­
­

ગ્રીન ઓસ્કાર વિજેતા અપરાજિતા દત્તા 28-5-13

2013નો ગ્રીન ઓસ્કારને નામે જાણીતો એવોર્ડ ભારતીય નારી અપરાજિતા દત્તાને મળ્યો છે. તેમને વ્હિટલી ફંડ ફોર નેચરનું બેલાખ પંચાણું હજાર ડોલરનું ફંડમાં પણ ભાગ મળશે. જે તેઓ ભારતના ડુંગરાળ પ્રદેશમાં વસતા હોર્નબીલની જાતિઓને બચાવવા માટે વાપરશે. આજની નારીના કામના સીમાડાઓ  વિસ્તરી રહ્યા છે. તેઓ કિચનની ચાર દિવાલોની પાર સરળતાથી નીકળીને વણખેડ્યા અનેક પ્રદેશો શોધી રહી છે. અપરાજિતા એવી જ એક નારી છે. બાંબુથી...

Continue Reading

માનવ ધર્મ જીવન ગુલાલ 29-5-13

જીવન એટલે ફક્ત શ્વાચ્છોશ્વાસની ક્રિયા નથી કે ન તો ઉંમરનો સરવાળો છે, પરંતુ, જીવનમાં આવતી કેટલીક ક્ષણોને એવી રીતે જીવીએ કે તે ધૂપસળીની જેમ લોકોમાં સુવાસ ફેલાવે. અને તે માટે ન તો મોટી ડિગ્રીઓની જરુર પડે છે કે ન તો ધનના ઢગલાની ગરજ પડે છે. આ બાબત આપણને સમજાવે છે રસિયાબીવી ... કેરળના એક ગામ અંબાલાપુઝાની મુસ્લિમ ગૃહિણીએ ઊચ્ચ  હિન્દુ જ્ઞાતિની વિધવા વૃધ્ધાને...

Continue Reading

સાચો વિકાસ કોને કહીશું ?15-5-13

ડેવિડ હેન્રી થોરોનું  એક વાક્ય  છે કે  જંગલમાં જ દુનિયા સચવાઈ રહી છે. આ વાક્યને દુનિયામાં અનેકે વાંચ્યુ હશે પણ તેને ગંભીરતાથી લીધું બ્રાઝિલિયન ફોટોગ્રાફર સબાસ્ટિઅન સલ્ગાડોએ. તેણે પોતાની રણ જેવી થઈ ગયેલી જમીન પર રેઇન ફોરેસ્ટ ઊભું કરી દીધું છે. સબાસ્ટિઅન આજે 69 વરસનો છે. તે પ્રખ્યાત ફોટોગ્રાફર છે અને તેનું જીવન એક રોમાંચક કથા જેવું રહ્યું છે. આપણે કારર્કિદી અને ભવિષ્યની...

Continue Reading

આઇસ મેન 8-5-13 jivan gulal

પાણીની તંગી રણમાં પડે તે લોકો માની શકે પણ હિમાલયના ઊંચા પહાડોમાં પડે તે માનવું અઘરું લાગે પણ  લેહ લદાખના ગામોમાં  ગ્લોબલ વાર્મિગને કારણે  રણ જેવું સુક્કુભઠ્ઠ વાતાવરણ જોવા મળે. ખેડૂતોને વરસમાં એકવાર  પાક માટે પાણી ગ્લેસિયર પીગળે તો મળે. પણ ગરમીનો પારો ઊંચે જતાં ગ્લેસિયર પણ વધુને વધુ ઊંચે જવા માંડ્યા. એક સમયે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો હતા ત્યાં ભૂખરા બરફ વિનાના...

Continue Reading

હ્યુમેનિટી હોસ્પિટલ.17-4-13 jivan gulal

મૃત્યુ બાદ સાથે કશું જ નહીં આવે....આવા શબ્દો આપણે અનેકવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે બોલીએ પણ છીએ. પરંતુ, આપણે કોઇપણ માલિકીભાવ જતો કરવા તૈયાર નથી હોતા. બે પાંચ રુપિયા માટે ય આપણે રકઝક કરતાં નથી અચકાતા. પરંતુ, ઉપરોક્ત શબ્દો બંગાળના નાના ગામની ગરીબ સ્ત્રી સુભાષિની મિસ્ત્રી બોલે છે ત્યારે ઠાલા નથી લાગતા. કારણ કે સુભાષિનીએ પોતે કશું જ નથી ભોગવ્યું પણ ગરીબોને...

Continue Reading

શરીર એ જ સ્ત્રીનું ગૌરવ ? 7-5-13

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં કુર્દીશ અને ઇરાની પુરુષોએ સ્ત્રીના કપડાં પહેરીને ફેસબુક પર ફોટો અપલોડ કર્યા. કારણ ઇરાનમાં એપ્રિલના પહેલાં અઠવાડિયામાં એક પુરુષને સ્ત્રીનો વેશ પહેરીને રસ્તા પર ચાલવાની સજા કરવામાં આવી. આ સજાના વિરોધમાં શરુઆતમાં કેટલાક કુર્દીશ પુરુષોએ સ્ત્રીના વેશમાં પોતાનો ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કર્યો અને લખ્યું કે સ્ત્રી હોવું એ શરમજનક બાબત કે સજા નથી. અમને સ્ત્રીઓ માટે માન છે એટલે...

Continue Reading

સૂરજ ધીમા તપો કેમ કહું ...

ઉનાળો મને બહુ ગમે એમ કહું કે તરત જ સામી વ્યક્તિ મને જોઇ રહે ... મનમાં વિચારે ય ખરા  કે ક્યાંક જરુર મારા મગજમાં ગરબડ છે. મારો જન્મ મુંબઈમાં એટલે ઉનાળાનો આકરો તાપ સૌરાષ્ટ્ર કચ્છ જેવો નહીં. હવાનો ભેજ પરસેવાના રેલા થઈ નિતરે. જરા પવન વાતા ઠંડક લાગે. મે મહિનાની શરુઆત થાય એટલે ઉનાળાની બપોરે ઘરની બહાર ન નીકળવાના દરેક બહાના મન શોધે....

Continue Reading