­
­

રંગબેરંગી દુનિયાની અજબ કહાણી 26-5-15

મિડિયાની એક પાર્ટીમાં જવાનું થયું.  સ્ત્રી પુરુષો પોતપોતાના ગ્રુપ બનાવીને હાથમાં પીણાં લઈ  જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા હતા કે બેઠાં હતા. એસી બેન્ક્વેટમાં જાણે દિવસ ઊગ્યો હોય તેવો તરવરાટ હતો. કેટલીક છોકરીઓ મોડેલિંગમાં હોય તેવું એમના ફેશનેબલ પહેરવેશ પરથી જણાઈ રહ્યું હતું. આવી પાર્ટીઓમાં યુવાન મોડેલ્સ કે સ્ટ્રગલર સ્ત્રીઓને ખાસ આમંત્રણ આપવમાં આવતું હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે...

Continue Reading

હવામાં તરતી વાદળીઓ જેવો સમય 19-5-15

મારા ઘરની બારીમાંથી દેખાતા સામેના ફ્લેટમાં એક સ્ત્રી મોટાભાગે બપોરની ચાનો કપ લઈ ગેલેરીમાં બેસે. એક કપ ચા પીતા તે અર્ધો કલાક લાગે. વરસાદ કે ઠંડીના દિવસોએ તો સમજ્યા પણ ઉનાળામાં પણ તેનો નિયમ કાયમ હોય. શું વિચારતી હશે ? દરરોજ કંઈ એકનું એક તો નહીં જ વિચારતી હોય.. એટલે આ વખતે જરા જુદી ટેકનિક વાપરી. દર બે દિવસે મેં તેના વિચારો વાંચ્યા....

Continue Reading

ફિલ્મ રિવ્યુ - કાદંબરી 16-5-15

પિકુ અને ગબ્બર સાથે એક બંગાળી ફિલ્મ પણ મુંબઈમાં રિલિઝ થઈ. બુક માય શોમાં નવી ફિલ્મોના ટાઈમિંગ જોતા નજર પડી  કાદંબરી ઉપર ...  પ્રિય લેખક  રવિન્દ્રનાથના જીવનમાં આવેલ પ્રથમ સ્ત્રી કાદંબરીની કથા પર આ ફિલ્મ હતી એટલે જોવી જ રહી. મુંબઈના એકમાત્ર થિયેટરમાં એક જ  ભરબપોરના શોમાં ચાલતી ફિલ્મનો છેલ્લો શો જોવા પહોંચી એકલી. ફિલ્મ જોઈને આવ્યા બાદ તેના દિગ્દર્શક વિશે ગુગલ કર્યું....

Continue Reading

પ્યારી મા અને પ્રેયસી વચ્ચે ભેદ છે 12-5-15

બહાર કામ કરવા જતી આધુનિકા ઘરે આવીને સીધી કિચનમાં જશે. વચ્ચે પૂછી લેશે કે શું ખાધું ઓફિસમાં? જો પુરુષ ટીવીમાં કે છાપામાંથી ઊંચુ જોયા વિના કહેશે કે કંઈ નહીં... તો ચિડાઈને કહેશે.. કમાલ છે ...આટલી વાર ભૂખ્યા રહેવાની શી જરૂર  ? બિસ્કિટ કે સેન્ડવિચ કંઈ ખાઈ ન લેવાય ? કાલથી તને શીંગ ચણાનો ડબ્બો આપીશ. અને જો પુરુષ કહેશે કે નાસ્તો કર્યો હતો...

Continue Reading

ચોઈસ હોય છે ખરી જીવનમાં ? 5-5-15

સખત ગરમીમાં કાળા ગોગલ્સ લુક કુઅઅલ પણ ક્યારેક આ ગોગલ્સ આંસુ છુપાવવા માટે સારા કામ આવે છે. ઓફિસ જવાના સમયે ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાં ગરદી હોવાના કારણે બારણા પાસે ઊભા રહેવું પડ્યું. બાજુમાં ઊભેલી સ્ત્રી અંદાજે ત્રીસેક વરસની હશે. શર્ટ, જીન્સ અને કાળા ગોગલ્સમાં તે બહાર મોં કરીને ઊભી હતી. મારી નજીક હતી એટલે તેના મ્હોં ઉપરના ભાવો સ્પષ્ટ વાંચી શકાતા હતા. તે...

Continue Reading

આશાના પ્રદેશમાં નિરાશા સાથે ન જઈ શકાય

અહીં કોઈ આશા નામની છોકરીની વાત નથી કરવી પણ ઉજ્જવળ જીવનને દોરી જતી આશાના પ્રકાશમય પ્રદેશની વાત કરવી છે. આ પ્રદેશ કોઈપણ છોકરી કરતાં વધુ આકર્ષક અને ઈચ્છનીય છે. પણ ક્યારેક એવું લાગે કે હવે કશું જ બચ્યું નથી. ભવિષ્યના પથ પર કાળું ઘોર અંધારું છે. સમય જાણે ત્યાં જ થંભી ગયો હોય એવું પણ ક્યારેક લાગે. નેપાળનાં ગામોમાં કેટલાય લોકોએ પોતાના ઘર...

Continue Reading