આ દેખે જરા કિસમેં કિતના હૈ દમ

22:23
કિકિ ચેલેન્જ ભર રસ્તામાં  કેટલાકને ચાલુ કારે ઉતરી ડાન્સ કરવા પ્રેરે અને કેટલાકને નહીં  તેનું કારણ?


ચેલેન્જજે આમ તો અંગ્રેજી શબ્દ છે પણ આપણા માટે સાવ પોતીકો બની ગયો છે બીજા અનેક અંગ્રેજી શબ્દોની જેમ. ચેલેન્જ એટલે કે પડકાર. આપણને પડકારો ખૂબ ગમે છે. પડકારો ફેંકવા ગમતા હોય છે તેને પડકારો ઝીલવા ગમે એવું નથી હોતું. ક્રિકેટની રમત ચાલતી હોય અને આપણે ગોંડલમાં બેઠા બૂમ પાડીએ કે એલા આમ નો મરાયએણે જરાક બેટ અડાડવાનું હતુંઉપાડવાનું નોતુંએટલે બીજે ખૂણેથી અવાજ આવે કે તું મેદાનમાં ઊભો હોય તો ખઈબર પડે. ત્યાં લગણ પોચી તો જો પડકાર ફેકનાર પોતાની પહોંચ મુંબઈ હુધી જાવાની હોય તે શક્ય છે
આમ તો જીવન પોતે એક પડકારરૂપ છે પણ આજકાલ તમે વાંચતા હશો કે કેટલાક શહેરોમાં કિકિ ચેલેન્જ સ્વીકારવા માટે ટ્રાફિક પોલીસ ચેતવણી આપી રહી છે. તમે ચેતવણીને નજર અંદાજ કરો તો શું થાય એનો પડકાર પણ પોલીસની ચેતવણીમાં છેકિકિ ચેલેન્જ ટોરેન્ટોના રેપર ગાયક ડ્રેકનું ગીત ઈન માય ફિલીંગ્સ...કિકિ ડુ યુ લવ મીમાંથી કિકિ આવ્યું અને એક ન્યુયોર્ક વાસીએ  ચાલતી ગાડીમાંથી ઊતરીને ડાન્સ કરીને વીડિયો અપલોડ કર્યો. ત્યારબાદ હોલીવૂડના એકટર સ્મિથે બુડાપેસ્ટમાં ગેરકાનૂની રીતે બ્રિજ પર ગીત પર ડાન્સ કરતો વીડિયો અપલોડ કરતા વાયરલેસ થયો બસ પછીતો દુનિયાભરમાં ગાંડપણ ચાલ્યુંકેટલાક લોકો એવા હોય છે કે તેને જીવનમાં સતત થ્રીલ કે સેન્સેનલ બાબતોની શોધ હોય છે. કેટલાક જે સામાન્ય રૂટિન જીવન જીવી શકે છે તે રીતે લોકો રૂટિનથી કંટાળી જાય છે. તેમને સતત નવું જીવનમાં જોઈએ. ફેસબુક કે વોટ્સ એપ્પની સફળતા પણ તેવા લોકો માટે છે. દુબઈના હેલ્થ સાયકોલોજીસ્ટ ડૉ મિલોની સ્લેટર કહે છે કે નિત નવું શોધનારાઓ નવા અનુભવ માટે શારિરીક, સામાજીક, કાયદાકિય કે આર્થિક બાબતોની ચિંતા કરતા નથી. હાલની કિકિ ચેલેન્જમાં પણ કાયદો અને શારિરીક ક્ષમતાને વળોટવાની છે. સમાજમાં તમે લોકો ગાંડા પણ ગણી શકે. કહે છે કે કિકિ ચેલેન્જને હોલિવૂડ, બોલીવૂડના હિરો લોકે પણ સ્વીકારીને પોતાનો વિડિયો મૂક્યો છે. તો ભારતના તેલંગાણા રાજ્યના લમ્બાડીપુરમ ગામના પિલ્લી તિરૂપતી અને અનીલ ગીગાએ ચેલેન્જ જીતી લીધી છે એવું વાંચવા મળે છે. ખડૂત પુત્રો પોતે પણ ખેતી કરે છે તેમણે કારને બદલે બળદના હળને ખેતરની ભીની માટીમાં ફેરવતાં કિકિ ડાન્સ કરવાનો વિડિયો મૂક્યો છે તે વાયરલ થઈ ગયો છે. કાઠિયાવાડમાં તો એમ પણ કહે કે ગાંડાઓના ગામ વસે છે
