­
­

મુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો 27-5-14

મુકામ નહીં પ્રવાસ મહત્ત્વનો તુફાની ખ્યાલો ધરાવતી નારીઓમાં આ બીજી મહિલા છે ફ્રાન્સની.  34 વરસીય કેરોલાઈન મોઈરોક્સ. 2011ની સાલના જુનમાં યુરા નામના તેના ગામથી પગપાળા દુનિયાનો પ્રવાસ કરવા નીકળી પડી. કરોલાઈન એન્જિનયર છે. બાળપણથી એનું સ્વપ્ન હતું દુનિયા ફરવાનું. બસ એક સમય એવો આવ્યો કે તેણે નક્કી કર્યું કે તે નીકળી પડે પ્રવાસે. શું કામ ? તો કહે કોઇ કારણ નથી. દરેક કામ...

Continue Reading

માનવતાની હોસ્પિટલ 22-5-14

મૃત્યુ બાદ સાથે કશું જ નહીં આવે....આવા શબ્દો આપણે અનેકવાર સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે બોલીએ પણ છીએ. પરંતુ, આપણે કોઇપણ માલિકીભાવ જતો કરવા તૈયાર નથી હોતા. બે પાંચ રૂપિયા માટે ય આપણે રકઝક કરતાં નથી અચકાતા. પરંતુ, ઉપરોક્ત શબ્દો બંગાળના નાના ગામની ગરીબ સ્ત્રી સુભાષિની મિસ્ત્રી બોલે છે ત્યારે ઠાલા નથી લાગતા. કારણ કે સુભાષિનીએ પોતે કશું જ નથી ભોગવ્યું પણ ગરીબોને...

Continue Reading

ચલો આજ તુફાની કરતે હૈ...20-5-14

ચલો આજ તુફાની કરતે હૈ... એકવાર ટ્રેનમાં રાજકોટથી મુંબઈ આવતાં બાજુમાં બેઠેલી એક ગૃહિણી વાતે વળગે છે. માતાની માંદગીને કારણે  તે પહેલી જ વાર એકલી પ્રવાસ કરી રહી હોવાથી થોડી ઉચ્ચક હતી. તેણે મને પૂછ્યું કે એકલા પ્રવાસ કરતાં ડર ન લાગે ?  મેં કહ્યું ના... પછી તો અમે ઘણી વાત કરી. સાંજનો સૂરજ જોવા હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહી તો મને...

Continue Reading

જીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.

જીવન આનંદ – 4                   દેડકાંઓનું ટોળું જંગલમાંથી પસાર થતું હતું. એવામાં બે દેડકા કાદવ ભરેલા એક ખાડામાં પડ્યા. બધા દેડકા એ ખાડાની આસપાસ ભેગા થઈ ગયા. શું થઈ શકે તે વિચારવા લાગ્યા.  કાદવના ખાડામાં પડેલા બે દેડકાઓ પણ કૂદકા મારીને ખાડાની બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. એ જોઇને  ખાડાની ઉપર ઊભેલા દેડકાઓ કહેવા લાગ્યા...

Continue Reading

હું આવી જ છું

જીવન આનંદ -3 હું આવી જ છું.                  દિવ્યાશા દોશી નીલાને એવી ટેવ કે દરેક વાતમાં કહે, હું તો ભઈ આવી જ છું. મારાથી કશું જ સહન ના થાય. આપણે તો મોઢામોઢ કહી દઇએ. રમેશભાઈ પણ ઓફિસમાં દરેક સાથે એક વાક્ય તો કહે જ.. આપણે તો તડફડ કરનારા... ફાવે તો રાખો નહીં તો બાકી હું આવો જ છું શું કહો છો ? 20 વરસનો...

Continue Reading

આપણે ગુલામ ન બનાવીએ..6-5-14 divya bhaskar

એક સગાંને ત્યાં જવાનું થયું. ખૂબ પૈસાદાર વ્યક્તિઓ. પોશ વિસ્તારમાં બંગલો. બેન અમારી સાથે વાત કરતાં બેઠાંને બેલ મારી છોકરીને બોલાવી પાણી લાવવાનું કહ્યું. તે છોકરી એમના દીકરાના દીકરી જેવડી જ હશે તેરેક વરસની. ગ્લાસમાં પાણી લઈને આવી એ જોઇને પેલા બહેન બોલ્યા. કેટલીવાર શીખવાડ્યું ગ્લાસ ઢાંકીને લાવવાનો. અક્કલ જ નથી આ લોકોમાં કંઇ. મારી સામે જ પેલી છોકરીને ઊતારી પાડી. હોલના બીજા...

Continue Reading

પોતાનાંં નિર્ણયોની જવાબદારી લઇએ

જીવનઆનંદ -2                             પોતાનાં નિર્ણયોની જવાબદારી લઇએ નાના મોટા દરેકના જીવનમાં એકાદ પ્રસંગ એવો આવે જ અરે ક્યારેક તો દિવસમાં એકાદ ક્ષણ એવી આવે કે આપણને કન્ફયુઝન પેદા થાય. ઘરેથી નીકળતા વિચાર આવે કે ચાલી નાખવું કે રિક્ષા પકડીએ. ગાડી હોય તો આ રસ્તે ટ્રાફિક ઓછો હશે કે પેલા રસ્તે... આટલી નાની બાબત હોય ત્યાં સુધીતો વાંધો નથી આવતો પરંતુ પરીક્ષા બાદ કઈ કોલેજમાં...

Continue Reading

સાદું જીવન સંતોષ આપી શકે

જીવન આનંદ                 સાદું જીવન સંતોષ અને આનંદ આપી શકે મુંબઈથી ફક્ત ચાર કલાક દૂર ધરમપુરમાં શહેરી અતિક્રમણ પાદરે પહોંચી ગયું હોવા છતાં ગ્રામ્ય  જીવન હજી નષ્ટ નથી થયું. ત્યાં સવારે કે સાંજે ચાલતી વખતે જે કોઇ અજાણ્યું સામે મળે તો નજર મળતાં જ જાણીતું બની જાય. ગુડ મોર્નિગ કે ગુડ નાઈટના ખોખલા અભિવાદનની જગ્યાએ ત્યાં...

Continue Reading