ધારો કે મુંબઈ અમદાવાદ મુંબઈ ફિલ્મ બને તો

01:20










 શહેરનું પોતાનું આગવું વ્યક્તિત્વ હોય છે, તેમાં વસતાં વ્યક્તિઓથી વ્યક્તિત્વ બનતું હોય એવું પણ બને. 


મુંબઈકર હોવાને કારણે મરાઠી ફિલ્મો તરફ વધુ જુકાવ છે એવું નહીં પણ કેટલીક મરાઠી ફિલ્મો ખરેખર ખૂબ માવજત લઈને બનાવી હોય છે. કેટલીક કમર્શિયલ ફિલ્મો પણ હિન્દી ફિલ્મો કરતાં સારી હોય છે.ગુજરાતી ફિલ્મ વિશે બોલવામાં નવગુણ. કોઈપણ હિન્દી ફિલ્મોની સિક્વલ જોવાનું ગમ્યું નથી કારણ કે તેમાં નકરી ડબલઅર્થોથી ભરપુર કોમેડી હોય અને સેક્સી હિરોઈન દર્શાવાતી હોય. ખેર, હાલમાં મરાઠીમાં મુંબઈ પુણે મુંબઈ ફિલ્મની ત્રણ સિક્વલ જોવાનું બન્યું. ફિ્રોમકોમ ફિલ્મની સિકવલ આમ જોઈએ તો ખૂબ હળવી પણ તેનો હીરો પિતૃસત્તાક માનસિકતાથી જોજનો દૂર છે. માનવીય ગુણઅવગુણ હોય પણ જે છોકરીને પ્રેમ કરે છે તેનો  સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકાર કરે છે. બીજું પ્રેમકહાણી લગ્ન નક્કી થતાં શરૂ થાય છે. લગ્ન બાદ પણ ચાલે છે, ખતમ નથી થતી. ફિલ્મ જોઈને મુંબઈકર હોવાને કારણે બીજા શહેરોની સાથે સહજ સરખામણી થઈ ગઈ. હાલમાં અમદાવાદ જઈ આવી હોવાને કારણે સમજાયું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સ્વભાવનો ફરક છે. 
પંદરેક વરસ પહેલાં બકાનું નામ સાંભળ્યું હશે.એકવાર અમદાવાદની કોઇ ઓફિસમાં ફોન પર સંપર્કમાં રહેવાનું હતું.  ઓફિસમાં ફોન કરીને જે તે વ્યક્તિની સાથે વાત કરવા પ્રયત્ન કરીએ કે તરત સામેથી બૂમ સંભળાતી બકા તારો ફોન છે. પહેલાં થતું કે ના મારે બકા સાથે વાત નથી કરવી પણ ફોન પર આવે તે સાચી વ્યક્તિ. પછી તો જેને ફોન કરો તે બકો હોય. ધીમે ધીમે મી મુંબઈકરને સમજાયું કે બકો કોઇ એક વ્યક્તિ નથી અને છે. કન્ફ્યુજિંગ લાગ્યું ને મને લાગ્યું હતું. ત્યાર પછીતો સોશિયલ મીડિયાને કારણે  બકો હવે વોટ્સ એપ અને એફબી અને કારની પછવાડે દેખાવા લાગ્યો. છેલ્લે તો બકાની શ્રધ્ધાંજલિ પણ બકાઓએ ફેરવી હતી ચારેક વરસ પહેલાં જો યાદ હોય તો.
ધારો કે મુંબઈ અમદાવાદ મુંબઈ ફિલ્મ બને તો બકો વચ્ચે વિલનની જેમ આવે ખરો. 

મુંબઈની છોકરીને બકા શબ્દ માટે નફરત થાય હદે બકાનો ઉપયોગ અમદાવાદમાં થતો હોય  એવું દર્શાવી શકાય. મુંબઈકર છોકરી જ્યારે અમદાવાદી છોકરાની સાથે ફોન પર વાત કરે છે ત્યારે પહેલો ડાયલોગ આવે છે 
છોકરો - શું કરે છે બકા?
છોકરી - હલ્લો  બકો કોણ છે?
છોકરો - અમે અમદાવાદી ડિયર ફિયર ના કહીએ બકા એટલે ગુજ્જુ ડિયરસમજણ પડી કે નહીં બકા? તું કહે તો ત્યાં આવીને સમજાવું બકા
છોકરી - ના સમજણ પાડવી નથી મારી સાથે વાત કરવી હોય તો બકાને તારે છોડવો પડશે.
છોકરો - પણ તને કઈ રીતે છોડું સારું ….(જીભ કચરે છે કા બહાર નીકળે એટલે ) પ્રયત્ન કરીશ પણ ટેવ પડી છે તે વાર લાગી શકે એટલું તારે સમજવું પડે….. 
ફોન મૂક્યા પછી સામે બેઠેલા મિત્રને કહે બકા મને બકા બોલવાની ના પાડે છે શું કરું?
મિત્ર - જો બકા અત્યારથી આટલી દાદાગીરી છે તો લગ્ન પછી શું કરશેવિચારી લેજે અને અમદાવાદમાં શિફ્ટ થશે ત્યારે શું આખા અમદાવાદને બદલશે છોકરી

