­
­

ઈમોશનલ અત્યાચાર (mumbai samachar)

સચ્ચાજૂઠા ફિલ્મનું આ ગીત દિલ કો દેખો, ચહેરા ના દેખો, ચહેરેને લાખો કો લૂંટા... દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા.... આ ગીત ઝુકરબર્ગે નહોતું સાંભળ્યું તે છતાં તેને ખબર હતી તેનો અર્થ એટલે જ તેને ફેસબુક બનાવવાનો અળવીતરો વિચાર આવ્યો હશે. બીજા અનેક પોપ્યુલર સોશિયલ મીડિયા કાર્યરત હોવા છતાં ગુજરાતીઓને હજી ફેસબુક વધુ ગમે છે એવું મને લાગે છે. આઈ મે બી રોન્ગ બટ...

Continue Reading

મેનોપોઝ મજાક નથી (મુંબઈ સમાચાર )

ઈન્ટ્રો – આપણે ત્યાં સ્ત્રીઓની સમસ્યાઓ વિશે જાહેરમાં ચર્ચા કરવી કે વાત કરવાનું આજે પણ ટાળવામાં આવે છે. ઓફિસમાં સાથે કામ કરતી બહેને એકવાર કહ્યું કે હવે થાક લાગે છે. કંટાળો આવે છે. સમજાતું નથી શું કામ. ખરું કહું તો કશેક એકલા ભાગી જવાનું મન થાય છે.  તો  એક પડોશી બહેનની વહુ ગર્ભવતી હતી. તેઓ હવે બીજીવાર દાદી બનવાના હતા. તેમણે વાતવાતમાં હૈયુ...

Continue Reading

કામનું વળતર અને ઓળખ ન મળે એવું પણ બને (mumbai samachar)

અનાઈસ નીન નામની ફ્રેન્ચ લેખિકાએ પોતાની ડાયરીમાં લખ્યું છે કે મા બનવું કે ન બનવું તે સ્ત્રીની મરજી પર નિર્ભર હોવું જોઈએ, કારણ કે બાળકને ઉછેરવું તે ઘણું મુશ્કેલ અને જીવનનો ખાસ્સો સમય લઈ લેતું કામ છે જે બધાથી થઈ શકતું નથી. લેખિકાએ એબોર્શન સંબંધે આ વાક્ય લખ્યું હતું. એબોર્શન ન કરાવી શકાય એવા કાયદાઓની સામે તેમનો આ વિરોધ હતો. ગર્ભ રહ્યા બાદ...

Continue Reading

થોડા સા રુમાની હો જાયે....

સ્ત્રીને પ્રેમ અને સમર્પણની મૂર્તિ માનવામાં આવે છે. પુરુષને પથ્થર હૃદય કહેતા કવિઓ પણ છે. તે છતાં પારાવાર પ્રેમ કરી શકતા પુરુષ વિશે શું કહીશું? આકાશમાં વાદળ ઘેરાય ત્યારે કાલિદાસને જ યાદ કરવામાં આવે છે. મેઘદૂત કવિતામાં મેઘની સાથે પ્રિયતમાને સંદેશો પહોંચાડનાર પ્રિયતમ આજે પણ લોકોના હૈયે રાજ કરે છે. પ્રેમની અભિવ્યક્તિ પુરુષો ન કરી શકે કહેનારાએ ફેર વિચારણા કરવી જોઈએ. જે પુરુષો...

Continue Reading

રસોડાથી રણસંગ્રામ સુધી વિસ્તરતું સૌંદર્ય

નારીવાદના યુગમાં નારીવાદીઓ સ્ત્રીના સૌંદર્યને નકારતા હતા, કારણ કે સ્ત્રી પુરુષને ખુશ રાખવા માટે જ સુંદર દેખાવાનું પસંદ કરતી હતી. પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીનું કામ સુંદર બનીને પુરુષને રિઝવવાનું રહેતું હતું. પણ હવે જમાનો બદલાયો અને વિચારધારા પણ બદલાઈ રહી છે. સ્ત્રી હવે પોતાને માટે સુંદર દેખાવાનું પસંદ કરે છે. તે ગમે તેવી દેખાતી હોય કે ગમે તે કામ કરતી હોય પણ સુંદરતા તેને...

Continue Reading

કેમિકલ લોચા અને હિંસાની અંદર બહાર

ઈન્ટ્રો – ગયા અઠવાડિયે બે ઘટનાઓએ ચિત્તને વિક્ષિપ્ત કર્યું. હિંસા ખૂન કરવાથી પણ શક્ય છે અને  આત્મહત્યા દ્વારા પણ શક્ય છે. નજીકના એક મિત્રના લગભગ 42 વરસના દીકરાએ આત્મહત્યા કરવાના સમાચારે મનને ક્ષુબ્ધ કરી દીધું હતું. હું પણ એક માતા છું અને પત્ની છું એટલે આત્મહત્યા કરનારની માતા અને પત્નીની પીડા સમજી શકાય છે. જો કે આત્મહત્યા કરનાર પોતે પણ પીડાઓને ઝેલી જ...

Continue Reading