­
­

પુરુષમાં ધરબાયેલી સ્ત્રીની વેદનાની વાત

                           ફિલ્મ ચાલી રહી હતી અને ઘરમાં પ્રવેશી... સ્ક્રીન પર નજર પડી તો ભૂરી આંખવાળી નમણી સ્ત્રીનો શરમાળ અભિનય જોઈને કોણ છે? એમ પૂછ્યું તો જવાબ મળ્યો એડી રેડમેન. ફિલ્મ હતી ડેનિશ ગર્લ. સત્યઘટના પર આધારિત આ ફિલ્મ જોઈને પુરુષમાંથી સ્ત્રી બનેલી લીલી અને એડી બંને એક બની ગયા હોય એવું...

Continue Reading

જાત સાથે ડેટિંગનો આનંદ (મુંબઈ સમાચાર)

કાચની બારીમાંથી બહાર વરસતા વરસાદને  હાથમાં કોફીનો કપ લઈ કૅફેમાં બેસીને જોવાનો આનંદ એકલા બેસીને માણી શકાય? આવા વિચાર સાથે આસપાસ જોયું દરેક સ્ત્રી કોઈ ને કોઈ સાથે હતી. હા, એકાદ બે પુરુષો પોતાના લેપટોપમાં કામ કરતા નજરે ચડી રહ્યા હતા. મારી જેમ એકલી સ્ત્રી કોઈ નજરે ચઢતી ન હતી. વળી બહાર પસાર થતી દુનિયા પર નજર નાખતા રવીન્દ્રનાથ ટાગોરનું ગીત યાદ આવ્યું....

Continue Reading

સેવા કરવા મેવા છોડ્યા (mumbai samachar)

ગાંધીજીએ ગ્રામ સ્વરાજની વાત વારંવાર કહી હતી. તેઓ ઈચ્છતા હતા કે ગામડાંઓ સ્વાવલંબી અને સમૃદ્ધ બને. અમેરિકામાં પણ આમિષ કોમ્યુનિટી છે જે કુદરત આધારિત જીવન જીવે છે. એવો જ કંઈક વિચાર આન્ધ્ર પ્રદેશના કલ્યાણ એક્કીપેડ્ડીને આવ્યો. ગ્રામસભાની બે મીટિંગ વચ્ચે આકાર લઈ રહેલા પ્રોટો વિલેજમાંથી ફોન પર વાત કરતાં કલ્યાણ કહે છે કે, ‘આઠ વરસ પહેલાં મારા ૩૦મા જન્મ દિવસે મારા મિત્રએ પૂછ્યું કે...

Continue Reading

દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર

આપણે ત્યાં પહેલાં કોઈ આવા ડે નહોતા ઉજવાતા. ફાધર્સ ડે આવે એટલે પિતા માટેના ક્વોટ, સુવાક્યો સાથે પિતાની કોઈ કદર નથી થતી એવા સંદેશાઓથી સોશિયલ મીડિયા ગાજી ઊઠે છે. પિતા અને પુત્રીના સંબંધોમાં જ પિતા એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે દેખાય છે બાકી પુત્ર માટે તે સતત અપેક્ષાઓનો બોજ બનીને રહી જાય છે. જે પરંપરા પુરુષપ્રધાન સમાજે ઘડી છે તેને તોડીને જુદી રીતે ભાગ્યે...

Continue Reading

નશો અને નશામુક્તિનું વિષચક્ર (published in mumbai samachar)

ડ્રગનું મક્કા બનેલું પંજાબ ડ્રગ મુક્ત થવા અને લોકોને નશામાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નોમાં અટવાયેલું છે. ડ્રગનું વેચાણ તો છેલ્લાં પંદર વરસથી અટકાવી શકાયું નથી પણ તેની સાથેની અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે અમૃતસરને અડીને આવેલું મકબૂલપુરા તો વિધવાઓ અને અનાથોનું ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. કારણ કે ત્યાંના દરેક ઘરમાં એકાદ બે વિધવાઓ છે જેમના પતિ ડ્રગના સેવનથી મૃત્યુ પામ્યા છે....

Continue Reading

કેટલીક ખાલી જગ્યા ભરાતી નથી (mumbai samachar)

કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તેઓ આ દુનિયામાં નથી તે સ્વીકારવું અઘરું પડે. મે મહિનાની ૨૬ તારીખે જ વડોદરામાં સહિયર સંસ્થા ચલાવતા માનવ અધિકાર, પર્યાવરણવાદી અને નારીવાદી વિચારધારા ધરાવતા અને તે માટે સક્રિય કાર્ય કરતા તૃપ્તિ શાહનું અવસાન થયું. કે યાદ આવ્યું એપ્રિલ મહિનામાં ડાંગમાં જેમણે સ્ત્રીઓ માટે શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો હતો તે ગાંધીવાદી પૂર્ણિમાબેન પકવાસાના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તેમના...

