કંઇક કરવાની મહેચ્છા માટે ભણતર જરુરી નથી.6-2-13

21:16



ખૂબ બધા પૈસા કમાવવા... અને પછી ધર્માદામાં થોડાઘણા રુપિયા આપવા આ એક રસ્તો છે જે આપણામાંથી મોટાભાગના અપનાવે છે. બીજો એક રસ્તો છે તે ભાગ્યે જ કોઇક અપનાવે છે કે બહુ પૈસા કમાવવાની ઇચ્છા ન રાખવી. શક્ય હોય તો પણ સંગ્રહ કરવાની કોઇ ઇચ્છા ન રાખવી. કોઇમ્બતુરનો અરુણાચલમ મુરુગન્થમે આ બીજી રીતની જીવનશૈલી અપનાવી છે. તે ધારત તો મોટો ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ બની શકત અને લાખો રુપિયા કમાઈ શકે તેમ છે. પરંતુ, એનું માનવું છે કે પૈસાની પાછળ ન ભાગવું કારણ કે તેનાથી કોઇનું ભલું થતું નથી.
સ્કુલ ડ્રોપ આઉટ અરુણાચલમે દશેક વરસ પહેલાં લગ્ન કર્યા અને તેને સમજાયું કે પૈસાના અભાવે તેની પત્નિ અને બહેન માસિક સમયે સેનિટરી પેડના બદલે ગંદા કપડાંનો વપરાશ કરતી હતી. કારણ કે મલ્ટિનેશનલ કંપનીઓના સેનિટરી પેડની કિંમત જેટલું તેમના ઘરનું દૂધનું બજેટ હતું. આ સાંભળીને તેને વિચાર આવ્યો કે શા માટે આપણે સસ્તા સેનિટરી પેડ ન બનાવી શકીએ ?  જેથી કરીને તેમના જેવી ગરીબ ઘરની સ્ત્રીઓએ સ્વાસ્થપ્રદ ન હોય તેવા કપડાંઓનો ઉપયોગ ન કરવો પડે. સ્કુલ ડ્રોપ આઉટ અરુણાચલમે સેનિટરી પેડ બનાવવા માટે સંશોધન કરવા માંડ્યુ. તે માટે એને વોલિન્ટિયરની જરુર હતી. પત્નિ અને બહેનો સિવાય આવા કામ માટે કોઇમ્બતુરમાં કોણ તૈયાર થાય જો કે થોડો વખતમાં જ તેની પત્નિ અને બહેનોએ તેને સહકાર આપવાનું બંધ કર્યું. એટલે તેણે પોતે સેનિટરી નેપકિન વાપરવાનું નક્કી કર્યું. તે કમર પર એક બોટલમાં પ્રાણીઓનું લોહી ભરીને રાખતો. અને ચાલતી સમયે કે સાયકલ ચલાવતી સમયે તેમાંથી થોડું થોડું લોહી નળી ધ્વારા નેપિકનમાં પ્રવાહિત કરતો. અરુણાચલમ કહે છે કે સેનિટરી નેપકિનનો કોઇ પુરુષોએ સ્પર્શ પણ નહીં કર્યો હોય પણ તેને વાપરનાર તો હું દુનિયાનો પહેલો પુરુષ હોઇશ. મારા તે અનુભવ બાદ હું દર મહિને આવા અરાજક અનુભવોમાંથી પસાર થતી દરેક મહિલાઓને હું વંદન કરું છું.
અનેક મુસીબતો બાદ હું જાણી શક્યો કે સેનિટરી પેડમાં ક્યું મટેરિયલ ઉપયોગી છે અને મોટેભાગે વપરાય છે. ત્યારબાદ મારે મશીનરીની જરુર હતી પણ તે લાખો રુપિયાની મશીનરી હું ખરીદી શકું તેમ નહોતો, એટલે મેં સાદું સરળ અને ઓછા ખર્ચવાળું મશીન બનાવવાનું નક્કી કર્યું. તેમાં ચાર વરસ લાગ્યા. આ મશીન મેં એટલું સાદુ ને સરળ બનાવ્યું કે ગામડાની કોઇપણ મહિલા આ મશીન પોતાના ઘરમાં વાપરીને સેનિટરી પેડ બનાવવાનો ઉદ્યોગ શરુ કરી શકે.
અરુણાચલમ ધારતતો આ મશીનને પેટન્ટ કરાવી સકત પણ ના અરુણાચલમ સમાજને ઉપયોગી થવા ઇચ્છતો હતો. લાખો મહિલાઓ જે પૈસાને અભાવે અસ્વાસ્થ્યકર કપડાંનો ઉપયોગ કરે છે તે ન કરે અને સેનિટરી પેડનો ઉપયોગ કરી શકે એ ઉદ્દેશ માત્ર તેના મનમાં હતો. તેણે મશીનની રચના અને ઉપયોગીતા ઇન્ટરનેટ પર દરેકને ઉપયોગી થાય તે માટે વગર પૈસે મૂકી દીધું. જ્ઞાનતો વહેચવાનું હોય તેનો પૈસા કમાવવા માટે ઉપયોગ ન કરવાનું તેણે નક્કી કર્યું. ગામડાની સ્ત્રીઓને તે લગભગ મફતમાં મશીનરી પૂરી પાડે છે. જેથી તે મહિલા પોતાની રોજીરોટીતો કમાઈ જ લે સાથે સસ્તા ભાવે પોતાના વિસ્તારમાં સેનિટરી નેપકિન પૂરા પાડી શકે. અત્યાર સુધીમાં ભારતભરમાં 600 જેટલા મશીનો તેણે આપ્યા છે.
અરુણાચલમ ધારતતો પોતે ઉદ્યોગપતિ બની શક્યો હોત પણ એવી તેની કોઇ મહ્ત્વકાંક્ષા નથી. એને આનંદ છે કે ભણેલા ગણેલા મોટી ડિગ્રી ધારકો જે કામ ન કરી શક્યા તે કામ તેણે કર્યું.આજે તેને આઇઆઈએમમાં  મહેમાન વક્તા તરીકે  બોલાવવામાં આવે છે. અરુણાચલમનું જીવન જોઇને વિચાર આવે કે આજે લાખો રુપિયા આપીને જેઓ એન્જિનયરિંગનો ઉચ્ચ અભ્યાસ કરી શકે છે તેઓ સમાજ માટે આવી કેટલી શોધ કરે છે ?આવો પ્રશ્ન સહેજે મનમાં ઊઠે. 

You Might Also Like

1 comments

  1. Mare ghre bedha paisa kamavva se plZ help me im painter whatsapp 9624694270

    ReplyDelete