  બકો પુરુષ છે તે તો નક્કી કારણ કે બકુડીની સિરીઝ પણ શરૂ થઈ હતી.  જો કે તે બકા જેટલી અસરકારક રહી તે તો માનવું પડે. અમ સ્ત્રીઓની ગમે તેટલી મજાક ઊડાવાતી હોય પણ બકા નામે પુરુષો પોતાની મજાક ઉડાવવા માડે તે નવાઈ લાગી. મુંબઈની છોકરીએ ફોન મૂક્યા બાદ આદતસે મજબૂર અંગ્રેજીમાં બકા (baka)  લખીને ગૂગલ પર સર્ચ કરી જોયું. નવાઈ વચ્ચે જાપાનીસ લેંગ્વેજમાં પણ બકા શબ્દ છે અને તેનો અર્થ થાય ઇડિયટ, સ્ટુપિડ અર્થાત મૂર્ખ. શક્ય છે તેનો ઉચ્ચાર જાપાનીઝ બાકા કરતાં હોય. પણ બકા શબ્દની ઉત્પત્તિ જાપાનમાંતો બીજી વ્યક્તિને મૂરખ કહેવા માટે થઈ પણ ગુજરાતી બકાની ઉત્પત્તિ જરા લાગણીસભર છે.
બંગાળીમાં બોકા શબ્દ છે. તેનો અર્થ મૂરખ થાય. બકો ગુજરાતના દરેક ઘરમાં જડી આવે. જાપાનીઝ અર્થ પ્રમાણે નહીં માની લેવાનું.  કારણ કે આમ તો લાડનું નામ છે. જે માતાઓ પ્રેમથી પોતાના બાળક માટે વાપરતી આવી છે. ક્યારેક છોકરીઓને બકા કહી દેવામાં આવે છે. બકાનો અર્થ તે છતાંય આજે આપણા સૌના મનમાં જાપાનીઝ કેમ થાય છે તે સમજવા મેં ઘણાં ધમપછાડા કર્યા પરંતુ તેનું કોઇ સાયન્ટિફિક રિઝન ના મલ્યું. ઘરમાં નાનકડો બકો શરીરે મોટો થાય પણ માનસિક રીતે તે હજી પણ બેબી બકા જેવી હરકતો કરે ત્યારે બકાને કહેવું પડે કે .... જો બકા આમ વર્તાય.  
અમદાવાદનો બકો અને મુંબઈની છોકરી વચ્ચેની લવસ્ટોરી ધમાલ હોઈ શકે. અમદાવાદની એક બીજી ખાસિયત કે અમદાવાદી ઘરમાંથી બહાર નીકળે કે તરત બાઈક કે ગાડીમાં બેસે. ચાલવાના નામે અમદાવાદીની આળસને કોઈ નહીં પહોંચે. અમદાવાદમાં મેટ્રો શરૂ થઈ પણ અમદાવાદીઓ કહે છે કે નહીં ચાલે બકામેટ્રો સ્ટેશન સુધી ચાલીને જવાનું ઈમ્પોસિબલ મોદીજીનો કહો કે દરેક ઘર સુધી પિકઅપની વ્યવસ્થા રાખે ….આવું કહેતાં અમદાવાદીઓ જાતે પોતે. બાઈક પર ત્રણ બકાઓ એક સાથે તે પણ હેલ્મેટ પહેર્યા વિના જતાં હોય તેવા દૃશ્યો અમદાવાદમાં સહજ જોવા મળી શકે. રોન્ગ સાઈડમાં વાહન ઘુસાડી દેવું તેમ ટ્રાફિક પોલીસને ગાળો આપવી પણ સહજ હોય છે. રિક્ષાવાળાએ મને કહ્યું કે જુઓને બહેન બિચારાં બાઈકવાળાને પોલીસો આજકાલ બહુ હેરાન કરે છે. લોકો પહેલાં પાર્ક કરતાં હતા તેમ રોડ પર પાર્ક પણ કરી શકે, બોલો કેટલો અન્યાય કેવાય. મેટ્રો બને એટલે રોડ નાનો કરે તેમાં પાર્કિંગ પણ કરવું લોકોએ. પાર્કિંગના નિયમો નડે છે અમદાવાદને, પગ વડે સિગ્નલ આપવાની પ્રથા હજી ચાલુ છે એવું સાંભળવા મળ્યું છે. ટ્રાફિક તમારા મુંબઈની જેમ નિયમમાં ચાલે તેવું નહીં એવું તો વારંવાર સાંભળવા મળે. 

