­
­

ચીલો ચાતરવાનો ગુનો 18-11-14

છેલ્લા પંદર દિવસથી અંગ્રેજી અખબારોમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થતાં જાતિય ભેદભાવ વિશે સમાચારો આવી રહ્યા છે. અંગ્રેજી અખબારના એકાદા ખૂણામાં આવતા આ સમાચારો ભારતીય ભાષામાં પ્રગટ થતાં કોઇ અખબારોમાં નોંધ લેવાઈ હોય તો મારી જાણમાં નથી. પણ ગયા મંગળવારે અંગ્રેજી અખબારના પહેલા પાને આ યુનિવર્સિટીના સમાચાર હતા. સ્ત્રીઓને લાયબ્રેરીમાં મેમ્બરશીપ કેમ ન આપવી તે મુદ્દે. જાતિ અને ધર્મના વાડાઓને ઓળંગીને આ ઘટનાને જોઇએ...

Continue Reading

દેવદાસની પ્રતીતિ દરેક પુરુષને થતી હોય છે 11-11-14

શરદબાબુનો નાયક સાચુકલો ન હોવા છતાં પ્રખ્યાત છે અને સૌને પોતીકો લાગે છે. એટલે જ વાતવહેવારમાં પણ તેનો વાટકી જેવો ઉપયોગ થતો રહે છે. જરા મોઢું ઉતારીને બેસેલા પુરુષને દેવદાસ કહીને બોલાવવાનો ચાલ પણ છે. રિતિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડાની વાત શરૂ થઈ ત્યારથી લોકોને તેમાં રસ પડવા માંડ્યો તે ફક્ત તેઓ સેલિબ્રિટી હોવાને કારણે નહી, પરંતુ દરેક છૂટાછેડા લેનાર વ્યક્તિ પ્રત્યે...

Continue Reading

માતૃત્વને ફ્રીજ કરી શકાય ? 11-11-14

મુંબઈ લોકલ ટ્રેનના લેડિઝ ડબ્બામાં રોજ પ્રવાસ કરો તો કેટલાક દ્રશ્યો અનિવાર્ય પણે જોવા મળે. જેમકે ચાંદલા, પીન,બક્કલ, બટરફ્લાય, બંગડી,બુટ્ટી જેવી વસ્તુઓ વેચતા ફેરિયાઓ. આ ફેરિયાઓ પુરુષો ય હોય અને સ્ત્રી પણ હોઈ શકે. ક્યારેક ગર્ભવતી સ્ત્રીઓ પણ નવ મહિના સુધી મોટું પેટ લઈને વસ્તુઓ વેચતી હોય. પછી  થોડા જ દિવસમાં કપડાંથી પીઠ પર કે પેટ પર બાળક બાંધીને ફેરી કરવા માંડે.કેટલીયવાર  બાળક...

Continue Reading

હડકાયો કૂતરો કરડ્યો એટલે હું ફિલ્મ બનાવું છું. - કેતન મહેતા

મુંબઈના અંધેરી વિસ્તારમાં 2008ની સાલના ઊનાળાની ભરબપ્પોરે ફિલ્મકાર કેતન મહેતાની ઓફિસમાં પ્રવેશું છું ત્યારે હાશ અનુભવાય છે. એક તો ઓફિસની શીતળતા, બીજું કેતન મહેતાનો શાંત સ્વભાવ. (કેતન મહેતાને છ વરસ સુધી ફિલ્મ સેન્સરમાં અટકી રહશે તેની કદાચ કલ્પના નહોતી ત્યારે પણ લાંબાગાળા સુધી રાહ જોવાની તેમની ક્ષમતા નકારી ન શકાય.) ફિલ્મની રજુઆતની રાહ જોઇ રહેલા કેતન મહેતા વ્યસ્તતા વચ્ચે પણ સહજ શાંત હતા....

Continue Reading

લખો અને સારું લખો ...વક્તવ્ય....

ભારતીય વિદ્યા ભવન અંધેરી ખાતે યોજાયેલ એડવોકેટ ડો. સુધીર શાહ અને અભિનેત્રી  સંગીતા જોશી આયોજીત લખો અને સારું લખો ... આખા દિવસના ફ્રી વર્કશોપનું આયોજન કર્યું હતું.  તેમાં મુંબઈ રહેતા વરિષ્ઠ પત્રકારો પિન્કી દલાલ, નંદિની ત્રિવેદી, તરુ કજારિયા, કેતન મિસ્ત્રી, હીરેન મહેતા, જયેશ ચિતલિયા, સાહિત્યકારો હિતેન આનંદપરા, મુકેશ જોષીએ  લેખક બનવા ઉત્સુકોને સંબોધ્યા હતા.  સો એક વ્યક્તિઓએ તેમાં   ભાગ લીધો હતો.  ચિત્રલેખાના...

Continue Reading

અર્ધનારીશ્વર 4-11-14

(નર મેં નારી ભાગ -૨)ગયા અંકથી શરૂ થયેલ નરમાં નારી સ્વરૂપની વાત કરીએ તો સૌપ્રથમ એક જ વાત યાદ આવે કે સ્ત્રૈણ રીતે વર્તતો પુરુષ જે સમાજમાં સતત હાંસીનું પાત્ર બને છે. પરંતુ, તેની માનસિકતાને પણ સમજવાની જરૂર હોય છે. જાણીતા સાયકોલોજિસ્ટ મુકુલ ચોક્સી જણાવે છે કે આમાં ચાર પ્રકારની કેટેગરી હોય છે. પહેલી ક્રોસ ડ્રેસિંગ તરીકે ઓળખાય છે તે જેના વિશે આપણે...

Continue Reading