થોડો વિરામ લઇએ (સાંજ સમાચારમાં પ્રગટ ૨૨-૧-૨૦૧૯)

12:51






 આજે આપણે મોબાઈલ સાથે નાળની જેમ જોડાઈ ગયા છીએ, નાળ લઈને ફરવાનું હોય તેને કાપવી પડે. 

2019 માં પણ હવે જો આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો મોટાભાગનાને માનસિક સારવારની જરૂર પડી શકે. લાગે છે કે હવે સોશિયલ મીડિયા નો ઉપવાસ એટલી કે ફેસબુકનો, વ્હોટ્સએપનો ઉપવાસ અને પછી મોબાઇલનો પણ ઉપવાસ રાખવાની જરૂર પડશે. ગાંધીજીના જન્મ ને દોઢસો વર્ષ થશે. સાદગી અને રચનાત્મક કાર્યોમાં માનતા ગાંધીજી અહિંસા અને સત્યની સાથે અપરિગ્રહ અને સંયમની વાત પણ કરતા હતા. અહિંસાનો પાયો સંયમ અને અપરિગ્રહ છે એવું પણ કહી શકાય. આપણને સવાલ થાય કે ગાંધીજી મોબાઈલનો ઉપયોગ કરતા હોત કે નહીં?  આજે ગાંધીજી હોત તો મોબાઈલનો ઉપયોગ ચોક્કસ કરતા હોત પણ તેનો ઉપયોગ રચનાત્મક હોત. પણ એટલું ચોક્કસ છે કે ગાંધીજીએ ટેકનોલોજીના ઉપવાસની  વાત ચોક્કસ કરી હોત. ટેકનોલોજી આજે જરૂરી હોવા છતાં આપણને આપણાથી આપણાથી દૂર કરી રહી છે વિશે વિચારવાની ગંભીર જરૂરિયાત ઊભી થઈ રહી છે. ટેકનોલોજી મદદરૂપ થવા સાથે  આપણા મગજની ક્ષમતાને અને આપણી વિચાર પ્રક્રિયાને કંટ્રોલ કરી રહી છે. શું ખરીદવું... શું પહેરવું ... કેવી રીતે પોતાની જાતને  પ્રસ્તુત કરવી સેલ્ફી દ્વારા કે ફોટાઓ દ્વારા. ફરવા જવાનું પણ સતત ફેસબુક પર‌ અપલોડ કરવામાં જે તે સ્થળે આપણે ખરેખર હાજર હોઈએ છીએ કે સોશ્યલ મીડિયા પર હોઇએ છીએ તે વિચારવાની જરૂર છે.   