મહિલા ક્રિકેટરોને બળવાન જુસ્સાવાન બનાવે છે આ ગુજરાતણ

22:32





 




હાલમાં ભારતની અન્ડર ૧૯ મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેડને હરાવી ટી-૨૦ વર્લ્ડ કપમાં વિક્રમી જીત હાંસલ કરી. અત્યાર સુધી આપણે ક્યારેય અન્ડર ૧૯ ટીમે આંતરરાષ્ટ્રિય મેચ રમી નહોતી. પહેલીવાર આપણી ટીમે ભાગ લીધો અને વર્લ્ડ કપ પણ જીત્યો. જીતને લીધે આપણી મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધ્યો છે. હવે સિનિયર મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા પહોંચી છે. અન્ડર ૧૯ મેચમાં ભાગ લેનારા બે પ્લેયર શેફાલી વર્મા અને રિચા ઘોષ(વિકેટ કીપર) હવે સિનિયર મહિલા ટીમમાં વર્લ્ડકપ જીતવાની ચાહ લઈ સાઉથ આફ્રિકા પહોંચી ગયા છે. ક્રિકેટ ટીમ જીતે છે તો ફક્ત પ્લેયરોને અને કોચને લોકો ઓળખતા હોય છે પણ રમતવીરોની ટ્રેઈંનિગમાં તેમનું ફિટનેસ લેવલ પણ ખૂબ અગત્યનું હોય છે. હાલની વિજેતા  અન્ડર ૧૯ ટીમના સિલેકશન પહેલાં થતી ટ્રેઈનિંગ ટીમને, તેમજ સિનિયર મહિલા ખેલાડીઓને  સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે ટ્રેઈનિંગ આપનાર ગુજરાતણ કવિતા પંડ્યા ચિત્રલેખા સાથે વાત કરતાં કહે છે કે, ‘મહિલા ક્રિકેટરો હવે ચોક્કસ નવી ઊંચાઈઓ સર કરશે.’ 

કવિતા પંડ્યા મુંબઈમાં જન્મયા અને ઊછર્યા. સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગની વાત નવી નથી પણ વિરાટ કોહલીને લીધે તેની મહત્તા વધી છે એવું કહેતાં કવિતા કહે છે કે, ‘આપણે ત્યાં ક્રિકેટ રમાતું હતું પણ ફિટનેસ કરતાં પણ પર્ફોમન્સને વધુ મહત્ત્વ અપાતું હતું. જ્યારે વિરાટ કોહલીએ સાબિત કર્યું કે સતત સારાં પર્ફોમન્સ માટે ફિટનેસનું ખૂબ મહત્ત્વ હોય છે. અને આજે વાત આખી દુનિયા સ્વીકારી રહી છે. હાલમાં મહિલા વર્લ્ડ કપ પહેલાં સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ડેન વેન નિકેર્કને વર્લ્ડ કપ ટીમમાં લેવામાં નથી આવી કારણ કે ફિટનેસ ટેસ્ટમાં તે પાસ થઈ શકી. જ્યારે ડેન વેન તો કેપ્ટન પણ હોઈ શકત સાઉથ ક્રિકેટ મહિલા ટીમની.’  

આજે મહિલા ક્રિકેટ ટીમને સરખું મહેનતાણું અને સગવડ મળી રહે છે, પણ એવા દિવસો હતા કે તેમની પાસે પહેરવાના મોજાં પણ હોય. કવિતા દિવસોને યાદ કરતાં કહે છે કે, મને યાદ છે ધરમશાલામાં ટ્રેઈનિંગ કેમ્પ હતો. ત્યાં પુરુષ ખેલાડીઓ પણ ટ્રેઈનિંગ કરી રહ્યા હતા. છોકરીઓએ પોતાના કપડાં અને ગિયર લઈને આવવાના હતા. બધાં કંઈ મોંઘા સારા કપડાં કે ગિયર લઈ શકે. જોઈ પુરુષ ખેલાડીઓએ મહિલા ખેલાડીઓને મોજાં ને અન્ય વસ્તુઓ આપી હતી. ખેર, આજે તો મહિલા આઈપીએલનું પણ આયોજન થઈ રહ્યું છે અને હવે દરેક સગવડ મહિલા ખેલાડીઓને પણ મળે છે.  યાદ રહે ભારતમાં ૧૯૭૬ની સાલમાં  મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત કરી હતી. કવિતા પંડ્યા છેલ્લા પંદરેક વરસથી સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ તરીકે સેવા આપતી એકમાત્ર મહિલા કોચ હતી. 

