­
­

હદ ન ઓળંગતો પુરુષ સ્ત્રીને ગમે

                આજનો આ આર્ટિકલ તમને નારીવાદી લાગી શકે છે પણ મારી વિનંતી છે કે આ વિષયને ખુલ્લા મને જોશો તો તમને સમજાશે કે તમારા ઘરની સ્ત્રીઓને પણ આવી તકલીફ થઈ શકે છે. વિદેશોમાં આને મેનસ્પ્રેડિંગ કહેવામાં આવે છે. પશ્ર્ચિમી દેશોમાં આ વિશે અવારનવાર ચળવળ પણ થાય છે અને ચર્ચાઓ પણ થાય છે. પુરુષનો સ્વભાવ હોય છે...

Continue Reading

દૃષ્ટિ ગુમાવ્યા બાદ મોટું સપનું સાકાર (મુંબઈ સમાચાર)

‘હું જ્યારે સાત વરસની હતી ત્યારે મારી આંખોની સામે સદંતર અંધારું છવાઈ રહ્યું હતું. શરૂઆતમાં એ સ્વીકારવું મારા માટે સહેલું નહોતું. મેં બધાની સાથે વાતો કરવાનું બંધ કરી દીધું. આખી દુનિયા મારી સામેથી છીનવાઈ ગઈ હતી અને તે પણ મારા કોઈ વાંકગુના વિના. ડૉકટર પાસે કે મંદિરમાં જવાનું મેં બંધ કર્યું. મારે બધું જ છોડી દેવું હતું. અંધારી દુનિયામાં મને રસ નહોતો પડતો....

Continue Reading

દીકરીને આત્મનિર્ભર ન બનાવાય? (મુંબઈ સમાચાર)

એક મિત્ર સાથે વાત થઈ રહી હતી. તેમના ભાઈની દીકરી એમબીએ ભણી, સારું ઘર શોધીને તેના લગ્ન પરિવારે કરાવી આપ્યા. લગ્નના વરસ પછી દીકરી પાછી આવી કારણ કે સાસરામાં ફાવ્યું નહીં. હવે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો ત્યારે માનસિક પરિતાપ હોવાનો આરોપ મુકાયો અને એલીમની-ભરણપોષણ માટેનો દાવો પણ કર્યો. હવે આ મિત્ર કહે છે કે સામી પાર્ટીએ ભણેલી ગણેલી છોકરી સાથે એટલે લગ્ન કર્યા...

Continue Reading

આધુનિક પુરુષમાં પડકારરૂપ આદિપુરુષ

હાલમાં બે પુરુષ લેખકોના બ્લોગ વાંચ્યા. મારે જો સ્ત્રી તરીકે પુરુષોના પડકારો વિશે લખવાનું આવત તો કદાચ હું ન્યાય ન આપી શકત. પણ પુરુષોએ જ લખેલી વાત અહીં તમારી સમક્ષ મૂકવી છે. આજની નારીના પડકારો હું ખૂબ સરળતાથી જોઈ શકું કે લખી શકું. પુરુષો વિશે પણ જુદી રીતે વિચારી જ શકું, પરંતુ એવું બને છે કે પુરુષો અને સ્ત્રી બન્ને એકબીજા સામે તલવાર...

Continue Reading

શાંતિ વેચાણ માટે મુકાય છે, બોલો! (mumbai samachar)

૨૦૧૧ની સાલમાં ફિનલેન્ડ દેશના પ્રવાસન ખાતાએ શાંતિ અનુભવવા માટે ફિનલેન્ડ આવો એવી જાહેરાત કરી હતી. શાંતિને તેમણે વેચાણ માટે મૂકી હતી. માત્ર મુંબઈ શહેરમાં જ નહીં, કોઈપણ શહેરમાં શાંતિનો અનુભવ કરવો અઘરો છે. ટ્રાફિક અને માણસોનો સતત અવાજ. મુંબઈમાં એક સ્થળ હતું કાન્હેરી કેવ્સ કે જ્યાં શાંતિ માટે જઈ શકાતું હતું, પરંતુ ત્યાં પણ રવિવારે લોકોનો ધસારો વધી ગયો છે. વાહનો અને લોકોનો...