કોને મત આપવો.. કોને લાઈક કરવાનું અને લાઈક નહીં કરવાનું... કોને ટ્રોલ કરવા વગેરે અનેક બાબતો પર આપણો કાબુ રહ્યો નથી અરે આપણે વિચારતા હોઈએ કે આપણે કર્યું પણ આપણી નથી કરતા હોતા બીજો  ફોર્સ એટલે કે માર્કેટિંગ ફોર્સ દરેક બાબતમાં આપણા મગજને કંટ્રોલ કરતો હોય છે. જો બે ઘડી આપણે અહીં અટકીને વિચારીએ તો શક્ય છે કે બધું દેખાઈ શકે ગીતામાં જેમ કહ્યું છે કે સાક્ષીભાવે જેવો જોઈએ રીતે સાક્ષીભાવે તમે ટેક્નોલોજીને અને આસપાસ ચાલી રહેલા જીવનને જો જોઈ શકો તો તમને દેખાશે કે દરેક વ્યક્તિ એમાં તણાઇ રહી છે
આપણે આપણી જાત સિવાય આખી દુનિયા સાથે જોડાયેલા રહીએ છીએ. દુનિયા નાની થઈ ગઈ છે એવું આપણે કહીએ છીએ પરંતુ દુનિયા નાની નથી થઈ આપણી ના થઈ ગયા છે એટલે કે સંકુચિત થઈ ગયા છીએ. અઠવાડિયા પહેલા આશા ભોંસલે એક ફોટો મૂક્યો હતો સોશિયલ મીડિયા પર અને લખ્યું હતું મારે વાત કરવી છે પણ મારી સાથે બધા હોવા છતાં કોઈ વાત નથી કરતું. કારણ કે તેની આજુબાજુ બેઠેલા પાંચ જણા મોબાઈલ ઉપર વ્યસ્ત હતા. આપણે બધા સાથે હોવા છતાં એકલા હોઈએ છીએ પરિસ્થિતિ જોવા છતાં આપણે અટકીને વિચારતો નથી જે આશા ભોંસલેએ જોયું.  આપણે આખી દુનિયા સાથે વાત કરતા હોઈએ છીએ પણ આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે સંવાદ કરી શકતા નથી કે તો આપણી જાત સાથે જોડાઇ શકીએ છીએ. આપણે બધા સાથે હોવા છતા એકલા હોઈએ છીએ. ખાલીપો આપણને કોતરી ખાય છે. ખાલીપાને આપણે જાતે ઊભો કર્યો છે જોવાનું જરૂરી નથી લાગતું ને આપણે બમણા જોરથી એકબીજાને સંદેશાઓ ફોરવર્ડ કરીએ છીએ. હમણાં થોડા મિત્રોને  મળવાનું થયું. દરેકે  કહ્યું કે તેઓ લગભગ સોએક જેટલા ગ્રુપમાં મેમ્બર છે.  ગ્રુપમાં 50 થી 100 મેમ્બર હોય કલ્પના કરો કે કેટલા સંદેશાઓ અહીંથી ત્યાં ને ત્યાં થી અહીં ફોરવર્ડ થતા હોય અને તેમાંથી એક ગ્રુપમાં સક્રિય રહેવા માટે કેટલો સમય જતો હોય. તો પછી વ્યક્તિ પોતાની સાથે ક્યારે રહી શકતી હશે?

