­
­

સ્ત્રી પણ જાતિય સતામણી કરી શકે

 સ્ત્રી બળાત્કાર ન કરી શકે પણ શારિરીક સંબંધ માટે પુરુષને મજબૂર કરી શકે. ગયા અઠવાડિયે સમાચાર વાંચ્યા કે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં જાણીતા મહિલા પ્રોફેસરે(એવિટલ રોનેલ-૬૬) પોતાના વિદ્યાર્થીનું ( નિર્મોદ રેઈટમેન્ટ-૩૪) જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. મહિલા પ્રોફસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રણ વરસ દરમિયાન નિર્મોદ પીએચડી કરી રહ્યો હતો તે સમયે આ બનાવો બન્યા હતા. સત્તાશાળી મહિલા સામે વિદ્યાર્થી ચુપ રહ્યો હતો એવી દલીલ છે. આ રિપોર્ટ ઓનલાઈન વાંચ્યો ત્યારે નીચે હજારેક કોમેન્ટ હતી....

Continue Reading

સંબંધોમાં એકબીજાની સંમતિ જરૂરી છે

કોઈપણ સંબંધમાં સ્પષ્ટતા હોય તો ગેરસમજ થવાની શક્યતા ઓછી થાય છે સ્સો એક - કૉલેજમાં ભણતી છોકરી - અમે એક જ ક્લાસમાં હતા, તેણે ફેસબુક પર રિકવેસ્ટ મોકલી ત્યારે નામ ખબર પડી. પછી ઓળખાણ વધતા ફોન નંબર એક્સચેન્જ કર્યા અને વૉટ્સ ઍપ્પ પર ચેટિંગ શરૂ થઈ. શરૂઆતમાં તો કૉલેજની નોટ્સ અને ક્લાસમાં શું શીખવાડ્યું તેના વિશે વાતચીત થતી...પણ પછી કપડાંના વખાણ અને કોમ્પ્લિમેન્ટ્સ...

Continue Reading

બીજું કંઈ નહિ બસ થોડો આદર જોઈએ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળી એકવાર સ્ત્રીનું અપમાન કરતું વાક્ય ટ્વીટ કર્યું. વ્હાઈટ હાઉસમાં કામ કરતી એક આફ્રિકન અમેરિકન સ્ત્રીને કોઈક કારણસર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હશે તેને બહાલી આપતી ટ્વીટ કરીને અમેરિકન પ્રમુખે કૂતરી શબ્દનો પ્રયોગ કર્યો. પ્રમુખ સ્થાનેથી જાહેરમાં કરવામાં આવેલો આ પ્રયોગ યોગ્ય નથી જ. તેનો જબરદસ્ત વિરોધ પણ થઈ રહ્યો છે. કારણ કે એક તો સ્ત્રી તરીકે અને બીજું...

Continue Reading

કહી ન શકાતી પીડાનો પહાડ

– બાળકનું શારીરિક શોષણ થાય છે ત્યારે આખી જીંદગી તેના માટે બોજ બની જાય છે  હું જ્યારે નાનો હતો એટલે કે છ વરસથી ય નાની ઉંમર હશે મારી. તે સમયે દૂરના એક સગાને ત્યાં રહેવા ગયો હતો. આન્ટીએ ખાસ મને ભાવતી મિઠાઈ બનાવી હતી. મારા આન્ટીનો દીકરો નીલ ત્યારે પચ્ચીસેક વરસનો હશે તે મને મિઠાઈની લાલચ આપીને જાતીય સતામણી માટે લલચાવતો. મારા સદનસીબે મને...

