સાદું જીવન સંતોષ આપી શકે

18:33

જીવન આનંદ                

સાદું જીવન સંતોષ અને આનંદ આપી શકે


મુંબઈથી ફક્ત ચાર કલાક દૂર ધરમપુરમાં શહેરી અતિક્રમણ પાદરે પહોંચી ગયું હોવા છતાં ગ્રામ્ય  જીવન હજી નષ્ટ નથી થયું. ત્યાં સવારે કે સાંજે ચાલતી વખતે જે કોઇ અજાણ્યું સામે મળે તો નજર મળતાં જ જાણીતું બની જાય. ગુડ મોર્નિગ કે ગુડ નાઈટના ખોખલા અભિવાદનની જગ્યાએ ત્યાં આવકારનું સ્મિત સંભળાય. ફક્ત ધરમપુર જ કેમ ભારતના કોઇપણ ગ્રામ્ય વિસ્તારમાં આ અનુભવ મળી શકે.
આવી જ એક ખુશનુમાં સવારે ચાલવા નીકળી તો એકભાઈ સામેથી આવતાં હતા. પાતળું શરીર, સફેદ ધૂળમેલી પોતડીને ઉપર બંડી જેવું શર્ટ, માથે સફેદ ગાંધી ટોપી, આંખે કાળી ફ્રેમના ચશ્મા, હાથમાં નાની કપડાંની થેલી... શ્યામ કરચલીઓવાળો ચહેરો. કેમ છો પૂછતાં જ સંતોષી સ્મિત સાથે જરાક ઊભા રહ્યા. એટલે સહજતાથી સંવાદ શરૂ થયો,  તેમનું નામ ભૂરાભાઈ નજીકમાં જ તેમનું ઝુપડું છે.ઘરમાં તે અને પત્નિ બબલીબેન બેજ, સંતાન નથી. ઘરની જમીન પણ નથી.નજીક આવેલા હાઇવેના રસ્તા પાર આવેલી ફેકટરીમાં રખેવાળીનું કામ કરે, મહિને 3000 પગાર મળે.
આગલે દિવસે મુંબઈમાં એક મિત્રની હોન્ડાસીટી કારમાં મોંઘી રેસ્ટોરાંમાં ગયા. મિત્ર સ્ટ્રેસમાં હતી.ત્યાં ચીઝ ક્રિમ વીથ નાચોઝ ખાતાં વાત શરૂ કરી કે કેમ ચિંતામાં છે તો ... કહે વાત નહીં પૂછ ક્લાયન્ટ પાસેથી પૈસા નથી આવતાં. નવા કામ સારા મળતાં નથી. દશેક લાખ અટકેલા છે અને મોંઘવારી કેટલી વધી રહી છે. ખર્ચા ઓછા કરવા પડશે તેનું ટેન્શન છે.આ યાદ આવતાં જ ભૂરાભાઈને મારાથી પૂછાઈ ગયું કે તમને જીવનમાં કોઇ ફરિયાદ છે... તો હસીને ના પાડતાં કહે કુદરત મહેરબાન છેબેન બે ટંક રોટલા મળી રહે છે. શરીર સારું છે.  આનાથી વધારે શું જોઇએ ?  સુપ્રભાત

  

 


 

You Might Also Like

0 comments