­
­

આતંકનો ઓછાયો 23-12-14

છોકરો પપ્પાને પૂછે છે, ‘પપ્પા તમે અફઘાનિસ્તાન ગયા છો?’પપ્પા છાપામાંથી મોં કાઢી નવાઈ સાથે પૂછે છે, ‘ના કેમ?’ તો પછી આ ટેરરિસ્ટ સાથે લગ્ન કઈ રીતે કર્યા... આ જોક દરેક પુરુષનો ગમતો હોઈ શકે. અમે સ્ત્રીઓ દરિયાદિલ છીએ તમારી સાથે હસી પણ લઈશું. પરંતુ, ક્યારેય વિચાર્યું છે કે ટેરરિસ્ટનું નામ લઈએ કે ઝનૂની ખૂનખાર પુરુષનો ચહેરો જ કેમ દેખાય ? હા ફિલ્મોમાં ક્યારેક સુંદર સ્ત્રીઓને...

Continue Reading

બળાત્કારી માનસ 16-12-14

આ લેખ નારીવાદી માનસિકતાથી નથી જ લખી રહી... તેની ખાતરી આપી રહી છું પરંતુ, દરરોજ બનતા બનાવો વિશે વિચારવાની, વાત કરવાની તમારી સાથે જરૂરત છે. બળાત્કાર શું કામ ? કેમ ? અને તેના કારણો વિશે સાથે મળીને ચર્ચા કરવાની જરૂર છે. આ સ્ત્રીઓની કે પુરુષોની જુદી બાબત નથી જ. આમાં બન્ને જાતિ સંકળાયેલી છે. સદીઓથી આ બાબતમાં ફરક નથી પડ્યો. બળાત્કાર કરનાર પુરુષોને...

Continue Reading

વાઘની મૂંછનો દોરો - કોરિયન કથા (published in navneet samarpan-december 2014

વરસો  પહેલાંની વાત છે. યન ઓક નામની સ્ત્રી પોતાના પતિના ઉગ્ર સ્વભાવથી ખૂબ ભયભીત રહેતી હતી. હકિકતમાં તેનો પતિ પહેલાં આવો નહોતો. તે ઘણો પ્રેમાળ અને શાંત વ્યક્તિ હતો. પરંતુ, યુધ્ધમાં જઈ આવ્યા બાદ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો. યન ઓક ઇચ્છતી હતી કે તેના પતિનો સ્વભાવ પહેલાં જેવો થઈ જાય.  તેના ગામમાં જ્યારે કોઇ બિમાર થતું કે મુશ્કેલીમાં આવી જતું તો  તેઓ...

Continue Reading

બસ બહુ થયું ...2-12-14

આજે પણ માતાપિતા દીકરીને પોતાના ઘરની આબરુ માનીને તેને મોતને ઘાટ ઊતારી શકે છે. દિકરો બીજી છોકરી પર એસિડ ફેંકી આવે કે બળાત્કાર કરી આવે તો તેને માતાપિતા પરણાવી શકે છે. તેની અપરાધિક ગણી શકાય તેવી ભૂલોને માફ કરી શકે છે પણ જો દીકરી પોતાની મરજીથી કોઇ છોકરા સાથે મૈત્રી કરે કે પરણે તો તે સાખી નથી લેવામાં આવતું. દિલ્હીમાં પરજ્ઞાતિમાં પ્રેમલગ્ન કરનાર...

Continue Reading

નારી કાલની, આજની કે આવતી કાલની 9-12-14

પિતૃસત્તાક માનસિકતા છે એ વાત સાચી અને તેને કારણે સ્ત્રીની માનસિકતામાં પણ કેટલા ફેરફાર આવે છે તેની નોંધ ઈતિહાસમાં કોઇક સોશ્યોલોજીસ્ટ લે તો સારું. સતત આ  કોલમ લખતાં કેટલીય વાર વિચારો મારી સામે ઊભા રહ્યા છે. આજની નારી તરીકે કેટલીક સ્પષ્ટતાથી સ્ત્રી તત્વ પર વિચાર કરવો રહ્યો. એ માટે મારે કાલની, આજની અને આવતીકાલની નારીને સમજવાનો પ્રયત્ન કરવો પડ્યો. એમ કરતાં જે સમજાયું...

Continue Reading

મેન એન્ડ મિથ 9-12-14

સ્ટેટ્યુટરી વોર્નિંગ – અહીં લખવામાં આવેલ બાબતો તમારા વિશે જ લખવામાં આવી છે એવું લાગે તો ઊંડો વિચાર કરવો.  આ લેખમાં લખેલ  દરેક બાબત સામાન્ય પણે દરેક પુરુષને લાગુ પડે છે. પુરુષો માટે કેટલીક વાયકાઓ વહેતી મૂકવામાં આવી છે. કેટલીક સાચી અને કેટલીક ખોટી છે. આમાં પણ બે બાજુઓ છે એક સ્ત્રીની બીજી પુરુષની. આમ પણ આ બન્ને બાજુઓ સિક્કાની બે બાજુઓ જેવી...

Continue Reading