વળી ગુજરાતમાં માવો ખાતો બકો શોધવો મુશ્કેલ છે. મુંબઈની છોકરીને માવાનો કંટાળો હોઈ શકેમાવો ખાતો બકો મળી જાય, પણ દર અડધા કલાકે કિટલી પર જઈ ચા પીતો બકો પણ મળે. અમદાવાદનો બકો ઉદાર હોય તે દર્શાવવું પહેલાં મુશ્કેલ હતું, પણ અમદાવાદી હવે કુશાંદે ટી લોન્જમાં ચા સાથે ખાખરાના ખણખણતા રૂપિયા પણ ચુકવી શકે છે. જ્યારે મુંબઈની છોકરી  કિટલી(રસ્તાના સ્ટોલ) પર ચા પીવાની વાત કરે ત્યારે બકાને ગમે નહીં તેવું બની શકે. ટી લોન્જમાં લઈ જઈને છોકરી પર છાકો પાડી દેવાની ગણતરી ખોટી પડી શકે છે. અમદાવાદનો છોકરો સાહસિક હોય તેવું બની શકે અને મુંબઈકર છોકરી બિન્દાસ બેબ હોઈ શકે. ખેર, આપણે કોઈ ફિલ્લમ કે નાટક નથી લખવું. અમદાવાદી પુરુષ હવે બદલાઈ રહ્યો છે તે વરણાગી બની રહ્યો છે તે છતાં મુંબઈકર અને અમદાવાદીનો ભેદ ઓળખવો હજી પણ અઘરો નથી. અહીં કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી, કારણ કે મોટાભાગના પુરુષોની અહીં વાત થઈ રહી છે. 
ગુજરાતના પોલીસવ્યવસ્થાપકોએ  પણ બકાઓને ઓળખીને ટારગેટ કર્યા છે. નવરાત્રીમાં બધા બકાઓ  ટ્રાફિક રુલ્સ તોડે  તે માટે પોલીસોએ બકાને   ઉપયોગમાં લીધો હતો. જાહેરાતોમાં લખ્યું કે જો બકા ટ્રાફિક રુલ્સ નહીં તોડવાના. જો બકા વાહનતો યોગ્ય રીતે પાર્ક કરવાનું. અને હા હાલમાં માનનીય વડાપ્રધાન મોદીજીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે જે જરૂરી છે પણ અમદાવાદ હોય કે મુંબઈ આપણામાં રહેલા બકાઓ સમજતા નથી. એટલે જો બકા કચરો કચરાપેટીમાં નાખવાનો. એવી જાહેરાતો કરવી પડી. શક્ય છે હવે દિવાલો ઉપર પણ લખવું પડશે કે જો બકા જાહેરમાં સૂ સૂ નહીં કરવાની કે થૂંકવાનું નહી. આપણે ઘરમાં એવું નથી કહેવું પડતું કે ગમે ત્યાં કચરો નાખવો કે  થૂંકવું નહીં કે સૂસૂ કરવું. એવું પણ કહેવાય છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ દૂર થઈ શકવાનો નથી. રીતે જાહેરમાં પુરુષ ઊભો રહી શકે જ્યારે સ્ત્રી નહીં તે વાત ગૌરવપૂર્વક કહેવાતી હોય છે. જો સ્ત્રીઓ  જાહેરમાં સૂસૂ નથી કરતી તો તેઓ પહેલાંથી પ્લાન કરે છે. શું બકાઓ ઘરેથી કે ઓફિસથી નીકળતા સમયે યાદ કરીને સૂ સૂ જઇ શકે. કે પછી પોતાની જાતને રોકી શકે? ચલો સમજ્યા કે કંઇક તકલીફો છે તો તેમને માટે પબ્લિક શૌચાલયો છે . સ્ત્રીઓ માટે તો પણ નથી. સિવાય પણ શૌચાલયની વાત નીકળી છે તો બીજી અનેક હાઇજનિક વાતો છે જે બકાઓને ઘરમાં નથી શીખવાડાતી કે તે મોટો થઈને શીખતો નથી. જેમકે ટ્રેનના ટોઇલેટમાં સ્વચ્છતા અને સૌજન્યતા કેમ જાળવવી. જેથી કરીને તેમના પછી તે ટોઇલેટ ઉપયોગમાં લેતી તેમની માતા,બહેન કે પત્નિને સૂગ આવે. ટોઇલેટને ઉપયોગ પછી સ્વચ્છ રાખવું કે ત્યારબાદ હાથ ધોવાની હાઈજીન આદતો બકો ક્યારેય શીખતો નથી કે સમજતો નથી. 
 આજે દેશપ્રેમનો જુવાળ છે ત્યારે કહેવું પડે કે દેશ પણ આપણું ઘર છે. તેને જાળવવાની જવાબદારી આપણી છે. બહારના દુશ્મનો જોડે નહીં આપણી અંદર રહેલા ખરાબીઓ સામે પણ લડવું જરૂરી છે. બાય વે પ્લોટનો કોપીરાઈટ લેખકનો છે તે ફક્ત જાણ ખાતર. 











You Might Also Like

1 comments