­
­

મોઢું બંધ રાખવું જોઇએ ?24-6-14

એક બહુ મોટાગજાના કલાકાર તેમના ઘરે જવાનું થયું સાથે બેચાર મિત્રો પણ ખરા. બુદ્ધિશાળી એ કલાકારની વાતો અદભૂત હોય બધા અભિભૂત થઈને સાંભળી રહે. તેમના પત્નિ પણ બુદ્ધિશાળી પણ લોકોની સમક્ષ જ્યારે પણ કંઇ બોલે તો તેમના બુદ્ધિશાળી પતિ તેમને મહેમાનોની સામે જ ઊતારી પાડે. તું ન બોલ મહેરબાની કરીને, તને કંઇ ગતાગમ પડે નહીં કે તારામાં અક્કલ નથી એવા વાક્યો પ્રયોજે. આવનારને...

Continue Reading

આઇસ મેન 18-6-14

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પરંતુ,  હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ  લેહ લદાખના ગામોમાં  ગ્લોબલ વાર્મિગને કારણે  રણ જેવું સુક્કુભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર  પાક માટે પાણી ગ્લેસિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેસિયર પણ વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના...

Continue Reading

શું આપણો આત્મવિશ્વાસ ઓછો છે ? 17-6-18

આજની નારી ચાંદને અડી આવે કે એવરેસ્ટ સર કરે કે પછી પાતાળને માપે પરંતુ, મોખરે રહેવામાં હજી ટકાવારી ઓછી જ છે. એવું શું છે સ્ત્રીઓમાં કે તે એકવીસમી સદીમાં પણ પુરુષના જગત સામે હાર માની લે છે. આ વિચાર આવ્યો આ વખતની ચૂંટણીમાં સ્ત્રીઓની ટકાવારી જોઇને. કેન્દ્રમાં છ ટકા પ્રધાનો મહિલા હોવાનો આનંદ લઈ શકાય પણ શું ત્યાં જ અટકી જવાનું છે ?...

Continue Reading

જેન્ટલમેન જેન્ટલમેન જેન્ટલમેએએએએએએએએએએએન 17-6-14

જેન્ટલમેન... આ ગીત ગોપી ફિલ્મમાં દિલિપકુમાર અને સાયરાબાનુ પર ફિલ્માવવામાં આવ્યું હતુ. અને તેનો અર્થ હતો કે ભારતીય ધોતી નહીં પણ શર્ટ પેન્ટ પહેરીને દિલિપકુમાર જેન્ટલમેન બની ગયો છે. જેન્ટલમેનનો ડિક્શનરી અર્થ છે સંસ્કારી પુરુષ, સ્ત્રી દાક્ષિણ્યવાળો સદગૃહસ્થ. શું દરેક પુરુષ આવો નથી હોતો ?  તો પછી બળાત્કાર કરનાર પુરુષ કોણ ?  દરેક બળાત્કારના બનાવ બાદ પુરુષો પ્રત્યે અમે સ્ત્રીઓ શંકાની નજરે જોવા...

Continue Reading

પિતાપુત્રના સંબંધોમાં પુરુષનો અહમ્ પણ હોય છે

“રસ્તા પરથી જતો હોઉં અને બાજુમાંથી મારા પિતા પસાર થાય તો કદાચ અમે બન્ને એકબીજાને ઓળખી પણ ન શકીએ. “ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં સોશ્યલ સાયકોલોજીના પ્રોફેસર ડો. ડગ્લાસ કેનરીકે એક અભ્યાસ લેખની શરૂઆત આ વાક્યથી કરી હતી. ડગ્લાસના પિતા તેના જન્મ બાદ જેલમાં ગયાને તેની માતાએ પોતાના પતિ સાથેના સંબંધનો અંત આણી દીધો. ડગ્લાસ ત્રણ વરસના હતા ત્યારે છેલ્લે તેમના પિતાને જોયા હતા....

Continue Reading

ફેસબુક ડાયરી મેટ્રો પ્રવાસ

ઘણા વખતે ફેસબુક ડાયરી માંડી પાછી...લેખો લખવામાં આસપાસ બનતી નાની નાની વાતો ઘટના વિસરાઈ જતી. પણ મજા તો મને એ નાના નાના અનુભવોમાં જ આવે છે. મુંબઈમાં મેટ્રો રેલ શરુ થવાની રાહ હું ક્યારની જોતી હતી. અંધેરીમાં જ મારા ઘરથી પંદર મિનિટના અંતરે મેટ્રોલાઈનનું કામ ચાલુ હતું ત્યારથી તેમાં હું પ્રવાસ કરતી હતી. પહેલાં પાયા ખોદાવા લાગ્યા. રસ્તા બંધ થયા. અગવડો વધી કારણ...

Continue Reading

પાણીનું યુધ્ધ ટાળી શકાય ? 11-6-14

ઊનાળાનો આકરો તાપ શરુ થતાં જ પાણીનો પોકાર ઊઠવા લાગે. નદીનાળા અને કૂવા સુક્કા થતાં આંખોમાંથી પાણી વરસવાનું શરુ થાય. આ વરસે મહારાષ્ટ્રમાં આકરો દુકાળ પશુપક્ષી અને માનવોને કનડી રહ્યો છે. જ્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે નહીંતો આપણે પાણીના બગાડ સામે જોતાંય નથી. ક્યાંક લોકો પીવાના પાણીના એક ગ્લાસ માટે તરસતા હોય છે તો વળી ક્યાંક સ્વીમિગપુલ...

Continue Reading

ડર કે આગે જીત હૈ....10-6-14

      ક્યારેય રડો નહી. પડોશી ક્રૂરમાણસને ખબર પડી જાય છે કે સહન કરનાર વ્યક્તિ નજીકમાં જ છે. – માયા એન્જલુ અશ્વેત કવિયેત્રી, લેખિકા અને સૌ પ્રથમ તો પોતાને સ્ત્રી તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવતી માયા 28 મેના રોજ 86 વરસની ઉંમરે તે પોતાના ઘરે  શાંતિથી  મૃત્યુ પામી. આપણામાંથી અનેકે માયાનું નામ નહીં સાંભળ્યું હોય. પણ આ નામ અજાણ્યું નથી આપણી જ કોઇ...

Continue Reading