ઉંમરનો અહેસાસ અકળામણ કરાવે ?

02:57ગયે વખતે લખાયેલ લેખ બાદ ઘણા વાચકોએ આક્રોશ વ્યક્ત કર્યો કે કોઈ કાકા કહે તેમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ અમારાથી નાની ઉંમરની વ્યક્તિ જ્યારે કાકા કહે તો ગુસ્સો આવે જ ! પણ સામે એમનું કહેવું છે કે તેમાંય જ્યારે કોઈ મોટી ઉંમરની સ્ત્રી કાકા કહે અને તેઓ સામે માસી કહે તો સ્ત્રીથી સહન નથી થતું. ગુજરાતમાં મજાકમાં કાકા કે માસી કહીને ઠેકડી ઉડાડવાનો ચાલ છે. અહીં એક વાત તો સ્વીકારવી જ પડે કે કોઈપણ વ્યક્તિની મજાક ઉડાવવી હોય તો સામી વ્યક્તિ ચીડાય તો વધુ મજા આવતી હોય છે. વળી પુરુષને પગાર ને સ્ત્રીને ઉંમર ન પુછાય તે કહેવત તો જાણીતી જ છે. જો કે તેમાં પણ અપવાદ  હોય જ છે. પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈપણ વ્યક્તિ માટે શ‚આતમાં વધતી ઉંમરને સ્વીકારવું સહેલું નથી.
માથામાં એકાદ સફેદ વાળ દેખાય કે ખેંચીને તોડી નાખવાની વૃત્તિ ભાગ્યે જ કોઈને નહીં થતી હોય. ચહેરા પરની કરચલીઓ કે ઉત્સાહની કમી સ્વીકારવી  કોઈપણ વ્યક્તિ માટે અઘરું હોય છે. તેમાં જ્યારે કોઈ મજાક કરે તો તે સહન ન થાય તે સ્વાભાવિક છે. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જે પ્રસિદ્ધ ત્રણ ખાન આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન પ્રૌઢ કહેવાય એવા જીવનના પડાવે પહોંચી ગયા છે. તે છતાં મહિલાઓમાં લોકપ્રિય છે. તેમને કાકા કહેવાતું નથી. એમ તો અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા હજી પણ તેના દીકરા કરતાં વધુ છે. ઉંમર વધે ત્યારે શરીરમાં ફેરફાર આવે તે સમજી શકાય પણ કેટલીક વ્યક્તિઓ   ઉંમર વધવા સાથે પણ  ગ્રેસફુલ રહે છે. આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાનના પણ વાળ સફેદ થવા જ લાગ્યા હોય. પણ આપણે ત્યાં ફિલ્મોમાં મોટી ઉંમરની વ્યક્તિઓ માટેની ભૂમિકા મોટેભાગે હોય તો પણ બાબુજી અને દાદાજીની જ હોય છે. સફેદવાળ ધરાવતી વ્યક્તિ હીરો હોઈ શકે નહીં. હા, અમિતાભ બચ્ચન માટે એવી ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો જ‚ર બનાવવામાં આવે છે. તાત્પર્ય કે ગ્રેસફુલી ઉંમર વધે તેનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ કાકા કહીને મજાક ન ઊડાવે પણ ઊલટાનું સામેથી કહે કે અરે વાહ તમારી ઉંમર જણાતી નથી અથવા તો તમે સારા દેખાવ છો એવી કોમ્પલિમેન્ટસ પણ મળી શકે. વળી તમને કોઈ કાકા કહી પણ દે તો માઠું લાગતું નથી. કારણ કે સહજ અને સરળ વ્યક્તિ જ ગ્રેસફુલ બની શકે અને કોઈપણ વયે ગ્રેસફુલ રહી શકે. જો સ્ત્રી કોઈના  માસી કહેવાથી ગુસ્સે થતી હોય તો તેનામાં ન તો ગ્રેસ હશે કે ન તો સ્વીકાર એવું જ પુરુષોનું પણ હોય છે.
પુરુષોની સાથે તકલીફ એ હોય છે કે ફક્ત વાળ સફેદ થવાની બાબત નથી, પરંતુ ટાલ પડવા માંડે તો પણ વ્યક્તિત્વ વૃદ્ધ થઈ જાય છે એવી માનસિકતા સમાજમાં છે. એટલે જ દુનિયામાં વાળ ઉગાડી આપતા સલૂનો ધમધમે છે. તો વાળના રંગ બનાવતી કંપનીઓ પણ ધમધોકાર ધંધો કરે છે.  તો વળી કેટલાકે તેમાંથી રસ્તો કાઢ્યો કે સાવ બાલ્ડ એટલે કે ટકો કરાવી લેવાનો. શરીર સ્વાસ્થ્ય સાચવ્યું હોય અને આત્મવિશ્ર્વાસ હોય તો આવી વ્યક્તિ પણ આકર્ષક લાગી શકે છે.
બંકિમહેમશાયર બ્રિટનનો રહેવાશી ક્રિશ હાલમાં ૫૮ વરસનો છે અને સિક્સપેક એબ ધરાવતો ફિટનેસ મોડલ બન્યો ૫૦ વરસ બાદ. ક્રિશ પહેલાં સોફ્ટવેર સેલ્મમેન તરીકે કામ કરતો હતો. ૫૦ વરસે તે દાદરા ચઢતાં હાંફી જતો, ટાયપ ટુ ડાયાબિટિશ હતો, કોલસ્ટરોલ-બ્લડ પ્રેશર હતું. અને બોડી માંસ  ઈન્ડેક્સ ૩૫ હતું. ટૂંકમાં કોઈપણ પ્રૌઢ પુરુષ જેવું તેનું જીવન હતું. પણ એક વખત તેણે નક્કી કર્યું કે તે આ રીતે નહીં જીવી શકે અને બસ ૫૩ વરસે તેણે ચાલવાનું અને કાર્ડિયો કસરત કરવાનું શ‚ કર્યું. તેનું બોડી ટોન થયું. વજન ઊતર્યું અને સ્વાસ્થ્ય પણ ફિટ થયું.  આજે ક્રિશ બ્રિટિશ ટેલિવિઝન પર ફિટનેસ શો ચલાવે છે. મોડલિંગ કરે છે. તેણે મસલ્સ એન્ડ ફિટનેસ નામે બુક પણ લખી છે.