પોતાની જાત સાથેનો સમય હવે ઓછો થઈ ગયો છે. જ્યારે યાદ કરીએ કે મોબાઈલના આપણા જીવનમાં પ્રવેશ નહોતો તો  ખ્યાલ આવે કે આપણે કેટલા પોતાની સાથે આસપાસની વ્યક્તિઓ સાથે અને કુદરત સાથે જોડાઈ શકતા હતા, સમય વિતાવી શકતા હતા. ખાસ્સો એવો સમય મળતો હતો આપણી પાસે જે આપણને આપણી જાતને જોવા માટે અનુકૂળ હોય. જ્યારે આપણે આપણી જાતને જોતા હોઈએ છીએ, આપણું પોતાનું પણ વિશ્લેષણ કરતા હોઈએ છીએ ત્યારે આપણામાં બદલાવની શક્યતા હોય છે, વિકાસની શક્યતા ઘણી હોય છે. આજે મોબાઈલ દ્વારા આપણને રોજેરોજ કેટલાય પ્રેરણાત્મક વાક્યો અને વાર્તાઓ  મળી રહેતા હોય છે. રોજ સવાર પડે અને મોબાઈલમાં ઢગલો એક ગુડ મોર્નિંગ સાથે જીવનમાં  શું કરવું, શું ના કરવું જેથી શાંતિ, સુખ અનુભવાય અને  પ્રગતિ થાય મોટે ભાગે બધા મેસેજ વાંચ્યા વગર ફોરવર્ડ કરી દેતા હોઈએ છીએ ક્યારેય વિચારતા નથી હોતા કે બધા વિચારો જે પ્રેરણાત્મક આપણને લાગે છે ગમે છે તેને આપણે જીવનમાં ઉતાર્યા કે નહીં. મોટેભાગે તો સંદેશાઓ વંચાતા નથી બસ નજર ફેરવી જતા હોઈએ છીએ, કારણકે આપણે ક્યારેય  આપણી જાત સાથે બે મિનિટ પણ વાત કરતા નથી. આપણે સતત મોબાઈલ ટેકનોલોજી દ્વારા બીજાઓ સાથે જોડાયેલા રહીએ છે ક્યારેય એકલા પડતા નથી એકાંત પોતાને  વિકસવા માટે નું જરૂરી ખંડ છે બારણું હવે આપણે હંમેશ માટે બંધ કરી દીધું છે. ફેસબુક ઉપર ચોવીસે કલાક આપણે ઓન  હોઈએ છીએ વોટ્સએપ ઉપર પણ આપણે ઓન હોઈએ છીએ. સાથે બીજા પણ કેટલાય કામો કરતા હોઈએ છીએ. આમ જોઈએ તો મલ્ટિટાસ્કિંગ   આજના જમાનામાં ખૂબ જરૂરી બાબત બની ગઈ છે.  ખાસ કરીને આપણે હંમેશા રેટ રેસમાં દોડીએ છીએ આપણા માટે કે બીજા માટે એવો પણ વિચાર આવતો નથી. ખરેખર તો આપણને કેટલી જરૂરિયાત હોવી જોઈએ બે ટંક નું જમવાનું રાત્રે મજાની ઊંઘ. કેટલાય લોકો છે કે જે પોતાની ઊંઘ બગાડી ને પણ ફેસબુક ઉપર લાઈક કરવા માટે અને લાઇક મેળવવા માટે ઉધામા કરશે તેમને ક્યારેય ખ્યાલ નથી આવતો કે કે તેઓ કેટલી કીમતી વસ્તુ ખોઈ રહ્યા છે શરીર અને મનને જે રીપેરીંગ કામ માટે આરામની જરૂર હોય છે ઊંઘની જરૂર હોય છે તેને આપણે ખોઈ દઈએ છીએ.   
આપણે એવું બોલતા હોઈએ છીએ  કે હવે સંબંધો પહેલાં જેવા નથી રહ્યા તો પછી આપણે પણ શું પહેલા જેવા રહ્યા છીએ ખરા વિશે વિચારવાની જરૂર નથી લાગતી?  તમે કોઈને પણ પૂછજો કે તમે ચાલવા જાઓ છો કે કસરત કરો છો કે પછી મેડિટેશન કરો છો તો મોટેભાગે જવાબ મળશે કે સમય નથી મળતો.  આપણે જાતને ખુશ રાખી શકીએ કે જો જાત સાથે સંબંધ નિભાવી શકીએ તો બીજા સાથે કેવી રીતે નિભાવીશું? આપણે જો શાંતિ માં નહીં હોઈએ સતત ચર્ચા આપણને ઘેરી વળતી હોય તો પછી જ્યારે બીજાને મળીએ છે ત્યારે સંવાદ સધાતો નથી કારણ કે આપણા બેક ઓફ માઈન્ડમાં અજાગૃત મનમાં અન્ય ઘણી બાબતો ચાલતી હોય છેશાંતિ પ્રાપ્ત કરવા માટે પણ‌ ટેકનોલોજી પર નિર્ભર રહેવું જરૂરી લાગે છે.  મેડિટેશન, અધ્યાત્મ પણ ટેકનોલોજી દ્વારા પ્રાપ્ત કરી લેવાય એવું માનનારો વર્ગ પણ છે. ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવાનો છે આપણી સરળતા માટે પણ બની રહ્યું છે કંઈક જુદું . દરરોજ એકાદ બે કલાક પણ મોબાઈલનો ઉપવાસ રાખી શકાય અને ધીમે ધીમે તેનો સમય વધારી શકાય. પક્ષીઓના કલરવ અને આકાશના રંગો સાથે નાતો જોડી શકાય. જો જો તે સમયે ફોટો પાડવા બેસી જતા બસ મોબાઈલ હાથવગો રાખી કુદરત સાથે, જાત સાથે અને સ્વજનો સાથે જોડાઈએ. 


You Might Also Like

0 comments