­
­

તમારા વિચારો બદલો શાંતિ પ્રાપ્ત કરો. 26-9-12

હાવર્ડ મેડિકલ સ્કુલમાં મગજની રચના અને તેની કાર્ય પધ્ધતિ પર સંશોધન કરનાર ડૉ જીલ બોલ્ટે ટેલરને કલ્પના પણ નહોતી કે તેઓ મગજની રચનાને ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ સમજી શકશે. અનુભવી શકશે.વર્કોહોલિક , મગજના એક્સપર્ટ ડૉ જીલ બોલ્ટ ટેલરે એક સવારે પોતાના મગજને પોતાની વિરુધ્ધ વર્તતું જોયું ત્યારે એક એવા વિશ્વનો પરિચય થયો. જીલ ટેલર એ બાબતે પોતાને ભાગ્યશાળી માને છે...

Continue Reading

વૈભવી જીવનમાંથી જરુરિયાત પુરતી જીવન શૈલી તરફની યાત્રા 19-9-12

ટોમ શેડિયાક હોલીવુડનો સફળ  અબજપતિ ડાયરેકટર છે. તેણે બ્રુસ અલમાઈટી , ધ નટ્ટી પ્રોફેસર જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બનાવી છે. તેની પાસે એક જમાનામાં 17 હજાર સ્કેવરફીટનો બંગલો, લકઝુરિયસ કાર , પોતાનું ખાનગી વિમાન હતું. કોઈપણ વ્યક્તિની કલ્પનાનું સુંદર જીવન તે વ્યતીત કરી રહ્યો હતો. પણ ટોમનું કહેવું છે કે જીવનમાં દરેક સુખસગવડો છતાંય કશુંક ખુટતું હોવાની લાગણી સતત અનુભવાતી હતી. જીવનમાં સભરતા...

Continue Reading

આસમાનમાં તારા ખરતા જ નથી ઊગે પણ છે. 18-9-12

સુનિતા વલિયમ્સ પંડ્યા એ આસમાનનો એવો સિતારો છે જે આપબળે પ્રકાશે છે. ગઈ 15મી જુલાઈના રશિયન સુયેજ રોકેટ ધ્વારા બીજીવાર અવકાશમાં ગયેલી સુનિતા વિલિયમ્સનો આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરના જન્મદિવસ છે. સુનિતાએ હજી ગયા મહિને જ અવકાશમાં 44 કલાક અને 2 મિનિટ ચાલીને સ્પેસ વોક માટે  રેકોર્ડ નોંધ્યો છે. ગુજરાતી પિતા અને સ્લોવેનિયન માતાની  પુત્રી સુનિતા.  અમેરિકામાં જન્મેલી સુનિતાના પિતા ગુજરાતના ઝુલાસણ ગામના...

Continue Reading

બરફી પણ અંગ્રેજી ફિલ્મોની કોપી પણ સારું એડપ્શન

અનુરાગ બસુની ફિલ્મ બરફી જોતાં ફ્રેશ વિષય , સુંદર અભિનય અને અદભૂત કટસ જોતા હોય તેવો આનંદ થયો. પરંતુ, અડધો એક કલાક બાદ જે દ્રશ્ય આવ્યું તે જોઇને બોલી જવાયું અરે આતો નોટબુકનું દ્રશ્ય.. એટલું જ નહીં તેના ડાયલોગ પણ ડિટ્ટો ટ્રાન્સલેશન... પછી તો  1993ની સાલમાં બનેલી જ્હોની ડેપ  અને મેરી સ્ટુઅર્ટ અભિનિત બેન્ની એન્ડ જુન પણ યાદ આવવા લાગી. અને છેલ્લે વળી...

Continue Reading

હિંસક માહોલ વચ્ચે ય જીવી શકે પ્રેમ 12-9-12

અફઘાનિસ્તાનમાં તાલિબાન, મુજાહિદ્દીનોની લડાઈ અને તેમના હિંસક રાજમાં એક વિદેશી વ્યક્તિ દરેકનો પ્રિય છે. આલ્બર્ટો કેરો. મૂળ ઇટલીના તુરિન ગામનો બહુ જાણીતો વકિલ હતો. પણ બાળપણથી રિહેબિલીટેશન સેન્ટરો સાથે કામ કરવાનું સપનું સેવેલું . હાલ 58 વરસના આલ્બર્ટો અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રેડક્રોસ ધ્વારા સંચાલિત ઓર્થોપેડિક સેન્ટર માટે ફિજીયોથેરિપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. વરસના લગભગ 6000 દરદીઓ આ સેન્ટરની મુલાકાત લેવા વ્હિલચેરમાં કે...

Continue Reading

કોને માટે જીવવાનું ? 5-9-12

ગયા વરસે ઈટ, પ્રે, લવ નામની અંગ્રેજી  ફિલ્મ રજુ થઈ હતી. તેમાં જુલિયા રોબર્ટ હતી. અને તેમાં ભારત પણ હતું. આ ફિલ્મ એલિઝાબેથ ગિલર્બટના બેસ્ટ સેલર પુસ્તક ઇટ, પ્રે, લવ  પરથી  બની છે. એલિઝાબેથે આ પુસ્તક ફિલ્મ માટે નહોતુ લખ્યું પણ તેના શબ્દોમાં જોઈએ તો , હું જીવનની સમસ્યાઓથી એટલી ઘેરાયેલી હતી કે તેમાંથી બહાર નીકળવા માટે મેં લખવાનો સહારો લીધો. મેં આ...

Continue Reading

મારા સપનાનું જીવન જીવી – મેજર પ્રિયા જિંગન

હું નસીબદાર છું કે દશ વરસ સુધી  મારા સપનાનું જીવન જીવી શકી. ખૂબ જ  ગર્વ સાથે નિવૃત્ત મેજર પ્રિયા જિંગન ઉન્નત મસ્તક સાથે વાત કરે છે. આજે ગેંગટોકમાં પોતાના પતિ અને દીકરા સાથે રહેતા પ્રિયા પ્રથમ મહિલા હતી જેમણે ભારતીય લશ્કરમાં ઓફિસર તરીકે પ્રવેશ કર્યો હતો. ફક્ત પુરુષોનું ક્ષેત્ર ગણાતી લશ્કરની રફટફ જીંદગીમાં મહિલાઓના પ્રવેશ માટે વિચાર કરવામાં નહોતા આવતો. પોલીસ ઓફિસરની દીકરી...

Continue Reading

ભારતીય ટી અરોમા અને કોન્ટિનેટલનું કોમ્બિનેશન 4-9-12

મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની બહાર નીકળતા જમણા હાથે આવેલ બીજું મકાન રેશમ ભવનમાં છેલ્લા 65 વરસથી ભારતીય ટી બોર્ડનું ટી સેન્ટર છે. આ જગ્યાનું નામ જ ટી સેન્ટર આ એક ઐતિહાસિક જગ્યા પણ છે કારણ કે અહીં જવાહરલાલ નેહરુ સહિત અનેક વિભૂતિઓ આવી ચુકી છે. પહેલાં તો અહીં ફક્ત ચા જ પીરસવામાં આવતી. લાંબા કાળા સોફા અને ભારતની દાર્જિલીંગ, નીલગીરીની ઊચ્ચ ગુણવત્તા સહિતની અનેક...

Continue Reading