Continue Reading

પુરુષોને મૂલવવાના કાટલા બદલવાની જરૂર છે (mumbai samachar)

રેબેક્કા એશર નામની અમેરિકન લેખિકાએ થોડો સમય પહેલાં એક પુસ્તક લખ્યું મેન અપ: બોયઝ, મેન અને બ્રેકિંગ ધ મેલ રુલ્સ નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તકમાં રેબેક્કા સવાલ પૂછે છે કે સમાજમાં પુરુષોની ઈમેજ આટલી છીછરી અને ઉદાસીન કેમ દર્શાવવામાં આવે છે? વાત તો સાચી લાગે કે પુરુષોનો ઉછેર અને તેમની સાથે થતો બાળપણમાં વર્તાવ તેમનું જીવન મુશ્કેલ બનાવે છે. તેનો બોલતો પુરાવો છે...

Continue Reading

સંભલ તેરા ધ્યાન કિધર હૈ ભાઈ...

પુરુષોનું ધ્યાન સ્ત્રીઓ જ વિચલિત કરે એ ખરું પણ હવે ટેકનોલોજીને કારણે વીડિયો ગેમિંગ તેમને બેધ્યાન અને બેજવાબદાર બનાવે છે. આવું કહે છે ફિલિપ ઝિમ્બાર્ડો સાયકોલોજીના પ્રોફેસર જેમણે ૧૯૭૧માં સ્ટેનફોર્ડ પ્રિઝન એક્સપરિમેન્ટના કામ માટે ખ્યાતિ મળી છે. પ્રોફેસર ફિલિપ જગત સામે બહુ મોટી સમસ્યા જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે પુરુષો પોર્ન અને વીડિયો ગેમને કારણે જીવન બરબાદ કરી રહ્યા છે. વીડિયો...

Continue Reading

સૌભાગ્યની નિશાની પહેરવી જરૂરી...?(published in mumbai samachar)

આ સવાલ પુરુષ માટે હોય કે સ્ત્રી માટેનો હોય જવાબ તરત જ મળી શકશે. કોઈએ વિચારવું નહીં પડે. પુરુષ માટે કદાચ હાથમાં વીંટી હોઈ શકે બાકી કોઈ ભેદ નહીં. એ વીંટી પણ પહેરવી કે ન પહેરવી તે પુરુષની મુનસફી પર નિર્ભર હોય છે. જ્યારે પરિણીત સ્ત્રી અને અપરિણીત સ્ત્રી માટે તો અનેક ભેદ હોઈ શકે, માથામાં સિંદૂર હોય કે ગળામાં મંગળસૂત્ર કે પછી...

Continue Reading

દિલ હૈ કી માનતા નહીં.....

હું કદાચ હવે કોઈ સંબંધ બાંધી ન શકું...હમણાં તો એવું લાગે છે. પ્રત્યુષાનું આમ ચાલી જવું અને તેના મૃત્યુનું આળ મારા પર મુકાયું તે ઘટનામાંથી બહાર આવતા ખબર નહીં મને કેટલો સમય લાગશે, પણ હું આત્મહત્યામાં નથી માનતો. દરેક સંજોગોને સામી છાતીએ સ્વીકારવાની હિંમત છે મારામાં. પ્રત્યુષાના ગયા બાદ અત્યાર સુધી હું એન્ટિ ડિપ્રેશનની દવાઓ લઈને ટકી રહ્યો. પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાહુલરાજે હાલમાં જ...

Continue Reading

પાણી માટે ગ્લેશિયર કર્યા સજીવન(published in mumbai samachar)

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પરંતુ, હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ લેહ-લદાખના ગામોમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે રણ જેવું સુક્કુભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર પાક માટે પાણી ગ્લેશિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેશિયર વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના નગ્ન પહાડો...

Continue Reading

શોપિંગમેનિયા ઓ ...મેનિયા

ગેંગ ઓફ વસેપુરનું ગીત અચાનક યાદ આવ્યું ટાઈટલ લખતાં ઓ વુમનિયા... વિમેનમાં મેન હોય છે તેમ વુમનિયામાં પણ મેનિયા એટલે કે મેન એટલે પુરુષ હોય જ. મેનિયા એટલે તો ગાંડપણ, નાદ પણ અહીં ટાઈટલમાં મેનિયા શબ્દને ગુજરાતીકરણ કરીને મેનિયા કર્યો છે. જો અનુરાગ કશ્યપ ફિલ્મમાં વિમેનને ભોજપુરીકરણ કરીને વુમેનિયા કરી શકે તો આપણે પણ ગુજરાતીકરણ કર્યો. શોપિંગ એટલે કે ખરીદી મેનને - પુરુષને...

Continue Reading