રામ મોરી લિખિત, વિજયગીરી બાવા દિગ્દર્શિત ‘૨૧મું ટિફિન’ ફિલ્મ જોયા બાદ એવી આશા બંધાઈ કે ગુજરાતી ફિલ્મો પણ સંવેદનશીલ વિષયને ન્યાય આપી શકે છે. રામ મોરીની વાર્તા વરસો પહેલાં નવનીત સમર્પણમાં વાંચી હતી ત્યારે પણ ગમી હતી. એ વાર્તાનું ફિલ્મમાંકન કરતી સમયે થોડો બદલાવ કરવામાં આવ્યો છે, પણ એકંદરે સારી ફિલ્મ બની છે. ફક્ત તેના અંતને બાદ કરતાં. અંત આમ કંઈ ખરાબ નથી...
- 23:49
- 2 Comments