 જીતવું આપણને ગમે છે. જીત આપણને દરેક ક્ષેત્રમાં જોઈએ છીએ. એસએસસી બોર્ડમાં પાસ થવું, પછી બારમામાં, પછી સારી કોલેજમાં એડમિશન લેવું. ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ માટે વિદેશમાં પ્રવેશ મેળવવો, પાસપાર્ટ, વિઝા, પ્રેમમાં પડવું, લગ્ન કરવા, નોકરી મેળવવી કે પોતાનો ધંધો ચાલુ કરવો, બાળકો ઉછેરવાઆમ સતત નાના માટો પડકારો આપણે આપણા માટે સેટ કરતા હોઈએ છીએ
કેટલીક વ્યક્તિઓ હોય છે જેમને માટે નાના પડકારો ચેલેન્જીંગ નથી લાગતા. તેઓ કંઈક નવું કરવાનું નક્કી કરે છે. ઉદાહરણ તરીકે કોઈ સ્પોર્ટસ કે પછી ફિટનેસ માટે દોડવાનું શરૂ કરે છે. કોઈ પહાડો સર કરે તો કોઈ કિકિ ચેલેન્જતેમાં પણ હજી આગળ જઈએ તો મેરેથોન દોડ૨૧ કિલોમીટર, ૪૨ કિલોમીટરતેનાથી આગળ લડાખમાં જઈને દોડવાનું, રણમાં જઈને દોડવાનું સતત પડકારો મોટા થતા જાય. આપણે તેને અહોભાવથી જોઈ રહીએ. વ્યક્તિ તમને દુનિયાની લાગે. કારણ કે તમારાથી રોજ ચાલવા પણ જવાતું નથી. મોટિવેશન એટલે કે પ્રેરણા ઓછી પડે છે એવું લાગે. જે વ્યક્તિ પોતાની ક્ષમતાને પડકાર ફેંકે છે અને કોઈ એક પડકાર પૂરો કરે છે ત્યારે એને જે લાગણી થાય છે તે પડકારની પ્રોસેસ એટલે કે તેને પૂરો કરવા માટે દા.. ૪૨ કિલોમીટર દોડવામાં નથી હોતીએમાં તો નકરો શ્રમ હોય છે પણ નક્કી કરેલું ધ્યેય પુરું થાય એટલે માનસિક સંતોષ મળે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો સંતોષની લાગણી આપનાર કેમિકલ ડોપામાઈન હોય છે. ડોપામાઈન તમને આનંદ પણ આપે છે. અને તે ત્યારે  મળે જ્યારે તમે કોઈ એક પડકાર પૂરો કરો
બ્રિટિશ સાહસિક, સ્પીકર અને બિઝનેસ કોચ એડ્રીઝન હાયસે માઉન્ટ એવરેસ્ટ, કે ટુ સર કર્યા તો  ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવનો પ્રવાસ કર્યો, અરેબિયન રણ ઊંટ પર પસાર કર્યું વગેરે વગેરે એટલે કે તેણે  વિશ્વના અઘરા, ઊંચા પહાડો ચડવા, કે પછી અઘરામાં અઘરા પ્રવાસો કરવાનું ગમે છે. ૧૭ વરસની ઉંમરથી તે નિત નવા સાહસો કરે છે. આજે તે ૫૭ વરસની ઉમરે પહોંચ્યો છે અને હજી સાહસો કરવાનું ચાલુ છે. તેના નામે બે કે ત્રણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ છે. તેનું કહેવું છે કે ઊંચા પહાડ પર ચઢવાનું હોય કે ખૂબ કઠિન પ્રવાસ કરવાનો હોય ત્યારે રોજના પંદરેક કલાક બરફ ચઢવાનું હોય કે પછી ચાલવાનું હોય વિષમ પરિસ્થિતિમાં ત્યારે કોઈ મજા કે થ્રીલ નથી હોતી. પણ એક ટાસ્ક પૂરો કર્યા બાદ જે લાગણી થાય છે તે અદભૂત હોય છે. તેને લાગણી અનુભવવાનું એડિકશન એટલે કે વ્યસન પડી ગયું છે. વ્યસન માટે તે નિતનવા અઘરા પડકારો પૂરા કરવાની ચેલેન્જ પોતાની જાત સામે મૂકે છે. તેને