­
­

બદલાવ આવી રહ્યો છે...26-2-13

ફેબ્રુઆરીની 10મી તારિખે ત્રિવેન્દ્રમની મહિલા કોલેજમાં ડૉ રજીતકુમાર ભારતમાં છોકરીઓએ કઇ રીતે રહેવું જોઇએ.. વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા. વ્યાખ્યાનમાં રજીતકુમારે એવી કેટલીક વાતો કહી કે શ્રોતામાં બેઠેલી વિદ્યાર્થીની આર્યાથી સહન ન થઈ. તેને નવાઈ લાગી કે જાતિય ભેદભાવ પૂર્ણ આ વ્યાખ્યાન સાંભળતી અન્ય વિદ્યાર્થીઓએ કેમ વાંધો ન ઊઠાવ્યો પણ ખેર આર્યાએ પોતાનો વિરોધ નોંધાવ્યો એટલું જ નહીં તેણે હ્યુમન રાઈટસમાં ફરિયાદ...

Continue Reading

રોકિંગ વિમેન આજની નારી 19-2-13

  આજની નારી ચાંદ સિતારાને અડી આવે પણ જ્યારે તે નવો ચીલો ચાતરવા માગે ત્યારે તેના દરેક માર્ગને રુંધવાનો પ્રયાસ થતો રહે છે. આજે પણ સતત પોતાની ઓળખ સ્થાપિત કરવા મથતી નારીએ પોતાનો અવાજ રુંધવો પડે છે. કાશ્મીરવેલીમાં આંતકનો ઓછાયો વરસોથી લોકોને ગભરાવી રહ્યો છે ત્યારે ત્યાંથી એક આશાનું કિરણ સંગીતરુપે ફુટે છે. પ્રગાસ (જેનો અર્થ થાય અજવાસ) નામે ગર્લ બેન્ડ હજી પોતાના...

Continue Reading

કંઇક કરવાની મહેચ્છા માટે ભણતર જરુરી નથી.6-2-13

ખૂબ બધા પૈસા કમાવવા... અને પછી ધર્માદામાં થોડાઘણા રુપિયા આપવા આ એક રસ્તો છે જે આપણામાંથી મોટાભાગના અપનાવે છે. બીજો એક રસ્તો છે તે ભાગ્યે જ કોઇક અપનાવે છે કે બહુ પૈસા કમાવવાની ઇચ્છા ન રાખવી. શક્ય હોય તો પણ સંગ્રહ કરવાની કોઇ ઇચ્છા ન રાખવી. કોઇમ્બતુરનો અરુણાચલમ મુરુગન્થમે આ બીજી રીતની જીવનશૈલી અપનાવી છે. તે ધારત તો મોટો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ બની શકત અને લાખો...

Continue Reading

નવો ચીલો ચાતરીશું....આજની નારી 5-2-13

એકવીસમી સદીમાં પણ નારીની સ્થિતિ જો સુધરતી ન હોય તો તેને માટે જવાબદાર સમાજની સાથે નારી પોતે પણ છે. કારણ કે આજે દ્રઢ મનોબળ હોય તો કોઇ પણ નારી પોતાનું જીવન પોતાની રીતે ઘડી શકે છે. શિક્ષણ અને સમાજનો કેટલોક જાગૃત વર્ગ હિંમત કરનારની પડખે સહાયક બનીને ઊભો રહેવા તૈયાર હોય છે. મુંબઈ,અમદાવાદ  જેવા શહેરોમાં ભણેલી ગણેલી અનેક યુવતીઓને ઊચ્ચ શિક્ષણ મળતું હોવા...

Continue Reading

વન બિલિયન રાઈઝિંગ -આજની નારી 29-1-31

  જો તમે દૂરદર્શન જોતા હો તો વન બિલિયન રાઈઝિંગની જાહેરાત જોઇ હશે. દુનિયાભરમાં સ્ત્રી પર થતાં જાતીય સતામણી અને બળાત્કારના વિરોધમાં 14મી  ફેબ્રુઆરીએ લોકો રસ્તા પર આવીને  નૃત્ય ધ્વારા એકત્વની લાગણી વ્યક્ત કરશે. આ હાકલ સ્ત્રીઓ પર થતાં જાતીય હુમલાને વખોડી કાઢવા માટે જ નહીં પણ તેનો નક્કર વિરોધ નોંધાવવા માટે છે. દિલ્હીમાં થયેલ અમાનુષી ગેંગ રેપ બાદ લોકો જેમ રસ્તા પર...

Continue Reading

મર્યાદાઓને ઓળંગીને મુક્તમને વિચારો 30-1-13

આપણે જે નથી કરી શકતા તે જો અન્ય કોઇ કરે તો તેને આપણે હીરો ગણીએ છીએ. દરેક વ્યક્તિએ પોતાની મર્યાદા બાંધી લીધી હોય છે. એટલે જ્યારે  કેટલીક વ્યક્તિઓ પોતાની મર્યાદાઓને ઓળંગીને કંઇક આગળ વધે છે તો તે આપણે માટે પ્રેરણાસ્રોત બની જાય છે. અહીં આ કોલમમાં આપણે સતત એવી વ્યક્તિઓની વાતમાંથી પ્રેરણા લઈને આપણે પોતાની બાંધી દીધેલી મર્યાદાઓમાંથી થોડાઘણા અંશે પણ મુક્ત થવાના...

Continue Reading