે ત્યાં પણ બંધારણમાં સ્ત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યો છે પણ જ્યાં સુધી સમાજની માનસિકતા બદલાય ત્યાં સુધી બંધારણની કલમનો કોઈ ફાયદો નથી દેખાતો. સમાન અધિકાર બંધારણમાં લખાયેલો હોવા છતાં મોટી પાર્ટીઓ પણ મહિલા ઉમેદવારોને સત્તા સ્થાને આવવામાં સપોર્ટ કરતી નથી.   એકાદ બે સ્ત્રીઓને ખાતા આપી દેવાથી સ્ત્રી સમાનતા આવી જતી નથી. બાકીની સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. તેમને પોતાના અધિકાર માટે સતત લડવું પડતું હોય છે. તેમનામાં ક્ષમતા નથી હોતી તે કહેવું યોગ્ય નથી, એમ તો કેટલા પુરુષ ઉમેદવારો સત્તાસ્થાને પહોંચવા માટે યોગ્ય હોય છે તે સૌ કોઈ જાણે છે. કેટલાય ગુનેગાર ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપશે પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપશે નહીં. મહિલાઓ નબળી નથી ફક્ત તેમને યોગ્ય તક આપવામાં આવતી નથી. બીજું કે યુએનએ કહ્યું તેમ મહિલાઓ પાસે આર્થિક સધ્ધરતા હોતી નથી. માટે સ્ત્રી-પુુરુષને સમાન અધિકાર અને તક આપવામાં આવે તો ભવિષ્ય બદલાશે નહીં તો બસ એકાદ બે ટકા મહિલા ઉમેદવારો વધશે પાંચ વરસે અને એકાદ બે ઉચ્ચ સ્થાને મહિલાઓને આપીને બહુમતી થવા દેવી કે બરોબરીમાં સ્ત્રીઓ ઊભી રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે પિતૃસત્તાક સમાજ દ્વારા. સમાજમાં સ્ત્રીઓનો પણ સમાવેશ છે કારણ કે તેઓ પણ પિતૃસત્તાક માનસિકતાને સપોર્ટ કરતી હોય છે. 





You Might Also Like

0 comments