આવા સાહસો કરવામાં ડર નથી લાગતો એવું નથી. પણ તેને હવે સાહસિક શારિરીક શ્રમ ગમે છે. વળી સાહસો કરવા જાય ત્યારે દુનિયાની ભીડથી દૂર જવું પડે છે. તેને કુદરતમાં એકાંતમાં સમય ગાળવો પણ ગમે છે. કેટલીક વ્યક્તિઓ શહેરમાં વચ્ચોવચ્ચ આવેલા પોતાના મકાનમાં એકલી નથી રહી શકતી જ્યારે અહીં વિષમ પરિસ્થિતિમાં  હજારો માઈલ દૂર કે પહાડ પર જ્યાં કોઈ તેનો અવાજ સાંભળનાર નથી કે નથી તેને કોઈ અવાજ સંભળાતો ત્યાં એકાંતમાં રહેવાની વાત છેએટલે કે એકલા રહેવું પણ પડકારરૂપ હોઈ શકે છે
ડોપામાઈન કેમિકલ જે આપણને આનંદ અને સંતોષની લાગણી આપે છે તેની ગોળીઓ જો સરળતાથી લઈ શકાતી હોત તો લોકો પણ લેતા હોત. કેટલાક લેતા પણ હશે પરંતુ તમને પડકારો પૂરા કર્યા બાદ જે લાગણી થાય છે તે કુદરતી ડોપામાઈન આપી શકે છે. કિકિ ચેલેન્જ પણ કેટલીક વ્યક્તિ માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટેનો પડકાર છે. દરેક પડકાર તમારી ક્ષમતાની કસોટી સમાન હોય છે. તમે કેટલી હદે તમારા શરીરને, મનની ક્ષમતાને વિકસાવો છો તે તમારી સાહસવૃત્તિ પર નિર્ભર હોય છે. સાહસિકતા માટે વીલપાવર એટલે કે આંતરિક ક્ષમતા જરૂરી હોય છે. એકલા રહેવાથી લઈને ખોટી ખરીદી કરવાથી માંડીને સાદું સિમ્પલ જીવવાની ઈચ્છા રાખવી પણ એક જાતનું સાહસ હોય છે કેટલાકને માટે. પોતાની જાતને કઈ દિશામાં કેટલી સ્ટ્રેચ કરવી તે વ્યક્તિના સ્વભાવ, વાતાવરણ અને વિકાસ પર આધારિત હોય છે.
પહેલાં પણ કેટલીક ચેલેન્જને કારણે આખુંય વિશ્વ  હેલે ચઢ્યું હતું. યાદ હોય તો ચારેક વરસ પહેલાં આઈસ બકેટ ચેલેન્જ. તમારે તમારા પર કે કોઈ બીજા તમારા માથે બરફનું પાણી ભરેલી ડોલ નાખે. ચેલેન્જ ચેરિટિ સાથે જોડવામાં આવી હતી. એએલએસ ફાઉન્ડેશનના લાભાર્થે ચેલેન્જને દુનિયામાં મૂકવામાં આવી હતી. ત્યારના અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પણ ચેલેન્જ સ્વીકારી હતી. આપણા ક્રિકેટરોએ પણ ચેલેન્જ પૂરી કરી હતી. જે વ્યક્તિ ચેલેન્જ પૂરી કરતી તે બીજી વ્યક્તિને ચેલેન્જ એટલે કે પડકાર ફેંકતી

કોઈપણ પડકાર તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા મજબૂર કરે છે અને એક ધ્યેય પર તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઈ એક બાબત પ્રત્યે તમે ફોકસ કરો એટલે ધ્યાન લાગ્યા જેવી અનુભૂતિ પણ થાય. તમને બીજું કશું નડે નહીં. અનુભવ પણ અનેરો હોય છે એટલે પણ લોકો પડકાર સ્વીકારવા તૈયાર થતા હોય છે. જીવનમાં દરેકના પડકારો અને ક્ષમતા જુદા હોઈ શકે છેસાહસિક પડકાર ઝીલનારાઓનો અનુભવ છે કે તે

You Might Also Like

0 comments