લુઝર ડાયરી 3 5-12-12

04:12ત્રણ મહિના સુધી ચાલવાની શિસ્ત અને એક્યુપંકચર તથા ભોજનની શિસ્ત પણ જળવાઈ... બે ,ત્રણ ,ચાર ,પાંચ ,છ,સાત, આઠ કિલો વજન ઓછું થતાં તન,મનમાં ધાર્યું હતો તેવો સ્ફુર્તિનો સંચાર જણાયો. ડાયાબિટિશ પણ કન્ટ્રોલમાં રહેવા લાગ્યો... પણ આ મન ક્યાં સુધી કન્ટ્રોલમાં રહેશે તેનો ભય રહેતો... સૌ પ્રથમ તો કબાટમાં કપડાં વધવા લાગ્યા...ખરીદાઇને નહીં પણ જુના જે કપડાં બે વરસથી હું તેમને ધારણ કરી શકું તેટલી પાતળી થાઉં તેની રાહ જોતા હતા તેમને શોધીને કાઢ્યા. વાહ , નવા કપડાં પહેર્યા હોય તેવો આનંદ મને થતો કારણ કે મને તે ગમતા હતા પરંતુ, પહેરી જ ન શકું , અને સાંકડા પડે એટલે દર વખતે તેમને જોઇને કબાટના તળિયે મૂકી દેવાના ન દેખાય તેમ. સાથે મન કઠણ કરીને કેટલાક કાઢી નાખેલા કપડાં યાદ આવ્યા. એ કપડાં એટલે જ કાઢી નાખ્યા હતા કે મેં આશા છોડી દીધેલી કે ક્યારેય હું વજન ઓછું કરીને તેમને પહેરી શકીશ. આ આશા છોડી દેવી તે નિષ્ફળતા નહીં તો બીજું શું  ?  બીજું કામ એ વધ્યું કે રોજ પહેરાતાં કપડાંને ટાંકા લેવા પડ્યા. બન્ને રીતે મનને આનંદ થયો પણ દિવાળી આવતા જ વળી શિસ્તમાં ગાબડાં પડ્યા. જેનો ડર હતો તે થયું. કન્ટ્રોલ દેખાય છતાં તેમાં ગાબડાંતો હતા જ. વજન જે હજી ઘટવું જોઇએ તે ત્યાં જ અટકી ગયું. માંદગી આવે એટલે ચાલવાનું બંધ થાય, એક  યા બીજા કારણે હતાશા આવે અને ઇમોશનલ ઇટિંગ આવે, તેમાં વચ્ચે પગમાં વાગ્યું અને બેદરકારીને કારણે પાક્યું. ચાલી ન શકાય તેનું કારણ પગ પણ બન્યો. ન ચાલવાને કારણે માનસિકતા વળી બદલાય અને વળી ઇમોશનલ ઇટિંગ અને ....વળી નિષ્ફળતાની માનસિકતા ધીમે ધીમે ખબર ન પડે તેમ ઘર કરવા લાગે... કોઇ જ કારણ વિના .... ચાલવા જવાની આળસ આવે...માંદગી સાથે પછી ઠંડીનું કારણ ઉમેરાય.... અટકી ગઇ છું હવે અહીં ... વળી પાછી... જુહુનો દરિયા કિનારો નજીક ન હોત તો આટલે ય ન પહોંચાત ... પણ હવે ફરી એક સમય એવો આવ્યો છે જ્યાં અટકી જવાય છે. આગળનો રસ્તો અઘરો લાગે છે. વળી પાછું જવાનું સાવ સહેલું છે.... ભય લાગે છે કે વળી જો આઠ કિલો વધી ગયું તો હવે ફરીથી એકડે એકથી શરુ કરવું પડશે....ઠંડીને લીધે ભૂખ વધારે લાગે છે કે ઇમોશનલ ઇટિંગ છે તે સમજવું અઘરું લાગે છે. હું જે છું તે સ્વીકારીને જીવી શકાય પણ જાતને બદલી શકાય પણ ખરી... વજન ઓછું થયાની હળવાશ અનુભવાય છે છતાં સરળતાથી શરીરને ઓછું કરવું સહેલું નથી લાગતું. વરસો પહેલાં નિખિલ ધુરંધરની મુલાકાત લીધી હતી અખબાર માટે જ... તે અમેરિકામાં છે એમણે એવું સંશોધન કર્યું છે કે જાડાપણું વાયરસને કારણે પણ હોઇ શકે છે. બહાના માટે આ કારણ પણ સારું છે. મારી મિત્રો સાથે વાત કરું તો કહે કે હવે ઉંમર થઈ એટલે શરીર અને પેટ ઊતારવું સહેલું નથી. બાળક થયા બાદ તો નહી જ. સાંભળીને સારું લાગે પણ ભગવાને થોડી બુધ્ધિ આપી છે તે કહે બહાના સારા છે. જેન ફોન્ડા, જુલિયા રોબર્ટસ અને આપણી રેખા કે શ્રીદેવી, મલાઈકા અરોરા પણ છે જ ને. એ લોકોને તો નજરે જોયા છે. પરણેલા હોવું કે બાળકના મા હોવું કે ઊંમર હોવી બધું જ બરાબર છે પણ લુઝર છો કે નહીં તે સ્વીકારવું અઘરું છે. હું સ્વીકારું છું. દુનિયા સામે આત્મવિશ્વાસ સાથે ઊભા રહી શકાય પણ પોતાની સામે તમે જે હો તે જ રહો છો. હવે દર અઠવાડિયે હું મારી જાતને કઈ રીતે લુઝર રહેવાથી બચાવી શકું છું કે નહીં તે જોવાનું છે. હા અત્યારે તો આઠ કિલો લુઝ કરીને વીનર છું પણ પૂરી નહીં.

You Might Also Like

1 comments

  1. Habits once they are formed they are difficult to die.Keep it up.You may walk in d eve if morning is colder.

    ReplyDelete