­
­

માર દિયા જાય કે છોડ દિયા જાય

સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધનારને પાઠ ભણાવવો જોઈએ કે નહીં તેની ચર્ચાઓ બે અઠવાડિયાઓથી ચાલી રહી છે તે વિશે થોડી છણાવટ નિર્ભયા પર થયેલા શારીરિક હુમલામાં બર્બરતા હતી. એટલે તેમને ફાંસીની સજા આપવામાં આવી. જ્યારે બિલકિસબાનુ કેસમાં બર્બરતા હતી કે નહીં તે સાબિત નથી થયું. (જાણકારો જાણે જ છે કે તેમાં પણ કેટલી બર્બરતા હતી) આજે મારે નિર્ભયા અને બિલકિસબાનુ કેસની...

Continue Reading

બ્લેડ રનર (મુંબઈ સમાચાર)

     પરપલ રંગે રંગેલા પગના નખ સામે જોતાં શાલિનીએ આછો નિશ્ર્વાસ નાખ્યો હતો. મનોમન કહ્યું કે તમે સુંદર છો. આભાર મને અત્યાર સુધી ઊભી રાખી, ચલાવી. બસ ત્યારબાદ આંખો પર અંધારું છવાયું અને જ્યારે ફરી આંખોએ અજવાળું જોયું ત્યારે ઘૂંટણની નીચેના પગ કપાઈ ગયા હતા. હાથની જેમ જ... પાંચ વરસ પહેલાં શાલિની સરસ્વથીને ખબર હતી કે તેનું જીવન બદલાવાનું છે. તે મા...

Continue Reading

માનસિક પ્રતારણાને જાતિ નથી હોતી

૨૯ વરસનો યુવાન પોતાનું ગળું ટૂંપીને આત્મહત્યા કરે ત્યારે એ કેવી માનસિક પ્રતારણામાંથી પસાર થયો હશે તે કલ્પી શકાય છે. કહેવા માટે એમ પણ કહી શકાય કે એ નબળો હતો. વિપરીત પરિસ્થિતિનો સામનો કરતા તેને ન આવડ્યું. પૂનામાં એક ખાનગી કંપનીમાં કામ કરતો અપૂર્વજીત મિત્રાએ પોતાની પત્ની અને તેના પરિવાર તરફથી થતું માનસિક ટોર્ચર સહન ન થતાં આત્મહત્યા કરી. પિતૃસત્તાક માનસિકતાને કારણે પુરુષને...

Continue Reading

ભારતનાં પ્રથમ મહિલા ન્યાયાધીશ જેમણે ચીલો ચાતર્યો

ઈન્ટ્રો – મે ની પાંચમી તારિખે ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ લીલા શેઠનું અવસાન 87 વરસની ઉંમરે થયું ત્યાં સુધી તેઓ સતત કાર્યરત હતા. મહિલા ન્યાયાધીશ તરીકે જેમણે ગ્લાસ સીલિંગ તોડીને નવો ચીલો ચાતર્યો એ લીલા શેઠ વિશે આજે વાત કરવી છે. પાંચ વરસ પહેલાં તેમને મુંબઈના એક ફંકશનમાં મળવાનું બન્યું હતું તે વિસરી શકાય તેમ નથી. સાડીમાં જાજરમાન દેખાતા લીલા શેઠના ચહેરા પર...

Continue Reading

નિવૃત્તિનું વધાર્યું ‘ગૌરવ’ (mumbai samachar)

        સાઈઠ વરસની ઉંમર બાદ કામમાંથી નિવૃત્તિ લીધા બાદ મોટાભાગના લોકો મિત્રો સાથે હરવા ફરવા અને બાળકોનાં બાળકોને સાચવવાના કામ કરતા હોય છે. તો વળી કોઈ બસ ટેલિવિઝનની સામે ધામા નાખીને બેસી રહેશે તો કોઈ મંદિર અને બગીચાઓમાં સિનિયર સિટિઝન્સ મંડળોમાં જોડાઈ જશે. હરિયાણાના ગુરગાવ વિસ્તારમાં રહેનારાં સ્નેહલત્તા હુડાએ નિવૃત્તિ બાદ વધુ પ્રવૃત્ત થવાનું નક્કી કર્યું પણ જરા જુદી રીતે. ...

Continue Reading

જસ્ટિન બીબર, પૉપ કલ્ચર અને એવું બધું

જસ્ટિન બીબર પાછળ કાલે (10 મેના મુંબઈમાં)યુવાનો હજારો રૂપિયા ઉડાવશે તો આ પોપ્યુલર કલ્ચર અને બિબર વિશે થોડું ઘણું જસ્ટિન બીબર ફક્ત ૨૩ વરસનો છે. વરણાગી છે. દુનિયામાં પ્રસિદ્ધ છે. યુવતીઓ જ નહીં યુવાનો પણ તેની પાછળ ઘેલા ઘેલા છે, કારણ કે જસ્ટિન આજના યુવાનોની ભાષા બોલે છે. આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરે છે. તેના લખેલાં ગીતો પોપ્યલુર એટલે કે પ્રસિદ્ધિના ચાર્ટ પર ધૂમ...

Continue Reading

રાજાને ગમે તે રાણી

૩૯ વરસના હેન્ડસમ ઈમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સના પ્રમુખપદના દાવેદાર છે એ તો મોટા સમાચાર ખરા પણ તેઓ આજકાલ દુનિયાભરમાં તેમની પત્નીને કારણે ચર્ચામાં છે. ૩૯ વરસના મેક્રેાનની પત્ની બ્રિજિટ ટ્રોનેક્સ હાલ ૬૪ વરસના છે. બન્ને વચ્ચે વયનો ભેદ ૨૪ વરસનો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેની પત્ની મિલાના વચ્ચે પણ ૨૪ વરસનો ફરક છે. ફક્ત ફરક એટલો જ છે કે ટ્રમ્પની પત્ની તેનાથી નાની...

Continue Reading