 ફૂલોની ભાતવાળું શર્ટ પહેરીને કે શોભે નહીં તેવું ટાઈટ રંગીન ટીશર્ટ પહેરવાથી યુવાન ન લાગી શકાય. પણ જો તમારી શારિરીક -માનસિક સ્વસ્થતા હોય તો કાકા પણ હીરો લાગી જ શકે છે અને માસીઓની સાથે વાદવિવાદ પણ નહીં કરે. કાકા હોવાની માનસિકતા એટલે તમારું વર્તન. જે હંમેશાં કુઅઅલ હોવું જોઈએ. વાળ સફેદ હોય કે ટાલ હોય તેનાથી કોઈ ફરક નથી પડતો. ઊલટાનું અનુભવી હોવાની એ નિશાની છે. સ્ત્રીઓને પણ મોટી વયના મેચ્યોર્ડ પુરુષો ગમે છે. બાલિશ હરકતો કરતાં વૃદ્ધ કે નાદાન યુવાનો નહીં.
આપણી ઉંમર  ૪૦ની હોય કે ૬૦ની હોય પણ કોઈ  આપણને કાકા કહે તો સરસ સ્માઈલ સાથે શાંત લુક આપીને કહેનારને ભૂલનું ભાન કરાવી શકાય કે પછી તેને સામે ટોણો મારીને તમારો જુનવાણી-ચીડિયો સ્વભાવ જે સંબોધનને ફિટ છે તે સાબિત કરી શકો. ચોઈસ ઈઝ યોર્સ. બી કુલ ઓર એન્ગ્રી. યુવાની દેખાવમાં નહીં પણ સ્વભાવમાં હોય છે. તમારી જાતને સતત ઉત્સાહિત રાખવા માટે શારીરિક સ્વસ્થતા માટે મહેનત કરો. નવા શોખ કેળવો. સંગીત, બોલડાન્સ કે ટ્રાવેલિંગ અથવા કોઈ રમત રમો. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ગોલ્ફ, ફૂટબોલ કે બાસ્કેટ બોલ જેવી શારીરિક શ્રમ કરવો પડે એવી રમતો રમો. તો સાથે માનસિક ફિટનેસ માટે વાંચન, ચેસ, કેરમ જેવી રમતો રમી શકાય. ટ્રેકિંગ માટે જઈ શકાય. આ દરેક પ્રવૃત્તિ માટે તમારે ઘરની બહાર નીકળવું પડે અને વળી નવા મિત્રો બને. જીવન એકઢાળિયું કે ડલ નહીં બને. મનગમતી પ્રવૃત્તિ તન, મનને સ્વસ્થ અને સુંદર બનાવે છે.
ઉંમરનો અહેસાસ  બોજા‚પ કે અણગમતો ન હોય તો સંબોધન કોઈપણ હોય ફરક નથી પડતો. દુનિયામાં જ્યોર્જ ક્લૂની આ વરસે મેન એજિંગ ગ્રેસફુલ્લી લિસ્ટમાં નંબર વન છે. ત્યારબાદ બ્રાડ પિટ , જ્હોની ડેપ્પ, ડેનિયલ ક્રેગ વગેરે નામો છે. જ્યોર્જ ક્લૂની વાળ રંગતો નથી કે ચામડીની કોઈ ટ્રીટમેન્ટ કરાવતો નથી. અને તેણે ગયા વરસે ૫૩ વરસની ઉંમરે માનવ અધિકારનું કામ કરતી લોયર અમલ અમલુદ્દીન સાથે લગ્ન કર્યાં. શાહરુખ ખાન અને સલમાન ખાન હજી પણ પ્રેમકથાઓમાં ફેવરિટ કાસ્ટ છે. એ ન ભૂલવું જોઈએ.


You Might Also Like

0 comments