ફિટનેસમાં સ્ટ્રેન્થનું મહત્ત્વ સમજાવતાં કવિતા કહે છે કેકોઈપણ ક્રિકેટર જ્યારે રમતો હોય ત્યારે પોતાનું બેસ્ટ પર્ફોમન્સ ત્યારે આપી શકે જ્યારે તે શારિરીક અને માનસિક રીતે ફીટ હોય. જો ફિટનેસ હોય તો રમતી વખતે તે ઘાયલ પણ થઈ શકે છે. બોલિંગ માટે દોડતી સમયે કે ફિલ્ડિંગ કરતી સમયે કે બેટિંગ વખતે આપણે જોઈએ છે કે કેટલીક વખત ખેલાડીના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કે પછી નસ પર નસ ચઢી જાય છે. આવું ત્યારે બને છે જ્યારે એખેલાડીએ પોતાની સ્ટ્રેન્થ પર કામ કર્યું હોય. હવે આંતર રાષ્ટ્રિય મેચ હોય કે આઈપીએલ હોય દરેક ખેલાડીઓનું અંગત પ્રદર્શન જે તે ટીમ માટે કે રાષ્ટ્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. આજે તો એટલા બધા ખેલાડીઓ તૈયાર હોય છે તેમને રિપ્લેસ કરવા માટે એટલે હવે લોકોમાં ફિટનેસનું મહત્ત્વ સ્વીકારવામાં આવે છે. અહીં અમારું કામ શરૂ થાય છે. દરેક ખેલાડીની ક્ષમતા સમજીને તેમના સ્નાયુઓ અને ચરબીને મેનેજ કરવાના. રમતગમતમાં દડો વાગતાં કે પડતાં આખડતાં પણ ઘાયલ થવાની શક્યતા હોય છે ત્યારે જલ્દી રિકવરી માટે પણ ફિટનેસનું મહત્ત્વ હોય છે. પહેલાં તો છોકરીઓને ખાવાપીવાનું કન્ટ્રોલ રાખવાનું શીખવાડવું પડે. કારણ દરેક મહિલાઓને ચટપટું સ્ટ્રીટ ફુડ ખાવાનું ગમે . સ્ટ્રેન્થ માટે એક્સસાઈઝ સાથે ડાયેટ પણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. તે સમજવું પડે.’ 

ક્રિકેટની રમતમાં ટેકનિક શિખવાડવા માટે  કોચ તો હોય પણ ફિટનેસ માટે સ્ટ્રેન્થ અને કન્ડિંશનિંગ કોચ, ન્યુટ્રિશિયન તેમજ ફિજિયોથેરેપીસ્ટ પણ જરૂરી હોય છે. કવિતા પંડ્યાએ  ૨૦૧૦થી ૨૦૧૭ની સાલ સુધી બીસીસીઆઈ અને ૨૦૦૯થી ૨૦૧૯ સુધી મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે મહિલા ક્રિકેટ ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિંશનિંગ કોચ તરીકે કામ કર્યું છે. દરમિયાન આખીય ટીમના ફિટનેસ ઉપરાંત ન્યુટ્રીશયનનું પણ ધ્યાન રાખ્યું છે. બીસીસીઆઈમાં ત્રણ ટી ૨૦ વર્લ્ડ કપ, ત્રણ ઓડીઆઈ વર્લ્ડ કપ અને અનેક નાની મોટી સિરિઝમાં મહિલા ક્રિકેટ ટીમને સતત કોચ કર્યાં છે. સિવાય તેમણે  આંતરરાષ્ટ્રિય બંગલાદેશ અને યુએઈની ટીમના સ્ટ્રેન્થનિંગ અને કન્ડિંશનિંગ કોચ તરીકે સેવા આપી છે. ઉપરાંત અનેક રાજ્યોની ટીમને તેમ છત્તીસગઢના સિનિયર ક્રિકેટર બોયઝને પણ કોચ કરી ચૂક્યા છે. 

