­
­

જાની દુશ્મન સાસુ-વહુના સંબંધો (mumbai samachar)

સાસુ-વહુના સંબંધો એટલે મા-દીકરી જેવા હોય તે હાલ થોડો સમયથી જ જોવા મળે છે. બાકી તો સાસુ-વહુની વાત આવતાં જ એકબીજાના જાની દુશ્મનની જેમ વર્તતી સ્ત્રીઓની જ કલ્પના આવે. સારું સાસરું મળે તે માટે જ વ્રત છોકરીઓ કરે છે તેમાં દરેકની પ્રાર્થના હોય કે સાસુ સારી મળજો. અત્યાર સુધી અનેકવાર સવારમાં અખબાર વાંચતા એવા સમાચાર વાંચવા મળતાં કે સ્ટવ ફાટતાં દાઝી જવાથી વહુનું...

Continue Reading

સુપર હીરો કલ્પનાના અને વાસ્તવિક જગતના

અમારી બાજુમાં રહેતો સાત વરસનો છોકરો ક્યારેક પેન્ટ પર પાછળ પૂંછડીની જેમ દોરી લગાવી , હાથમાં લાકડી લઈને કમ્પાઉન્ડમાં દોડા દોડી કરતાં બૂમો મારતો હતો જય બજરંગબલી.... તો ક્યારેક પેન્ટ પર અન્ડરવેઅર પહેરી, મોઢા પર દાદાની બુઢિયા કેપ પહેરે અને હાથમાં મોજા પહેરી, ગળામાં ટુવાલ બાંધી સુપર મેન કરતો દોડા દોડી કરતો હોય. તો વળી ક્યારેક હાથ મોજાં અને ગોગલ્સ પહેરી બેટમેન બને....

Continue Reading

કાયદાની કેદમાં પુરાયેલી લાગણીઓ ક્યારેય મુક્ત થશે? 16-2-16

ટુબી ઓર નોટ ટુ બી(હોવું - ન હોવું) ... શેક્સપિયરના હેમલેટ નાટકના ત્રીજા અંકમાં વપરાયેલ આ સ્વગતોક્તિ દુનિયાભરમાં અસમંજસ અને દ્વિધાની લાગણી દર્શાવવા માટે પ્રસિદ્ધ છે. એવો જ ભાવ અંગ્રેજીમાં લખતા વિક્રમ શેઠે વરસો પહેલાં અનુભવ્યો હતો. વિક્રમ શેઠની બીજી ઓળખ એ પણ કે તેઓ ભારતનાં પ્રથમ મહિલા જસ્ટિસ લીલા શેઠના પુત્ર છે. લેખક-કવિ વિક્રમ શેઠ હાઈલી એજ્યુકેટેડ છે. આજે ૬૩ વરસના વિક્રમ...

Continue Reading

વી ફોર વિક્ટરી, વેલેન્ટાઈન અને વજાઈના

વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમનો દિવસ. પણ આ દિવસને છેલ્લા ત્રણ વરસથી જગતભરની સ્ત્રીઓ વન બિલિયન રાઈઝિંગ તરીકે ઉજવે છે.  દુનિયાભરની સ્ત્રીઓ સ્ત્રી પર થતી જાતીય સતામણી અને બળાત્કારના વિરોધમાં ૧૪મી ફેબ્રુઆરીએ લોકો રસ્તા પર આવીને નૃત્ય દ્વારા એકત્વની લાગણી વ્યક્ત કરે છે. આ હાકલ સ્ત્રીઓ પર થતાં જાતીય હુમલાને વખોડી કાઢવા માટે જ નહીં પણ તેનો નક્કર વિરોધ નોંધાવવા માટે છે. દિલ્હીમાં થયેલ...

Continue Reading

પ્રેમ, આકર્ષણ અને સેક્સુઅલ હેરેસમેન્ટ 9-2-16

એક પુરુષ મિત્રએ હસતાં હસતાં સવાલ પૂછ્યો કે તમારો ડ્રેસ સારો છે એવું કોઈ સાથી કર્મચારી સ્ત્રીને કહેવાથી સેક્સુઅલ હરેસમેન્ટ કહેવાય ? તમે સુંદર લાગો છો આજે, એવી કોમ્પ્લીમેન્ટ કોઈ સ્ત્રીને આપી શકાય કે નહીં હવે ? નવાઈ સાથે હાસ્ય કરતાં મેં કહ્યું કે ચોક્કસ જ આપી શકાય. અમને સ્ત્રીઓને કોમ્પ્લીમેન્ટ્સ ગમે જ છે. અને તમે આજે કહો તો ખોટું ચોક્કસ લાગે અથવા...

Continue Reading

ચાલો, ખુલ્લું આકાશ ને મોકળું મેદાન માણીએ 4-2-16

મંદિરમાં પ્રવેશનો આટલો હંગામો જોયા બાદ વિચાર આવ્યો કે કેટલી સ્ત્રીઓ પુરુષની જેમ સહજતાથી બગીચામાં એકલી બેસે કે લાંબી થઈ સૂઈ શકે ? કેટલી સ્ત્રીઓ દરિયા કિનારે લાંબી તાણીને સૂતા સૂતા આકાશ તરફ જોવાની હિંમત કરી શકે ? રસ્તા પર રહેતી સ્ત્રીઓની વાત નથી, પણ મારે ખુલ્લા મેદાનમાં સૂતાં આકાશ તરફ જોઈને ગાવું હોય કે ઝાડોકી નર્મ ધૂપ હો ઓર આંગનમેં લેટ કર.......

Continue Reading

બદનામ ગલીઓમાંથી સ્ત્રીઓને મુક્ત કરતી સ્વયંસિદ્ધા (mumbai samachar 4-2-16)

કમાટીપુરાની ગલીઓ પાર કરતી પોલીસની સાથે એક ગુજરાતી મહિલા પણ ડર્યા વિના મક્કમ પગલે આગળ વધે છે. એક નાનકડી ગલીના અંધારિયા મકાનની મેડીના અંધારિયા ગોખલાઓમાં ચાર બાળકીઓ દબાઈને ડરીને બેઠી હતી. તેમને ધાઢસ બંધાવીને બહાર કાઢી. બારથી સોળ વરસની આ ગરીબ છોકરીઓને ઉત્તર પ્રદેશ અને નેપાળના ગામડાઓમાંથી કામ અપાવવાને બહાને ફોસલાવીને લાવવામાં આવી હતી. તેમાંથી બે ને તેના માતાપિતા પાસે મોકલી દેવામાં આવી....

Continue Reading