­
­

હીરબાઈ લોબીને અભણ કોણ કહે ? 28-8-12

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વનરાજ સિંહનું રાજ પ્રર્વતે છે. ગીરના સિંહ જેટલા દેશવિદેશમાં પ્રખ્યાત છે તેટલા જ ગીરના જાંબુર ગામના હીરબાઈ લોબી પણ પોતાની આગવી પ્રતિભાને લીધે પ્રસિધ્ધ છે. હીરબાઈ લોબી સિદ્દી જાતિના અભણ અને ગરીબ ઘરમાં જન્મેલા. બાળપણ ઘણી તકલીફો વચ્ચે વિત્યું. ચાર વર્ષની ઉંમરે માતાનું મૃત્યુ થયું અને ચૌદ વરસની વયે પિતાજીની છત્રછાયા ગુમાવી.દાદી પાસે રહીને ઊછર્યા. તેમની સિદ્દી જાતિમાં પુરુષો પણ...

Continue Reading

મને ઈતિહાસ વાંચવો ગમે છે કારણ કે હું ભણ્યો નથી – અભિષેક બચ્ચન

(નવેમ્બર 2010માં લીધેલી મુલાકાત)આ શુક્રવારે રિલિઝ થનારી ફિલ્મ ખેલે હમ જીજાન સે માં મુખ્ય પાત્ર ભજવનાર અભિષેક બચ્ચનને બચ્ચન પરિવારની ઓફિસ જનકમાં મળવાનું થયુ. અભિષેક જ્યાં રહે છે તે જલસા બંગલાની પાછળની ગલીમાં જનક નામનું ત્રણ માળના મકાનમાં એબીસીએલની ઓફિસ છે. આ મકાનમાં પ્રવેશતા વેંત જ દરેક જગ્યાએ અમિતાભ બચ્ચનની તસીવરો દેખાય. એ સિવાય સ્વચ્છ આંગણામાં સુંદર રીતે કંડારેલા  ગણપતિ , સરસ્વતી, લક્ષ્મી...

Continue Reading

નવી શરુઆત

આમ જોઈએ તો દરેક શ્વાસ આપણામાં નવો પ્રાણ પુરતો હોય છે. દરેક પળ નવી હોય છે પરંતુ, જીવનની ભાગદોડમાં દરેક નવો ઊગતો દિવસ આપણા માટે નવી શરુઆત લઈને નથી આવતો. પણ કેટલાક વ્યક્તિત્વો હોય છે કે જેઓ એકનું એક જીવન જીવતા નથી. તેઓ જીવનના મધ્યે પહોંચીને વળી નવી દિશામાં પ્રવાસ શરુ કરે છે. તદ્દન અજાણ્યો રસ્તો પકડી નવી મંઝિલની શોધમાં ઊપડે છે અથવા...

Continue Reading

મારો સંબંધ હારી ગયો હું નહીં... મોના કપુર

2007ની સાલમાં મોના કપુરનો ઇન્ટરવ્યુ કર્યો હતો.મોના કપુર નવોદિત અભિનેતા અર્જુન કપુરની માતા અને બોની કપુરની સાથેનું લગ્નજીવન ભાંગી પડ્યા બાદ પોતાની આગવી ઓળખ ઊભી કરીને  સન્માનપૂર્વક જીવનાર મોના કપુર કેન્સરની બિમારીમાં માર્ચ 25 2012ના રોજ ગુજરી ગયા. આજે તેમની મુલાકાત હાથ લાગી, તેમની હ્રદયસ્પર્શી  વાત ... બધા સાથે વહેંચુ. છું ... સ્મૃતિઓ દુખદ છે... બોની કપૂર સાથે મારા એરેન્જડ મેરેજ થયાં હતાં....

Continue Reading

આ મેડલ દરેક ભારતીય નારી માટે છે.

ભારતમાં મહિલાઓને રમત ગમત ક્ષેત્રે આમેય મળવો જોઇએ તેટલો પ્રતિસાદ પણ માંડ મળતો હોય ત્યારે બોક્સિગમાં પાંચ પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર મહિલા મેરી કોમને ક્યારેય લાઈમ લાઈટ મળી નહીં કે ન તો તેને કોઇ પ્રોડકટ્સની બ્રાન્ડ એમ્બેડેસર બનવાનો મોકો મળ્યો. કારણ કે બોક્સિગ ગ્લેમર્સ ગેમ ગણાતી નથી.  જ્યારે દુનિયામાં 256મું સ્થાન ધરાવતી અને ઓલિમ્પિક  મહિલા ડબલ્સમાં પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ જનાર...

Continue Reading

અન્નાની ગાંધીગીરી કેમ ન ચાલી ?

અન્નાએ જ્યારે પહેલીવાર જંતરમંતર પર ઉપવાસ કર્યા ત્યારે લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈ મિડિયા અંજાઈ ગઈ હતી. તેમની ભ્રષ્ટાચારની ચળવળને ગાંધીગીરી સાથે સરખાવવામાં આવી હતી. પણ અન્ના ગાંધી નહોતા. ગાંધીજીની વાણિયાગીરી કમાલની હતી. તેમની લડત સત્યના પાયા પર હતી.તેઓ બેરિસ્ટર હતા તેમને ખબર હતી ક્યારે કેટલું બોલવું અને ન બોલવું. તેમનું દરેક વર્તન પોતાની માન્યતા પર આધારિત હતું. નહીં કે તેમની આસપાસની વ્યક્તિઓની માન્યતા...

Continue Reading