ધનવાન જીગોલોની દુનિયામાં ડોકિયું 7-7-15

02:27
પુરુષને સ્ત્રીનું આકર્ષણ એટલું હોય છે કે તે માટે કોઈ પણ હદે તેઓ જઈ શકે છે, એટલે જ સ્ત્રીને હંમેશાં પુરુષોથી થોડો ભય રહ્યા કરતો હોય છે. સ્ત્રી કોઈપણ પુરુષ પર જલ્દીથી વિશ્વાસ નથી મૂકી શકતી. તે દરેક પુરુષને સંબંધોમાં પણ સતત ચકાસતી રહે છે, તો પછી તે જીગોલોની પાસે શું કામ જાય છે ? એ પ્રશ્ર્ન દરેક પુરુષને થાય છે. ફક્ત જીગોલો સિવાય. તેના ઘણા બધા કારણો છે. 

મુખ્ય કારણ તો એ છે જ કે તે સંતુષ્ટ નથી. અહીં ફક્ત શારીરિક સંતુષ્ટિની જ વાત નથી આવતી. સ્ત્રીને સંતોષ માનસિક રીતે ફીલ થવો જોઈએ. કહેવાય છે કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેક્સ આપે છે, તે વાત સાવ ખોટી નથી. બીજું સ્ત્રીને પ્રિન્સેસ હોવાનો અહેસાસ કરવો ગમે છે. પોતે હજી વોન્ટેડ છે, રોમાન્સને લાયક છે તેવો અહેસાસ કરવો ગમે છે. અહીં પેલો શેર ફરી યાદ આવે છે કે 

સુખે હોઠો સે હી હોતે હી પ્યાર કી બાતે,

પ્યાસ બુઝ જાયે તો લહેજે બદલ જાતે હૈ. 

લગ્નના થોડા વરસ બાદ પુરુષને પોતાની પત્નીમાં એ ચાર્મ નથી લાગતો જે બીજી સ્ત્રીમાં લાગે છે.વળી સંબંધો ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ પણ લેવાય છે. અહીં જ જીગોલોની ડિમાન્ડ શરૂ થાય છે. જીગોલોએ આ કપરૂં કામ કરવાનું હોય છે સ્ત્રીને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવાનો. બાકી તો કેટલાય પુરુષો પૈસા ખર્ચીને સ્ત્રીને પામવા તલપાપડ હોય છે. પણ સ્ત્રીને ય ચોઈસ હોય છે. ખાસ કરીને એ સ્ત્રીને જેને ખબર છે કે તેને શું જોઈએ છે. તે કોઈપણ જીગોલોને આવકારતી નથી. લગ્નમાં ન કરી હોય તેટલી ચકાસણી અને સતર્કતા તે જીગોલો પસંદ કરવામાં રાખે છે. આ બધું જ કહે છે, દુનિયાના મોસ્ટ વોન્ટેડ જીગોલો, સ્ત્રી જીગોલોને પસંદ કરતાં પહેલાં દશ ગરણીએ ગાળે છે. ભારતમાં હજી ચલણ ઓછું છે જીગોલોનું પણ વિદેશમાં ખાસ કરીને જાપાન અને ઈટલીમાં થોડો સમય વિતાવવાના જીગોલોને લાખો રૂપિયા મળી શકે છે. ભારતમાં હજી વધુ કમાતી અને એકલી રહેતી, ઈન્ડિપેન્ડટ સ્વભાવ ધરાવતી સ્ત્રીઓની સંખ્યા પણ અન્ય દેશો કરતાં ઓછી છે. 

