સુંદર વિકલ્પ 13-8-13

05:10

રોજ સવારે અખબારમાં અનેક ફરફરિયા આવે..... મોટાભાગે તો જોયા વિના જ સીધા આ ફરફરિયા કચરા ટોપલીમાં કે પસ્તીમાં જતાં રહે પરંતુ, ગ્લોસી રંગના એક ગુલાબી કાગળિયાને ફેંકતા પહેલાં વાંચવું પડ્યું.સુંદર ગ્રાફિકસ સાથે લખ્યુ હતું સ્ટે બ્યુટિફુલ યોર પ્લેસ યોર ટાઈમ. કોઇપણ આજની નારી માટે આ વાક્ય આકર્ષક હતું. તેમાંય મહાનગરમાં રહેતી, કામ કરતી સમયના અભાવમાં જીવતી નારીને માટે અહા... બોલાવી દે... આ વાક્ય.  પેડીક્યોર , મેનીક્યોર, વેક્સિંગ, ફેસિયલ કે બ્યુટી મસાજ માટે બ્યુટી પાર્લરમાં જવાની અને રાહ જોવાની કડાકૂટ નહી. આમ તો ઘરે આવીને ઘરગથ્થુ બ્યુટી પાર્લર ચલાવનાર સ્ત્રીઓ હોય જ છે પણ તેમનો સમય મેચ થવો મુશ્કેલ જ હોય છે. અને વળી તેમની સર્વિસ પણ તો ઘરગથ્થુ હોય બ્યુટી પાર્લર જેવી નહીં. નવાઈથી લિફલેટ વાંચ્યુ, બેલિટા નામે પ્રોફેશનલ સર્વિસ આપતું બ્યુટી પાર્લર પ્રથમવાર ભારતમાં અને મુંબઈથી શરુ થઈ રહ્યું હતું.  પત્રકાર અને નારી બન્નેનો જીવ એટલે પેમ્ફલેટ સાચવીને મૂક્યું કે પછી ફોન કરીશું. પરંતુ વિસરાઈ ગયું ત્યાં વળી એક સમયે ક્યાંક આ બેલિટા વિશે સાંભળ્યું કે વાંચ્યુને પેલું વિસરાઈ ગયેલું પેમ્ફલેટ યાદ આવ્યું. ફોન કર્યો અને વાત થઈ ગરિમા સાથે...
30 વરસીય ગરિમા જૈન આ બેલિટા સલોન કમસ હોમની ફાઉન્ડર સીઈઓ જે પોતે બ્યુટીશિયન નથી. પોતે મૂળ રાજસ્થાનની પણ લગ્ન કરીને મુંબઈ આવી. શિક્ષિત ગરિમા ફાયનાન્સ અને બેંકિગ ક્ષેત્રમાં કામ કરતી હતી. સ્ટાન્ડર્ડ ચાર્ટડ અને એચડીએફસી જેવી બેંકિગ સંસ્થાઓમાં કામ કરી ચુકી છે. મુંબઈમાં આવીને કામ ચાલુ રાખ્યું પણ મહાનગરમાં તેને પોતાની બ્યુટી ટ્રિટમેન્ટ માટે સમય ન મળતો અને સારા બ્યુટિ પાર્લર સુધી પહોંચવું અનેકવાર અશક્ય જ રહેતું. એટલે બે વરસ પહેલાં તેના મનમાં વિચાર આવ્યો કે  ડોમિનોઝ જેવી બ્યુટીશિયનની સર્વિસ હોય તો કેવું સારું. તેણે તપાસ કરી પણ એવી કોઇ સર્વિસ નહોતી.. એટલે બીજો ખ્યાલ  આવ્યો ચલને તો હું જ આ સર્વિસ કેમ ન શરુ કરું. તેની સાથે કામ કરતી મહિલા મિત્રો તો વાત સાંભળીને ઊછળી પડી પણ ઘરમાં બધાએ હસી કાઢી વાતને... ગરિમા કહે મારા માતાપિતાએ પણ વાતને ઠીક છે વિચાર સારો છે પણ આ અશક્ય છે તારા માટે. ગરિમા કહે છે કે કોણ વિચારે કે ફાયનાન્સ ક્ષેત્રની સારા પગારની નોકરી છોડીને તદ્દન નવા આઇડિયા પર કામ કરી શકાય. પણ આ વિચાર મારો પીછો નહોતો છોડતો. છેવટે હું બધાને મારી વાત ગળે ઊતારી શકી. નોકરી છોડી પ્રોવિડન્ટ ફંડની રકમ તથા થોડી રકમ પતિ પાસેથી  ઉધાક લીધી અને ડોમિનોઝ જેવી બ્યુટી ટ્રિટમેન્ટની સેવા શરુ કરી. બાળકો ધરાવતી , કામ કરતી મહિલાઓએ શરુમાં જ સારો પ્રતિસાદ આપ્યો. શરુઆત ધીમી અને નાના ક્ષેત્રથી કરી છે. હાલમાં મુંબઈમાં ત્રણ સેન્ટર છે પણ ભવિષ્ચમાં અન્ય શહેરો સુધી પહોંચવાની નેમ છે. શરુમાં અઘરું લાગતું હતું પણ એકવાર પાયો પાકો કર્યા બાદ ઇમારત શક્ય એટલી ઊંચી લઈ જઈ શકાશે. આજે દરેક મેટ્રો શહેરમાં સ્ત્રીઓને પોતાની બ્યુટી ટ્રિટમેન્ટ માટે સમય કાઢવો કેટલો મુશ્કેલ હોય છે તે સૌ કોઇ જાણે છે. પછી તે કામ કરતી નારી હોય કે ગૃહિણી. બાળકો ધરાવતી ગૃહિણી માટે તો સૌથી વધુ મુશ્કેલ બને બ્યુટી પાર્લરમાં જવાનું... એટલે મને ખાતરી જ હતી કે યોગ્ય મેનેજમેન્ટ સાથે પ્લાન કરવામાં આવે તો સ્ત્રીઓ ધ્વારા ચાલતી , સ્ત્રીઓ માટેની આ સર્વિસ ઇન્ડસ્ટ્રિ ચોક્કસ પ્રગતિ કરી શકે તેમાં મને શંકા નથી. કહેતા ગરિમાના ચહેરા પર આત્મવિશ્વાસ સ્પષ્ટ પણે જોઇ શકાય છે. એટલે તમારા સમયે તમારા ઘરે કોઇ આવે તો કઇ સ્ત્રી બ્યુટી ટ્રિટમેન્ટથી વંચિત રહે.

શિક્ષણ તમને ઉપયોગી થાય છે જ તેનું ફાયનાન્સનું શિક્ષણ અને અનુભવ નવી કંપની શરુ કરવામાં મદદરુપ બન્યો. વળી અનઓર્ગેનાઈઝ્ડ સેકટરમાં ઓર્ગેનાઈઝડ સેવા શરુ કરવાનો નવતર પ્રયોગ કરવાની હિંમત કરનાર ગરિમા કાલે સફળ સીઇઓમાં પોતાનું નામ નોંધાવે તો નવાઈ નહી લાગે. 
 

You Might Also Like

1 comments

  1. I have my beautician who has been providing doorstep service and at any time during the day.. at times early morning or late night.. and I am very happy to learn about the story og garima.. I wish her good luck.

    ReplyDelete