­
­

અસહિષ્ણુતાનો દંભ ખુલ્લો પડી રહ્યો છે 26-11-15

છેલ્લા મહિના દરિમિયાન વિશ્વમાં અને દેશમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા. તે અંગે લોકોમાં સતત ચર્ચાઓ પણ ચાલતી રહી. તેમાંય ખાસ કરીને અસહિષ્ણુતાને મુદ્દે લોકો પોતાના એવોર્ડ પાછા આપી રહ્યા છે. ધર્મ અને જાતિના મુદ્દાઓ, સાહિત્ય અને ખાનપાનના મુદ્દાઓ એટલા મહત્ત્વના બની ગયા કે પ્રસિદ્ધિ ઈચ્છતા લોકો પણ પોતાનો વિરોધ કે ટેકો આપવાને બહાને બયાનબાજી કરવા લાગ્યા. પણ નવાઈ ત્યારે લાગે કે જ્યારે કેટલાક...

Continue Reading

હરિયાળી અને રસ્તો લાવે જીવનમાં બહાર

હવાના પ્રદૂષણ બાબતે આપણે સતત ફરિયાદો કરીએ છીએ. અખબારમાં અહેવાલો આવે કે પ્રદૂષણનું સ્તર સીમારેખાને પાર કરી ગયું. શહેરમાં અસ્થમા અને એલર્જીના દરદીઓ વધી જાય. પણ ક્યારેય તે અંગે આગોતરો વિચાર નથી કરતા. શહેરી સુખસુવિધા મેળવવામાં કુદરતથી દૂર થતો માનવી પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યો છે તેની જાણ થશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. રોડ પહોળા કરવા માટે, મકાનો બાંધવાં...

Continue Reading

સફાઈ ઘરની જ નહીં, મનની પણ જરૂરી...

દર દિવાળીએ એક ટુચકો વારંવાર વરસોથી કહેવાતો આવ્યો છે. જેને આપણે યાદોના એક ખૂણામાં સંઘરી રાખ્યો છે. તે ટુચકો દર દિવાળીએ બહાર આવે ને વારંવાર વંચાય, કહેવાય અને ગુજરાતીમાં, હિન્દીમાં અને મરાઠીમાં આજકાલ સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. તમે પણ વાંચ્યો જ હશે પણ ફરીથી મરકી લઈએ.દિવાળીના દિવસો પહેલાં અમદાવાદની એક સોસાયટીમાં ભંગારવાળાએ બૂમ પાડી કે , ઓ બહેન જૂનું - પુરાણું -...

Continue Reading

ગોલી માર ભેજે મેં...3-11-15

બહાર ટેમ્પરેચરનો પારો જેમ ઉપર ચઢતો જાય તેમ વિનોદરાયનો પારો ય ચઢે. સૌ પ્રથમ તો મોઢામાંથી ગાળ નીકળે કે સા...આ ગરમી એક તો ભેજું ફાડી નાખે અને આ ટ્રાફિક.... પછી માણસો.... પછી ટ્રેન અને પછી પૃથ્વી પરની દરેક વ્યક્તિઓ તેમને નકામી લાગે. તેમના પત્ની સાથે ય ઝઘડા જ થયા હોય ઘરે ઓફિસથી નીકળતા પહેલાં. તો બીજી તરફ કિરિટકુમારની વાત કરીએ. તેમના મોઢામાંથી વિનોદરાય...

Continue Reading

દબાયેલી ચીસ

થોડો સમય પહેલાં અખબારમાં નાનકડા સમાચાર છપાયા હતા. એ સમાચારનું મહત્ત્વ ગાયમાતા જેટલું નહોતું. કારણ કે તે સ્ત્રીની વાત હતી. 74 વરસીય  જગપ્રસિદ્ધ પર્યાવરણ વૈજ્ઞાનિક  પચૌરી સામે જે 27 વરસીય રિસર્ચ આસિસન્ટન્ટે  જાતીય સતામણીની ફરિયાદ કરી હતી તેણે ટેરી સંસ્થામાંથી રાજીનામું આપી દીધું. કારણ કે તેની સાથે ઓરમાયું વર્તન થતું હતું. હજી આજે પણ જાતીય સતામણીની ફરિયાદ કરનાર સ્ત્રીની પડખે સમાજ સહજતાથી ઊભો...

Continue Reading

તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ? 20-10-15

તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ?કેવો વાહિયાત સવાલ છે નહીં ? તમને થશે આવો તે કોઈ સવાલ હોતો હશે ?બીજું કંઈ પણ વિચારો તે પહેલાં એક સવાલ.. તમે આલ્ફા છો કે બીટા ? નોનસેન્સ ગુજરાતી પુરુષ કહેશે આ બધા તમારા ચોંચલા છે, અમને કોઈ જ લેવા દેવા નથી. શું સાચે જ એવું છે ? ટિપિકલ પૌરુષી અહમને વચ્ચે લાવ્યા...

Continue Reading

સેક્સી મેન કોણ? આલ્ફા કે બીટા? 27-3-15

સેક્સી શબ્દ આપણે રોજબરોજની બોલચાલની ભાષામાં વાપરીએ છીએ એ જ અર્થમાં અહીં વાપર્યો છે. શર્ટ પણ સેક્સી હોય અને જૂતાં ય સેક્સી હોય અને સનસેટ પણ સેક્સી હોય શકે. પણ પુરુષ કે સ્ત્રીને સેક્સી કહેવામાં આવે છે ત્યારે અર્થ મનના ભાવ પ્રમાણે બદલાતા હોય છે. પાછલા લેખમાં આલ્ફા પુરુષ વિશે વાત કરી. આ આલ્ફા અને બીટા મેનનું વૈજ્ઞાનિક સંશોધન થયું છે. એ સંશોધન...

Continue Reading