જાપાનનો હિકારુ એઈઝાવા ત્યાંનો હાઈએસ્ટ પેઈડ જીગોલો છે. હેન્ડસમ, યુવાન હિકારુ પાસે દુનિયાની દરેક લકઝુરિયસ વસ્તુ છે. જે તેણે ખરીદી નથી. તેના ક્લાયન્ટ તેને ગિફ્ટ આપે છે. હિકારુને સરપ્રાઈઝ ગિફ્ટ પસંદ નથી. ગિફ્ટ આપતા પહેલાં ક્લાયન્ટ તેને પૂછે છે કે તેને શું જોઈએ છે ? હિકારુ પાસે દુનિયાની સૌથી મોંઘી અને એક્સલુઝિવ વસ્તુઓ છે. હિકારુ કહે છે કે સ્ત્રીને આદર અને રોમાન્સ ગમે છે. તેને સ્ત્રીને શાનદાર કંપની આપે છે. પબમાં, શોપિંગમાં અને બેડરૂમમાં પણ. જાપાનમાં અનેક હોસ્ટ જોઈન્ટ હોય છે. જ્યાં હિકારુ જેવા જિગોલો રેગ્યુલર પાર્ટી કરે છે અને ક્લાયન્ટ પણ તેમને ત્યાંથી જ મળી જાય છે. જાપાનમાં એક રાતના હિકારુને બે લાખ ડૉલર પણ મળી શકે છે. 

ઈટલીમાં જીગોલો રોય મશહુર છે. તેના ટીવીમાં ઈન્ટરવ્યુ લેવાયા છે તો તેના વિશે અનેકવાર અખબારો અને મેગેઝિનમાં લખાઈ ચૂક્યું છે. રોય અને હિકારુ નિયમિત જીમ , સ્પા વગેરેમાં જઈને પોતાની જાતને ફીટ રાખે છે. ફિલ્મના હીરો જેવા દેખાતા આ લોકો પોતાની માવજત પણ તેમની જેમ જ કરે છે, કારણ કે દેખાવ પણ ખૂબ મહત્ત્વનો હિસ્સો છે જીગોલો બનવા માટે. ઈટાલી પણ ભારતની જેમ પુરુષ પ્રધાન અને જૂનવાણી વિચારધારા ધરાવતો દેશ છે. ત્યાં સ્વીટ રોય નામનો જીગોલો પ્રસિદ્ધ છે એટલું જ નહીં તે દુનિયાનો સૌથી ધનવાન જીગોલો છે. તે હવે જીગોલો અંગે પુસ્તક પણ લખી રહ્યો છે. તે ઈટાલિયન સ્ટેલિઅનના નામે પણ પ્રસિદ્ધ છે. તે પોતાની સર્વિસ પ્રમાણે ચાર્જ કરે છે. લગભગ ૭૦૦થી ૩૦૦૦ ડોલર. સ્ત્રીઓ તેને ડિનર માટે સાથ આપવાથી લઈને વર્જિનિટી ખોવા માટે ય ફોન કરે છે. તે અનેક ટીવી શૉમાં પોતાના ઈન્ટરવ્યુ આપી ચૂક્યો છે, રોય એ એકમાત્ર કદાચ જીગોલો છે જે છેડેચોક જાહેર કરે છે કે હા હું જીગોલો છું. 

રોય કહે છે કે, જે રીતે સ્ત્રીને ભૂખ લાગે તો તે હોટલમાં જાય છે. સાયકોલોજીકલ સમસ્યા હોય તો સાયકોલોજીસ્ટ પાસે જાય છે તેમ, સેક્સુઅલ કે લાગણીની સમસ્યા હોય તો તે મારી પાસે આવે છે. આજે સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈ રહી છે તો તેઓ હવે પે બેક કરી રહી છે. જમાનો બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓ આર્થિક સ્વતંત્રતા મેળવવા સાથે પોતાના અધિકારો અંગે પણ જાગૃત થઈ રહી છે. પોતાની જરૂરિયાત પ્રત્યે પણ સભાન બની રહી છે. પ્રાચીન રોમન કાળથી સ્ત્રીઓ સેક્સ માટે પે કરતી આવી છે. પહેલાં આપણે જાણતા તો હતા પણ વાત કરતા નહોતા હવે આપણે વાત કરીએ છીએ. 

