તુમ કો દેખા તો યે ખયાલ આયા

02:15

 



ડિગ્રી કોલેજમાં પગ મૂક્યો તે સમયે સાથ સાથ ફિલ્મ  રિલિઝ થઈ હતી. એક તો એમાં ગમતાં અદાકારો અને અમારી લાગણીઓને વ્યક્ત કરતાં ગીતો. એમાં તુમકો દેખા તો યે ખયાલ આયા…. ” ગીત તો આજે પણ દિવસોની યાદો તરોતાજા કરી જાય છે. ત્યારબાદ આઠેક વરસે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો ને અનેક મનગમતા કલાકારોને મળવાનું બનતું રહ્યું. એમાં પણ જગજીત સિંહને મળવાનું બન્યું ત્યારે મારી ખુશીનો પાર નહોતો. મિડ-ડે માટે એમનો ઈન્ટરવ્યુ કરવાનો હતો. જગજીતજીને કહ્યું કે મારે તમારી સાથે ઓફ્ફબીટ વાતો કરવી છે. તમે સારા ગઝલગાયક છો સૌ કોઈ જાણે છે, પણ તમે સિવાય બીજું શું છો? એની વાત કરવી છે. એમણે મખમલી અવાજમાં કહ્યું, “ તો ફિર આપકો સુબહ જલ્દી આના હોગા, સાત બજે રેસકોર્સ પર જાઈએ. વહાં મેં મોર્નિંગ વોક પર જાતા હું.  હો પાયેગા?”  હાસ્તો જગજીત સિંહને મળવા અંધેરીથી સવારે વાગ્યે શું ચાર વાગ્યે પણ પહોંચી જાઉં. બીજે દિવસે સવારે સાત વાગ્યે પહોંચી તો આછું પીળું ટીશર્ટ અને સફેદ ટ્રેક પેન્ટ, જૂતાં સાથે જગજીતજી રાહ જોતા હતા. ફોટોગ્રાફર પણ આવ્યો હતો. વાત કરતા કરતા થોડા ફોટા પડાવ્યા અને પછી અમે ચાલતા ચાલતા વધુ વાતો કરી. જગજીત સિંહને ઘોડાઓનો શોખ હતો. એમની પાસે એકાદ બે ઘોડા પણ હતા જે રેસિંગમાં ઉતરતા. ઘોડા સાથે થોડો  સમય વીતાવવો તેમને ગમતો. એમના ઘોડા ક્યારેક જીતી પણ જાય છે કહેતાં હસી પડ્યા હતા. સિવાય એમને ફરવાનો અને શોપિંગ કરવાનો ગાંડો શોખ હતો. તેમને પ્રાણીઓ ગમતા એટલે જંગલોમાં ફરવા જવું ખૂબ ગમતું. આફ્રિકમાં સફારી કરવા જવું તેમને ગમતું. ખરીદી વિશે વાત કરતાં મારી સામે જોઈને કહે, આપ માનોગેં નહીં પર મેં સ્ત્રીઓ કો પીછે છોડ દૂં. સિવાય પણ ઘણી વાતો થઈ. આજે બહુ યાદ નથી અને આર્ટિકલની કોપી પણ મળતી નથી. 

પછી મને કહે ચલો ચાય પીતે હૈ. ચલને કે બાદ મેં દોસ્તો કે સાથ થોડી દેર બેૈઠ કે ચાય પીતાં હું. રેસકોર્સની એક હોટલમાં અમે પહોંચ્યાં તો પુનિત ઈસ્સાર અને બીજા ચારેક સ્ત્રી પુરુષો બેઠાં હતાં ટેબલ પર જઈને અમે બેઠાં. એમણે મિત્રોની ઓળખ કરાવી અને કહે મેં ચાય નહીં પર હર્બલ ટી પીતાં હું આપ કો ચલેગી? તેમણે હર્બલ ટીમાં લીંબુ નીચોવી ચા બનાવી મને પણ આપી અને પોતે પીધી. પછી ઘરે જતાં પહેલાં ગાડીમાં મને મહાલક્ષ્મી સ્ટેશન મૂકવા આવ્યા. તે સમયે મેં સહજ કહ્યું આપકો ભગવાન સે શિકાયત નહીં હોતી કે વિવેકકો ઈતની છોટી ઉંમરમેં લે લિયા. થોડી ક્ષણ ચૂપ રહી બોલ્યા, “દુખ તો હોતા હૈ પર ભગવાનહી તો હૈ જો દુખ સહેન કરનેકી હિંમતભી દેતા હૈ. બસ, જીતના હો શકે સહજ જીવન જીને કી કોશિષ કરની હોતી હૈ.” 

પછી ફરી એકવાર કોઈ હોસ્પિટલની પ્રેસ કોન્ફરન્સમાં તેમને મળવાનું બન્યું. સામે ડાયસ પર બેઠા હતા. હોસ્પિટલને લગતી વાતો ચાલતી હતી. બોરિંગ પ્રેસ કોન્ફરન્સ હતી. મારી સામે જગજિત સિંહ બેઠા હતા એટલે ધ્યાન ગયું કે તેઓ પ્રેસ કોન્ફરન્સના કાગળ પર કઈ ચીતરી રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈને તેમને મળવા ગઈ ત્યારે કહ્યું કે આપ કુછ ડ્રોઈંગ કર રહે થે? તો કાગળ બતાવતા કહે , ઐસે મેં ઔર કરે ભી ક્યાં? મેં કહ્યું કાગળ મને આપી દો તમારી સહી કરીને. તેમણે હસતા હસતા એના પર પેન્સિલથી સહી કરી જગજીત હુસૈન અને મને આપ્યો. કાગળ મારી પાસે છે, એનો ફોટો અહીં મૂકું છું. પછી ગુલઝાર સાથેની પ્રેસ કોન્ફરન્સમાં છેલ્લે મળી હતી. જો કે ગઝલો દ્વાર વારંવાર મન થાય ત્યારે આજે   મળીએ છીએ. અસ્તુ 

You Might Also Like

0 comments