­
­

અર્થ ટુ ઓરબીટ

પોતાનો વ્યવસાય કરવો એ કાચાપોચાનું કામ નથી. નાણાકિય અસ્થિરતાથી લઈને અનેક અડચણોને પહોંચી વળવાની હિંમત હોય તો જ પોતાનો વ્યવસાય કરવાનો વિચાર કોઇપણ સ્ત્રીએ કરવો જોઇએ. દરેક સ્ત્રીએ પોતાને જે કામ કરવામાં રસ હોય તે જ કામ કરવાનો વિચાર કરવો જોઇએ. આજની નારીને આ સલાહ આપનાર સુષ્મિતા મોહન્તીએ ભારતની પ્રથમ સ્પેસ કંપની શરુ કરી અર્થ ટુ ઓરબીટ જેમાં સેટેલાઈટ અને સ્પેસ અંગે સર્વિસ...

Continue Reading

ગૃહિણી કામ નથી કરતી 20-8-13

આ વાક્ય વાંચતા અનેક ગૃહિણીઓના ભવાં ખેંચાશે... સામે હોય તો સવાલો ય પૂછત કે બેન, મરવાની પણ ફુરસદ નથી હોતી અમને ઘરકામમાંથી અને કેમ કહો છો કે ગૃહિણી કામ નથી કરતી. આ વાક્ય અમે નથી કહેતા પણ ગર્વમેન્ટ નેશનલ સેમ્પલ સર્વે કહે છે. 1983ની સાલમાં ગ્રામ્ય વિસ્તારમાં 34 ટકા અને શહેરમાં 15.1 ટકા મહિલાઓ કામ કરતી હતી પણ 2011-2012માં આ ટકાવારી વધવાને બદલે...

Continue Reading

સુંદર વિકલ્પ 13-8-13

રોજ સવારે અખબારમાં અનેક ફરફરિયા આવે..... મોટાભાગે તો જોયા વિના જ સીધા આ ફરફરિયા કચરા ટોપલીમાં કે પસ્તીમાં જતાં રહે પરંતુ, ગ્લોસી રંગના એક ગુલાબી કાગળિયાને ફેંકતા પહેલાં વાંચવું પડ્યું.સુંદર ગ્રાફિકસ સાથે લખ્યુ હતું સ્ટે બ્યુટિફુલ યોર પ્લેસ યોર ટાઈમ. કોઇપણ આજની નારી માટે આ વાક્ય આકર્ષક હતું. તેમાંય મહાનગરમાં રહેતી, કામ કરતી સમયના અભાવમાં જીવતી નારીને માટે અહા... બોલાવી દે... આ વાક્ય....

Continue Reading

આનંદ ગાંધી -- ફેસબુક ડાયરી

લાંબા ગુંગરાળા વાળને એક હાથે સવારતો બીજા હાથ લાંબા કરીને ચારે તરફ અભિભૂત થઈ તેને સાંભળી રહેલા લોકો તરફ એકધારું બોલતા આનંદ ગાંધીના તરવરાટ રાતના બાર વાગ્યે પણ ગજબના છે. આનંદ ગાંધીને બે વાર મળવાનું બન્યું એક જ દિવસમાં .... 23 જુલાઈ મંગળવાર મુંબઈમાં સતત ભારે વરસાદની આગાહી સાચી પાડતો ભીનો માહોલ... દિવસભર રહ્યો. મુંબઈ લગભગ વરસાદ મય બંધ પાળી રહ્યું હતું. થયું...

Continue Reading

સમાજનો ચહેરો 6-8-13

એક દિવસ ઇમેઇલ બોક્સમાં મેઇલ હતો લક્ષ્મીનો...થેન્કયુ.. વી ડીડ ઈટ... લખેલો. પહેલાં નવાઈ લાગી કે આ કોણ લક્ષ્મી કોણ અને મને શું કામ થેન્કયુ કહે છે. મેઈલ ખોલીને જોતા ખ્યાલ આવ્યો કે દિલ્હીની લક્ષ્મીએ એસિડ ખુલ્લેઆમ ન વેચાય અને તેના પર પ્રતિબંધ આવે તે માટે કેસ લડી રહી હતી. તે સમયે તેણે ઓનલાઈન સહી સપોર્ટ માગ્યો હશે અને મેં સપોર્ટમાં સહી આપી હતી...

Continue Reading

હાથી છાપ આજની નારી 30-7-13

રાણી છાપ સાંભળ્યું હતું પણ આ હાથી છાપ વળી શું ? જીજ્ઞાશા વધતાં  થોડા ખાંખાખોળા કર્યા. ત્યારે ખબર પડી કે હાથીના પુ (ડન્ગ)  એટલે કે તેની લાદમાંથી બનાવાતી વસ્તુઓ. ગ્રીન રિવોલ્યુશન કદાચ કેટલાક લોકો ફેશન ગણતા હશે પણ પ્રકૃતિનું આદર સાથે સન્માન કરવાની જરુરત છે. કાગળ બનાવવામાં કેટલાય વૃક્ષોનો ખૂડદો બોલે છે અને જંગલના નાશ સાથે ગ્રીન કવર આપણે ગુમાવીએ છીએ તે સૌ...

Continue Reading