રોયની એક ક્લાયન્ટ મારિયાએ પણ ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સ્ત્રીઓ સેક્સ ખરીદતી થઈ તે કંઈ મોટી અચિવમેન્ટ નથી એવી દલીલ થઈ શકે અને તે સત્ય પણ છે.પરંતુ, સમય બદલાઈ રહ્યો છે તેની આ નિશાની છે. સ્ત્રી પોતાની જીંદગીના ફેસલા પોતે લેવા માટે સક્ષમ બની રહી છે. લંડનનો ગોલ્ડન ૩૦ નામનો જાઝ મ્યુઝિશિયન છેલ્લાં દસ વરસથી જીગોલો તરીકે પણ કામ કરી રહ્યો હતો. તે ક્યારેય ક્લાયન્ટ પાસેથી પૈસા નથી લેતો પણ ફક્ત ગિફ્ટ જ સ્વીકારે છે. તેને ક્લાયન્ટ સ્પોર્ટસ કારથી લઈને લકઝુરિયસ હોલિડે જેવી મોંઘામાં મોંઘી ભેટ સોગાદો ખુશ થઈને આપે છે. ભારતનો હાઈએસ્ટ પેઈડ જીગોલો પોતાનું નામ કે ઓળખ છતી નથી કરતો પણ તે પોતાના બ્લોગમાં લખે છે કે ભારતીય સ્ત્રીઓ તેને ક્લાયન્ટ તરીકે ઓછી પસંદ છે, કારણ કે તેઓ આ બાબતે પણ ભાવતાલ અને કચકચ કરે છે. તે મોટેભાગે વિદેશથી કે એનઆરઆઈ ક્લાયન્ટ જ પસંદ કરે છે. તે સફળ જીગોલો બનવા માટે ટ્રેઈનિંગ પણ આપે છે પણ તે માટે ય અનેક ચકાસણી કરીને. તે કબૂલે છે કે દરેક પુરુષ એમ સમજી લે છે કે જીગોલો બનવું એટલે મોજમજા અને પૈસા પણ હકીકતમાં એવું નથી, વળી સ્ત્રીને બ્લેકમેઈલ થવાનો ય ડર સતાવે છે. 

એવા પણ પુરુષો હોય જ છે જે પ્રોફેશનલ જીગોલો નથી હોતા. પણ મોજમસ્તી માટે જ આ પ્રોફેશનમાં આવે છે. પણ તેમના વર્તનથી જ તેઓ બાકાત થઈ જાય છે. સ્ત્રીને પોતાની અંગત લાગણીઓ વ્યક્ત કરવા માટે વિશ્ર્વાસુ પુરુષની તલાશ હોય છે. નહીં તો તેને આસપાસથી એક કહેતા હજારો પુરુષો મળી શકે છે, ફક્ત તેના ઈશારાભરની જ વાર હોય છે. સ્ત્રીઓ પોતાની સંતુષ્ટિ માટે જીગોલો પાસે જાય છે, નહીં કે પુરુષની સંતુષ્ટિ માટે. કેટલીક વાર પુરુષ સમલૈગિંક હોય પણ કુટુંબની પ્રતિષ્ઠા માટે પરણ્યો હોય તો તે પોતે ય પત્ની માટે જીગોલોની વ્યવસ્થા કરી આપે છે. ગે પતિને પ્રેમ કરતી સ્ત્રી છૂટાછેડા લેતી નથી પણ તે પોતાની જરૂરિયાત આ રીતે પૂરી કરે છે. કેટલાક પતિઓ પર્ફોમ ન કરી શકતા હોય તેઓ પણ પોતાની મરજીથી વિશ્ર્વાસુ જીગોલો શોધી આપે છે. આજે સ્ત્રીઓ કારર્કિદી બનાવવાની હોડમાં લગ્ન મોડા કરતી હોય છે કે લગ્ન ન કરવાનું પણ પસંદ કરતી હોય છે. તેવી સ્ત્રીઓ જીગોલોને પાર્ટીમાં લઈ જવાથી લઈને , પોતાના સુખદુખ માટે પસંદ કરે છે. આવી સ્ત્રીઓને પુરુષોનો સાથ તો જોઈતો હોય છે હૂંફ માટે કે ડિનર માટે કે નાઈટ આઉટ માટે પણ પોતાની સ્વતંત્રતા ખોવા નથી માગતી. અને આ વાત જીગોલો સારી રીતે જાણતા હોઈ તેઓ સ્ત્રીને આદર, સન્માન સાથે જ ટ્રીટ કરે છે. તો જ તેમને સ્ત્રી બીજીવાર બોલાવશે નહીં તો ક્યારેય તેમનું મોં પણ નહીં જુએ. 

You Might Also Like

1 comments