ફેસબુક ડાયરી – રેણુકા

22:06

                              


મુંબઈની લોકલ ટ્રેનમાં અનેક વાર્તાઓ જીવાય છે. ક્યારેક તેનો ભેટો અનાયાસે થઈ જાય ત્યારે લખવાનું મન થાય છે. એકવાર ઓફિસથી ઘરે જતાં ફાસ્ટ ટ્રેનના સેકન્ડ ક્લાસ મહિલાઓના ડબ્બામાં જવાનું થયું. ચર્ચગેટથી ટ્રેન ઉપડી અને થોડીવારે પાછળથી અવાજ આવ્યો. નમસ્કાર, મેરા નામ રેણુકા હૈ. અવાજ સ્ત્રૈણ પણ નહીં અને પૌરુષીય નહીં. પણ બહુ સલુકાઈથી બોલાઈ રહ્યું હતું, એટલે તેની સામે દરેકની નજર જતી અને દરેકની આંખમાં આશ્ચર્ય અને આદરની ઝલક પણ દેખાતી. ફરીને જોયું તો પીળા સલવાર કમીઝમાં કાખઘોડી સાથે ઊભેલી રેણુકા નજરે ચઢી. મોઢા પર આછા હાસ્ય સાથે તે બોલી રહી હતી.   મેં હીજરા હું. આપ સબસે થોડી મદદ ચાહતી હું. જો દે ઉસકા ભલા ન દે ઉસકાભી ભલા. માગને કે અલાવા  કોઈ કામ નહીં કર શકતી. મૈ ભી આપ લોકકી તરહ જન્મી હું. મેરી માને બડે દુખસે મુજે અલગ કિયા હોગા. મુજે પતા નહીં. પર આપ લોકોમેં અપની મા બહન સમજ કે માગ રહી હું.
કોઈ હીજડાને આ રીતે માગતા ન જોયો હોય એટલે સ્વાભાવિક જ દરેકને આશ્ચર્ય થાય. સાથે તેની માગવાની સલુકાઈને કારણે મોટાભાગની સ્ત્રીઓના પર્સ ફટાફટ ખુલી રહ્યા હતા. રેણુકાને પગે પોલિયો છે. પણ તેનો આત્મવિશ્વાસ અને માર્કેટિંગ સ્કીલ ગજબના છે.  અંધેરીમાં સિગ્નલ પર અંગ્રેજીમાં માગતી નંદિની યાદ આવી ગઈ જેના વિશે મેં અગાઉ ફેસબુક ડાયરીમાં લખ્યું છે. માગવું કે વેચવું પણ એક કળા છે. લાંબા અંતરની ટ્રેનમાં બપોરના એક ફેરિયો ચોકલેટ વેચી રહ્યો હતો. તેના પર સૌનું ધ્યાન જતું. તે દરેકની પાસે જઈને ઊભો રહીને ધીમેથી કહેતો કે ખાને  કે બાદ કુછ મીઠા 

You Might Also Like

2 comments