Continue Reading

દુખને હરાવવાની કળા

 જીવનમાંથી પીડાની બાદબાકી થઈ શકતી નથી, તેનો સ્વીકાર જ કરવો પડે. “કેન્સર તમારી પાસેથી ઘણું લઈ લે છે., કેન્સરે મારા પગ, મારું ફેફસું, અને લીવરનો થોડોક ભાગ પણ. લઈ લીધો.... પરંતુ, તેણે મને ઘણું આપ્યું છે. હું કોણ છું તે જાણવામાં મને મદદ કરી છે. પીડા સહેવાની મારી મર્યાદા... અને સૌથી મહત્ત્વનું તો મૃત્યુનો સામનો કરવાનો મારો ડર દૂર કરવામાં મને મદદ કરી છે.“ આ શબ્દો છે આલ્બર્ટ એસ્પીનોસાના....

Continue Reading

આઉટ ઓફ બોક્સ વિચારવું એટલે શું?

 સફળતાના માપદંડો ડિગ્રી અને નોકરીથી નક્કી કરવાના નથી હોતા  આમ જોઈએ તો દરેક વ્યક્તિઓ અલગ છે. એક સરખી દેખાતી વ્યક્તિઓના અંગુઠાની છાપ જુદી હોય. વિચારો જુદા હોય એનો અર્થ કે સર્જનહારે એક જ બીબું નથી રાખ્યું ... હા દરેકને એક સરખા  બે હાથ , બે પગ, બે કાન, બે આંખ અને એક ઈન્દ્રિય જે જાતિ નક્કી કરે છે તે આપ્યા છે. એને આપણે...

Continue Reading

સ્વતંત્રતાનો સાચો અર્થ જાણો

   સ્વતંત્રતાનો સાચો અર્થ છે કે કોઈને ગુલામ બનાવો નહીં અને ગુલામ બનો પણ નહીં. “હવે સ્ત્રીઓની પરિસ્થિતિ બદલાઈ છે. તેઓ શિક્ષિત હોય છે અને બહાર કામ કરવા પણ જાય છે. ત્રીસેક વરસ પહેલાં હતા એટલા બંધનો સ્ત્રીઓને માટે નથી રહ્યા પણ નવાઈ લાગે છે કે હજીપણ માતાપિતા અને છોકરીઓ માટે જીવનનું ધ્યેય એકમાત્ર લગ્ન છે.”   કનાટીકટ યુનિવર્સિટિના સોસિયોલોજી (સમાજશાસ્ત્ર) ડિપાર્ટમેન્ટના હેડ મનીષા દેસાઈને...

Continue Reading

તું જો કહે હા તો હા

 ના એટલે ના નો અર્થ ન સમજનારા માટે હા એટલે હા કેમ્પેઈન ચલાવવાની જરૂર છે. આપણે ત્યાં જ નહીં દુનિયામાં મોટેભાગે બધી જ જગ્યાએ સ્ત્રીનો નકાર પુરુષો સ્વીકારી શકતા નથી. એટલે જ સ્ત્રીની ના પણ હા જ કહેવાય એવી માન્યતાઓ કિંવદતીરૂપ ચાલી રહી છે. સ્ત્રીઓ શરમાળ હોય  છે અને એટલે તેઓ હા પાડતી નથી એવી પણ માન્યતાઓ છે. હકિકતે સ્ત્રીઓને ખબર પડતી હોય...

Continue Reading

આ દેખે જરા કિસમેં કિતના હૈ દમ

કિકિ ચેલેન્જ ભર રસ્તામાં  કેટલાકને ચાલુ કારે ઉતરી ડાન્સ કરવા પ્રેરે અને કેટલાકને નહીં  તેનું કારણ? ચેલેન્જ …જે આમ તો અંગ્રેજી શબ્દ છે પણ આપણા માટે સાવ પોતીકો બની ગયો છે બીજા અનેક અંગ્રેજી શબ્દોની જેમ. ચેલેન્જ એટલે કે પડકાર. આપણને પડકારો ખૂબ ગમે છે. પડકારો ફેંકવા ગમતા હોય છે તેને પડકારો ઝીલવા ગમે જ એવું નથી હોતું. ક્રિકેટની રમત ચાલતી હોય અને...

Continue Reading