­
­

સ્ત્રી પુરુષના વિચાર બદલી શકે ? 28-5-15

નીલા પોતાના ભાઈને કહે છે... ભઈ તું તો લગ્ન પછી સાવ બદલાઈ ગયો છે. ભાભીએ તારા વિચારો જ બદલી નાખ્યા ...કહેતાં મોં મચકોડે છે. એક યા બીજી રીતે આવા અનેક ડાયલોગ પુરુષોએ સાંભળ્યા હશે. શું ખરેખર પુરુષોના વિચારો બદલી શકાય છે ? પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ચાલે છે ? મને ખબર છે આ વાંચનાર દરેક પુરુષોના મોઢા હા કહેતા હલી રહ્યા હશે. એની વે...

Continue Reading

સ્ત્રી મજાકનું સાધન છે ? 28-7-15

કોમેડી નાઈટ્સ વીથ કપિલ શર્માનો શો સુપર ડુપર હીટ છે. તેમાંય હિન્દી સિરિયલો ન જોનારા લોકો પણ સ્ટ્રેસ ફ્રી થવા લાફ્ટર શો જોશે. વળી આ શો એટલો સુપર હીટ થયો કે તેમાં પ્રમોશન માટે સેલિબ્રિટીઝ પણ તત્પર હોય છે. મને પણ જોવાનો આનંદ આવતો હતો. ક્યારેક ખટકતું જ્યારે મિસિસ શર્માને સતત હડધૂત કરવામાં આવેને તેના પર હસવાનું હોય. એવામાં ક્યાંક વાંચવા મળ્યું કે...

Continue Reading

રોમાંચિત કરતી વર્ચ્યુઅલ રોમાન્સની રમત 21-7-15

રિન્કુને શૈલેષનું લગ્નજીવન સરસ ચાલી રહ્યું હતું. બે બાળકો અને નવ વરસના લગ્નજીવન બાદ શિક્ષક શૈલેષને એક શૈક્ષણિક સેમિનારમાં મળેલી ડિવોર્સી ચેતના સાથે અફેર થયો. આ વાતની ઘરમાં ખબર પડતાં રમખાણ મચ્યું પણ છેવટે બાળકો માટે પતિપત્નીએ સમાધાન કર્યું. રિન્કુ આમ પણ ગૃહિણી હતી. તેની પાસે જવા માટે ન તો કોઈ ઘર હતું કે ન તો  પગભર થવા માટે નોકરી. લગ્ન પહેલાં તેણે...

Continue Reading

પોલીસ કમિશ્નરને ખુલ્લો પત્ર 21-7-14

એન્જલિકા અરિબામ , નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાની નેશનલ સેક્રેટરી છે. દિલ્હીમાં રહે છે. અને તેણે ગયા અઠવાડિયે  દિલ્હીના પોલીસ કમિશ્નરને ખુલ્લો પત્ર લખ્યો હતો. એ પત્ર વાંચીને કોઈપણ ભારતીય નારીને પોતાની પરિસ્થિતિ માટે આક્રોશ વ્યક્ત કરવાનું મન થશે. અહીં હું તેના પત્રનો થોડો સાર લખું છું. રિસ્પેકટેડ  સર, હું આ પત્ર તમને દિલ્હીની સ્ટ્રીટ પર વિરોધ પ્રદર્શન કે ધરણા કરવામાં મહિલાઓની સંખ્યામાં...

Continue Reading

વર્ચ્યુઅલ રિયાલિટીની રામાયણ 14-7-15

રાતના બે વાગ્યે નીલિમાની આંખ ખૂલી તો જોયું હજી પરેશ લેપટોપ પર હતો. છેલ્લા છ મહિનાથી તે આવું કરતો હતો. સવારે ઊઠે તો ફ્રેશ ન હોય. ઊંઘ પૂરી જ ન થાય. અને કશું કહેવાય નહી, કારણ કે પતિ છે તેને કંઈ સવાલ ન જ કરાય. તે ધીમેથી ઊભી થઇ અને અવાજ ન થાય તેમ પરેશની પાછળ ઊભી રહી. જોયું તો પરેશ કોઈની સાથે...

Continue Reading

ગ્લાસ લાયન એવોર્ડ ન હોવો જોઈએ 7-7-15

થોડો સમય પહેલાં એટલે કે ત્રણ મહિના પહેલાં જ દિપીકા પદુકોણ અભિનિત  માય ચોઈસ વિડિયોને લાખો લોકોએ જોઈ. તેના વિશે વિવાદિત લેખો પણ લખાયા, વંચાયા. પણ હકિકતમાં સ્ત્રીને ચોઈસ જેવું હોય છે ખરું ? મોટેભાગે ચોઈસ મર્યાદિત હોય છે. અને જો પોતાની પસંદગીનું જીવન જીવવા માગે સ્ત્રી તો એની કિંમતો ચુકવવા તૈયાર રહેવું પડતું હોય છે. વિડિયો ફિલ્મની વાત આવી એટલે અહીં ગ્લાસ...

Continue Reading

ધનવાન જીગોલોની દુનિયામાં ડોકિયું 7-7-15

પુરુષને સ્ત્રીનું આકર્ષણ એટલું હોય છે કે તે માટે કોઈ પણ હદે તેઓ જઈ શકે છે, એટલે જ સ્ત્રીને હંમેશાં પુરુષોથી થોડો ભય રહ્યા કરતો હોય છે. સ્ત્રી કોઈપણ પુરુષ પર જલ્દીથી વિશ્વાસ નથી મૂકી શકતી. તે દરેક પુરુષને સંબંધોમાં પણ સતત ચકાસતી રહે છે, તો પછી તે જીગોલોની પાસે શું કામ જાય છે ? એ પ્રશ્ર્ન દરેક પુરુષને થાય છે. ફક્ત જીગોલો...

Continue Reading

વિચારો વાંચવાના એપ્પની સ્વીચ ઓફ્ફ 30-6-15

વિચારોને વાંચવાનું એપ્લિકેશન શરૂ થયા બાદ નારી મનના અનેક પાસાં ખુલી રહ્યા હતા. કેટલીક વખત ન કહેવાઈ શકેલી કે ન લખી શકાય હોય એવી વાતો સરળતાથી મૂકી શકાઈ. તે છતાં હજી અનેક પડળો ખુલવાના બાકી રહી ગયા છે. પરંતુ, આ એપ્પની  કદાચ આ છેલ્લી કડી હોય શકે. તેમાં બે ત્રણ વાત મૂકી દઉં છું. અધિક માસની શરૂઆત થઈ એ મુંબઈમાં દરિયા કિનારે ગયા...

Continue Reading

સંબંધના બંધનોનો કંટાળો 23-6-15

વેકેશનનો સમય અને ગરમીની મોસમ એટલે  દરિયા કિનારે ખાસ્સી ભીડ રહેતી હતી. એવામાં સાંજના સૂર્યાસ્તની રંગોળી જોતાં દરિયાની ઠંડી હવાની સાથે કિનારાની ભીડને ય જોઈ રહી હતી. મમ્મીઓ અને નાના બાળકોનો જાણે મેળો લાગ્યો હતો. ઠેર ઠેર માટીના ડુંગરા, કિલ્લાની રમતો રમાઈ રહી હતી તો મમ્મીઓ બાળકોને રેતી ન ઊડાવવા કે પાણીમાં ઊંડે ન જવા માટે બૂમાબૂમ કરી રહી હતી. મોટેભાગે બે ચાર...

Continue Reading