કવિતા પ્રોફેશનમાં કઈ રીતે આવી ? તેના જવાબમાં કવિતા કહે છે કે, ‘ હું પોતે એથ્લેટ રહી ચૂકી છું. હું રનર હતી. સાચું કહું તો આજે હું જે છું  એમાં મારી માતા નિર્મલા અને પિતા અલખનિરંજનનો ઉછેર અને સપોર્ટ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમણે મને સ્પોર્ટસ લેવા માટે પ્રોત્સાહિત કરી છે એટલું નહીં તેમનું કહેવું હતું કે મારે ખૂબ મહેનત પણ કરવી જોઈએ. બાળપણમાં મારી માતાએ મારા વાળ નાના રાખ્યા હતા કારણ કે સ્પોર્ટસમાં વચ્ચે આવે. એક છોકરીની જેમ નહીં પણ એમ કહોને એક વ્યક્તિ તરીકે મને ઉછેરી. મને લોકો ટોમબોય કહેતાં. દોડવામાં હું ખૂબ કાબેલ હતી પણ એમાં ખૂબ સ્પર્ધા હોય છે. મને એશિયન લેવલે દોડવા માટે કોચિંગ કેમ્પ માટે પસંદ કરવા આવી હતી તે સમય હું ટોમબોય જેવી દેખાતી હતી અને મારું પર્ફોમન્સ સારું હતું એટલે કેટલાકે ફરિયાદ કરી કે છોકરી છે કે નહીં તેની ટેસ્ટ કરાવો. તે સમયે ફેમિનિટી ટેસ્ટ શું છે તેની મને જાણ નહોતી. મારો ફિજિકલ ટેસ્ટ કરાવવા હોસ્પિટલ જતી સમયે કોચ મને વારંવાર પૂછી રહી હતી કે મને પિરિયડ્સ તો આવે છે ને? રેગ્યુલર આવે છેને? મને સમજાતું નહીં કે આવા સવાલો શું કામ પૂછે છેસારું છે કે મને સમજાયું નહીં ત્યારે જો ખબર હોત તો ફ્રસ્ટ્રેશન આવત. કદાચ આજે છું ત્યાં પહોંચી શકત.(કવિતાએ પંજાબ નેશનલ ગેમ્સમાં ૧૦૦ એને ૨૦૦ મીટર દોડ, ફેડરેશન કપ, હૈદરાબાદ નેશનલ ગેમ્સ ઓપન નેશનલ્સમાં  ગોલ્ડ મેડલ મેળવ્યા છે) કોચિંગમાં મારી સાથે અનેક સતામણી થઈ હતી પણ મારા માતાપિતાના સપોર્ટથી ટકી રહેતી. નસીબ આડું કે એશિયન ગેમમાં મારું પસંદગી થઈ પણ ત્યારે ટાઈફોઈડ થતાં હું જઈ શકી. મારે બદલે જે છોકરીને મોકલી તેને ગોલ્ડ મળ્યો હતો. ખેર, ત્યારબાદ મને મારા ભાઈએ સલાહ આપી કે કહ્યું કે મારે  ફિટનેસમાં કારર્કિદી બનાવવી  જોઈએ. એટલે બીએ વીથ હ્યુમન સાયકોલોજી સાથે મેં ફિટનેસ ટ્રેઈનિંગ કોર્સ કે ઈલેવન મુંબઈ એકેડમીમાંથી કર્યો. સ્પોર્ટિંગ સ્પિરિટ, મુંબઈમાંથી સ્પોર્ટસ સાયન્સમાં સર્ટિફિકેટ કોર્સ પણ ૨૦૦૮માં કર્યો. ત્યારબાદ નેશનલ ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈમાંથી સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગના લેવલ - અને - પાસ કર્યા. હું સતત મારી જાતને તૈયાર કરતી રહું છું. એટલે ૨૦૧૮માં વેઈટલિફ્ટિંગ વર્કશોપ કરી અને દુબઈથી સર્ટિફાઈડ ફંકશનલ સ્ટ્રેન્થ કોચ માટે લેવલ અને પણ પાસ કર્યા. શાળામાં મારી સાથે જે છોકરીઓ સ્પોર્ટસમાં હતી તેમના માતાપિતાએ સ્પોર્ટસમાં બહુ આગળ વધવા દીધી તેઓ આજે મળે છે તો કહે છે કે તારી જેમ અમારા માતાપિતા સમજદાર હોત તો અમે પણ આગળ વધી શક્યા હોત. આજે માતાપિતા છોકરીઓને સ્પોર્ટસ માટે પ્રોત્સાહિત કરે છે તે જોઈને સારું લાગે છે.’



કવિતા પંડ્યા હાલ ૩૮ વરસના છે તેમના અંગત જીવન વિશે જાણવા જ્યારે સવાલ કર્યો કે લગ્નનું શું? પરણીત છે? તો કવિતા આછું હસતાં ના પાડે છે તો તરત સવાલ પૂછાઈ ગયો કે કેમ? તો કહે કે, ‘ ખરું કહું તો કામમાં એટલી ઓતપ્રોત હતી કે લગ્ન વિશે વિચારવાનો સમય મળ્યો. અને આજે વિચારતાં લાગે છે કે સારું થયું કે લગ્ન થયાં. તો કદાચ આટલું કામ પણ કરી શકત. ક્રિકેટ ફિલ્ડમાં મોટાભાગની મારી મૈત્રિણીઓ અપરિણીત છે અથવા તેમનાં ડિવોર્સ થઈ ગયા છે. પુરુષો લગ્ન પહેલાં ગમે તેટલું કહે કે તેઓ સપોર્ટ કરશે પણ હકીકતમાં એવું બનતું નથી. થોડો સમયમાં કહે છે કે હવે કેટલું રમવું છે?  એની વે લગ્ન  કરવા એવું નથી પણ હજુ સુધી કોઈ મળ્યું નથી એવું એમ કહી શકાય. (મિથાલી રાજ- ઉંમર ૪૦, ઝૂલન ગોસ્વામી- ૪૦ બન્ને અપરિણીત છે)     


કવિતાએ મિથિલા રાજ અને ઝુલન ગોસ્વામીને પણ ટ્રેઈન કર્યા છે તો તેમના જીવન પરથી બની રહેલી ફિલ્મની હિરોઈનોને પણ કવિતાએ ટ્રેઈન કર્યાં છે. ફિલ્મના રોલ માટે તાપસી અને અનુષ્કાને પણ સ્ટ્રેન્થનિંગ ટેકનિક માટે કોચ કર્યાં છે એટલું નહીં. ઝુલન ગોસ્વામીના જીવન પર બની રહેલી છકડા એક્સપ્રેસમાં તો  કોચની ભૂમિકામાં પરદા પર જોવા મળશે.












You Might Also Like

0 comments