­
­

શું પુરુષને બધું જ મળી શકે ? 26-8-14

આ સનાતન પ્રશ્ન હંમેશ સ્ત્રી જાતિ માટે વપરાતો આવ્યો છે. હજી થોડો સમય પહેલાં પેપ્સી કંપનીના સીઈઓ ઇન્દ્રા નુયીએ આ અંગે ચર્ચા છેડતા વાદવિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જો કે આદમ અને ઇવના જમાનાથી સ્ત્રી અને પુરુષના સંદર્ભે સતત ચર્ચાઓ ચાલતી રહી છે અને ચાલતી જ રહેશે. તેમાં હવે જમાનો બદલાતા રોલ મોડલ પણ બદલાઈ રહ્યા છે અને મૂલ્યો પણ. આમ તો આ વાક્યને...

Continue Reading

મેડુસાનું માથું 26-8-14

મેડુસાની વાર્તા જો યાદ ન હોય તો અહીં વાચકો માટે પ્રસ્તુત છે. ગ્રીક માયથોલોજીમાં શ્રાપિત સ્ત્રી હતી. જે કોઇ પણ તેના મોઢા તરફ જુએ તે પથ્થરનું બની જતું. હકિકતમાં મેડુસા ખૂબ સુંદર વાળ ધરાવતી સ્ત્રી હતી. તે એટલી સુંદર હતી કે દેવોની રાણી એથેના પણ તેના રૂપની ઇર્ષ્યા કરતી. મેડુસાના નસીબ ખરાબ કે એકવાર એથેનાના એક મંદિરમાં તેની છેડતી થઈ. એથેનાથી તે સહન...

Continue Reading

બાળકો અને હિંસા રોકી શકાય તો રોકીએ 21-8-14

આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તે જ સત્ય અને તે સિવાયની દુનિયા પ્રત્યે આપણે આંખઆડા કાન કરીએ તે યોગ્ય નથી. શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેવાથી પરિસ્થિતિ બદલાતી નથી હોતી. આસપાસ જે ચાલે છે તેની સીધી કે આડકતરી અસરો આપણા સુધી વહેલા મોડા પહોંચતી જ હોય છે. આજે એ દુનિયાની વાત કરવાની છે જ્યાં બાળકોના હાથમાં પેન કે પેઇન્ટિંગ બ્રશની જગ્યાએ બંદુક કે...

Continue Reading

ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે 19-8-14

આ પુસ્તક  વિશે પહેલાં ય લખાઈ ચુક્યું છે આ કોલમમાં જ્યારે પુસ્તક મમ્મી પોર્ન નામે દુનિયાભરમાં પ્રસિધ્ધ થઇ રહ્યું હતું બે વરસ પહેલાં. 2011માં જ્યારે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પ્રસિધ્ધ થઈ ત્યારે તેની લેખિકા એરિકા મિશેલને કલ્પના નહોતી કે તે બેસ્ટ સેલર થશે. આ પુસ્તકની સાત કરોડ કોપી વેચાઈ ચુકી છે. જો કે આ પુસ્તકમાં સાહિત્યિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય એવું કશું નથી....

Continue Reading

કુછ દિન તો ગુજારો ગંદે ગુજરાતમેં...

ફેસબુક ડાયરી ચોમાસામાં ધરમપુર સોળે કળાએ ખીલી ઊઠે. સાતપુડાના પહાડો અને ચારે તરફ વનરાજી..લીલારંગનો લહેરાતો સાગર તમને તરબતર કરી મૂકે. અંદરબહારથી લીલાછમ્મ થવાની આ મોસમમાં ચાર દિવસની રજામાં અડધો દિવસ જ ફરવા જવાનું હતું ડુંગરાઓમાં એટલે નજીક આવેલ પિંડવળ અને ખડકી તરફ જવાનું વિચાર્યુ. વિલ્સન હીલ હવે ગુજરાતનું ઓફિશ્યલ પિકનિક સ્પોટ બની ગયું છે. અને મારે જોવાનું બાકી હતું. એટલે રસ્તામાં આવતું હોવાથી...

Continue Reading

પુરુષોનું આધિપત્ય બોલવામાં 19-8-14

એક બપોરે ટીવી સર્ફિંગ કરતાં પહેલીવાર ખ્યાલ આવ્યો કે મોટાભાગના ટીવી શો (ધારાવાહિક નહી ) પોપ્યલર છે તેમાં પુરુષો હોસ્ટ છે.વેલ, તેમાં અપવાદ હોઇ શકે પણ ફુડ ચેનલોમાં પણ પુરુષ હોસ્ટ હોય તે જોવા ગમે એવા હોય છે. આ વિચાર આવ્યા બાદ દરેક શો અને ચેનલ સર્ફ કરીને ધ્યાનથી જોયું. ત્યારે સમજાયું કે જાણે અજાણે આ એરિયા ભલે વિમેન ડોમિનેટીંગ મનાતો હોય પણ...

Continue Reading

ફેસુબક ડાયરી 14-8-14

વોટસ અપ અને ફેસબુક પર લોકો પોતાના વિચારો લખીને કોમ્યુનિકેશન કરવા કરતાં ફોર્વડ વધુ કરતાં હોય છે. ફોર્વડ કરો એનો ય વાંધો નહીં પણ બીજાને મોકલવાનો એટલો ઉત્સાહ હોય કે પોતે શું કામ ફોર્વડ કરે છે કે ફોર્વડ કરવું જોઇએ કે નહીં ? તે વિશે વિચાર પણ કરતાં નથી. તેમાંય ક્રૂરતા દર્શાવતાં વિડિયો પણ ફોર્વડ કરવામાં આવે છે. તાલિબાનો કે ટેરરિસ્ટ માથા કાપી...

Continue Reading

નારીવાદી હોવું એ ગાળ છે ? 12-8-14

આજે વિરોધ કરવો એ પણ  ફેશન બની જાય તેની નવાઈ નથી રહી. તમે સ્ત્રીના અધિકાર વિશે કે સમાજમાં ચાલી રહેલી દોરંગી વિચારધારા વિશે કહો કે લખો એટલે તમે નારીવાદી... નારીવાદીઓને તાલિબાન સાથે ય ક્રૂરતાપૂર્વક સરખાવવામાં આવે છે. નવાઈ ત્યારે લાગે જ્યારે જાણ્યા કે સમજ્યા વગર સ્ત્રીઓ પોસ્ટરો લઇને ઊભી રહી જાય. તમે કઇ બાબતનો વિરોધ કરો છો અને શું કામ કરો છો? તેનો...

Continue Reading

બે પલ્લે પગ રાખી શકાય ? 29-7-14

સ્ત્રીએ ઘરમાં રહેવું કે બહાર જઇને પોતાની કારર્કિદી બનાવવી જોઇએ ?  એકવીસમી સદીમાં આજે પણ આ પ્રશ્નો થઈ રહ્યા છે. એક સભામાં ગૃહિણીએ મને સવાલ પૂછ્યો કે ઇન્દ્રા નુયીએ કહ્યું કે સ્ત્રીને બધું જ નથી મળી શકતું તો શું સ્ત્રીઓ કારર્કિદી ઘડીને ભૂલ નથી કરતી ? આ પ્રશ્નનો જવાબ સરળતાથી સમજાવવા માટે પણ આપણે પહેલાં આંતર રાષ્ટ્રિય પેપ્સી કંપનીના સીઇઓ ઇન્દ્રા નુયીએ શું...

Continue Reading