­
­

લુઝર ડાયરી -2

ડાયરીનું એક પ્રકરણ લખાયા બાદ મને અનેક જણાએ કહ્યું કે નકારાત્મક વિચારવાની આદત સારી નહીં. ફેસબુક ઉપર પણ મને મિત્રોએ સલાહ આપી યાત્રા મહત્ત્વની છે પડાવ નહીં. છેલ્લા બે વરસથી હું મારી જાત સામે હારી ગઇ હતી. બહારથી ગમે તેટલી ઉત્સાહીત રહેતી પણ શરીરથી હારી જતી હતી. બીજા કોઇને બતાવવા માટે નહીં કે લોકોની ચિંતાને કારણે પણ આવું નહોતી અનુભવતી. આપણને સૌદર્ય જોવું...

Continue Reading

મારો પ્રથમ હાસ્ય લેખ -પત્નિને પગાર મળશે

(ઉત્સવ 2012 દિવાળી અંક દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ) રોજ સવારમાં છાપા આવે કે અમે પતિપત્ની અમને ગમતા સમાચારો વાંચવામાં ચા પીતા પીતા પરોવાઈ જઇએ. ક્યારેક આવે પત્ની પિડીત પતિઓની સંસ્થા વિશે તો પતિદેવ તરત જ એ સમાચાર મોટેથી વાંચે અને ટિપ્પણી કરે કે મારે ય આમાં સભ્ય થઈ જવું છે. આ સંસ્થાનો ફોન નંબર પછી ગોતી દેજે ને.... વાત સાંભળતા જ અમારું ડિફેન્સ મિકેનિઝમ...

Continue Reading

ઉદાસીમાં પરોવાયેલી યાદ....26-11-2008

26-11નો બોમ્બ બ્લાસ્ટની તસવીરો વારંવાર જોયા બાદ અને તે સમયે એ પરિસ્થિતિનું રિપોર્ટિગ કર્યા બાદ ફરીથી લખવાનું મન નહોતું થતું. પણ આજે યાદ આવે છે એ માહોલ, ભય અને પોતાની ગોળીઓના અવાજ,ગોળીના નિશાન... 26-11ના રાતના લોકોના એસએમએસ અને ફોનથી મુંબઇ એટેકના સમાચાર મળતા ટીવી ઓન કરી લાઇવ રિપોર્ટિંગ જોયું. હેમંત કરકરેના મૃત્યુની ઘટના અને કસાબને પકડવાની ઘટના ઊચ્ચક જીવે જોયા કર્યું. બીજા દિવસે...

Continue Reading

લુઝર ડાયરી - 1

વજનના કાંટા પર ચઢીને પ્રાર્થના કરવાનું મન થાય કે વધારે આગળ ન જાય.... પણ પ્રાર્થના કરવા માત્રથી દરેક બાબતનો ઉકેલ નથી આવતો. જ્યારે જ્યારે મને કોઇ કહે કે વજન વધારે તો નથી વધી ગયું ને ? ત્યારે થોડા દુખ સાથે કહેવાતું ના રે ના... ઊલ્ટાનું ઓછું થયું છે. પણ ખબર તો હોય જ કે આ બાબત સાચી નથી. જ્યારે આયનામાં જોઉં ત્યારે મને...

Continue Reading

નવી શરુઆત કરીએ....

આજે નવું વરસ દરેક વાચકમિત્રોને મારા સાલમુબારક...અને નવા વરસની શુભેચ્છાઓ...  આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પુરતો હોય છે. દરેક પળ નવી હોય છે પરંતુ, જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. ક્યારેક એક પળ જીવનમાં એવી આવે છે કે જીવન નવેસરથી શરુ થતું હોય તેવું લાગે છે. તોવળી  કેટલાક વ્યક્તિત્વો એવા હોય છે કે...

Continue Reading

પ્રેમ પર્યાવરણ માટે....

મનુષ્યનું ચિત્ત અથવા વિચાર જેવા બને છે  તેવા જ તેના પ્રાણ અથવા જીવન બને છે. ઋષિ પિપ્પલાદે પ્રશ્નોપનિષદ. આ વાક્ય હજારો વરસો પછી પણ આજે પણ એટલું જ અસરકારક જણાય છે. આજે કુદરતી જીવન જીવવાની વાત દૂર રહી આસપાસમાં કોઇ ઝાડ કપાય તો પણ આપણું રુંવાડું નથી ફરકતું. ત્યારે મુંબઈમાં જન્મેલો અને ઉછરેલો છોકરો બિક્રેશ સિંઘ મોટો થઇને ગ્રીન પીસ સંસ્થા સાથે જોડાય...

Continue Reading