બાલકૃષ્ણ દોશીને હાલમાં જ આર્કિટેકચરનું નોબેલ ગણાતું પ્રિત્ઝકર પ્રાઈઝ મળ્યું છે તે ભારત માટે ગૌરવની વાત છે. ગયા અઠવાડિયે અમદાવાદ હતી ત્યારે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટમાં જવાનું થયું. અર્ધ ગોળાકાર આકારનું એ મકાનમાં થોડા પગથિયા ચઢીને દાખલ થવાનું હતું. બપોરનો સમય હતો, ઊંચા મકાનો જોવા ટેવાયેલી આંખોને મકાન કરતાં સૂરજનો તાપ આંખને આંજી દેતો હતો. જ્યાં જવાનું હતું તે વિશે ચોકીદારને પૂછ્યું તો...
- 03:43
- 0 Comments