Continue Reading

પ્લાસ્ટિકનો સાગર પર્યાવરણને ડુબાડી રહ્યો છે(mumbai samachar)

                  ચોમાસામાં જુહુના દરિયાકિનારે જાઓ તો ખારથી અંધેરી સુધીનો રેતીનો લાંબો પટ પ્લાસ્ટિકના કચરાથી છવાઈ ગયો હોય. દૂધની કે અન્ય થેલી, કાંસકા, ટાયર, પેન વગેરે અનેક પ્લાસ્ટિકના પદાર્થોના કિનારા પર ઢગ ખડકાયા હોય. ઈંગ્લીશ ફિલ્મમેકર જો રક્સટોન પ્લાસ્ટિક ઓસન નામે ફિલ્મ બનાવીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરી રહી છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખરાબ છે તે...

Continue Reading

૧૦૫ વરસની ઉંમરે સમાજમાં લાવ્યાં બદલાવ

                               અભણ હોય કે ભણેલી, કિશોરી હોય કે વૃદ્ધા સ્ત્રી ધારે તો જગત બદલી શકે છે. એવી પ્રેરણા છત્તીસગઢના નાનકડા ગામની સદી વટાવી ચૂકેલી વૃદ્ધા આપે છે. જો ગરીબ-અભણ કુંવરબાઈ પોતાનો પરિસર બદલીને સમાજમાં બદલાવ લાવી શકે છે તો શહેરોમાં ય સ્ત્રીઓ ધારે તો શું ન કરી શકે? મેટ્રો...

Continue Reading

પર્યાવરણના પ્રેમમાં વાઈલ્ડલાઈફ વૈજ્ઞાનિક

                      ૨૦૧૬ની સાલમાં છ મહિના અપરાજિતાએ જાયન્ટ એટલે કે મોટી ખિસકોલીઓનો અભ્યાસ કરવા મલબારના જંગલમાં વિતાવ્યા. ખિસકોલીઓનો અભ્યાસ કરવા, જોવા માટે ઊંચી ગરદન કરીને ઝાડની કમાનોને દૂરબીન લઈને કલાકો સુધી જોયા કરવું સહેલું ન જ હોય. તેમાંથી એમણે રસ્તો અપનાવ્યો નીચે સૂઈ જઈને તેમનું નિરીક્ષણ કરવું. લગભગ બે કિલોની મોટી લાલ રંગની, કોઈ...

Continue Reading

સ્ત્રી-પુરુષોના સંબંધોનો આધાર શું? પ્રેમ કે સેક્સ?

વેલેન્ટાઈન્સના ડેના દિવસે માહોલ એવો ઊભો થાય કે આઈ લવ યુ કહેવા મન તલપાપડ બને છે. બધી વામાઓ વતી પુરુષોને કહેવું છે કે અમે પણ તમને ચાહીએ છીએ. આજ ઈઝહારે હાલ કર બૈઠે, બેખુદી મેં કમાલ કર બૈઠે ... શકીલ બદાયુનીએ લખેલું આ ગીત આ લેખ લખતી વખતે અચાનક જ મોઢે ચઢ્યું. હોર્મોન્સ દ્વારા થતા કેમિકલ લોચા સ્ત્રીને પણ બક્ષતા નથી. કદાચ સ્ત્રીઓમાં...

Continue Reading

ઉસને બોલા પ્રેમ છે, મૈંને બોલા ‘સ્કેમ’ છે

પ્રેમ ફક્ત પથ્થરની જેમ ત્યાં પડ્યો નહીં રહે, તેને બનાવવો પડશે પાંઉની જેમ, દરેક વખતે નવી રીતે બનાવવો પડશે - ઉર્સુલા કે. લેજિન  ઉર્સુલા કે. લેજિન અમેરિકન લેખિકા છે. તેમની આ ઉક્તિ પ્રેમ માટે પરફેક્ટ છે. પ્રેમની વાત આવે એટલે લાંબા સમયથી પરિણીત વ્યક્તિઓ કહેશે કે હવે ના જમાનામાં કોઈ પ્રેમ કરતું નથી. પ્રેમને પાંગરવા માટે સમય આપવો પડે. જે આજની પેઢી પાસે...

Continue Reading

દુનિયા બદલવાની ખ્વાહિશ (mumbai samachar)

                       પાકિસ્તાનની મલાલાએ જેમ હિંમત બતાવી તે રીતે ગોવંડીની સલેહા ખાન પણ હિંમતથી પોતાનો ચીલો પાડી રહી છે. હા, મલાલાની જેમ સલેહાએ હિંસાનો સામનો નથી કરવો પડ્યો, પણ મલાલાના પિતાની જેમ સલેહાના પિતા તેની સાથે નહોતા પણ તેની સામે હતા. નાનકડી નાજુક સલેહા ખાનનો જન્મ કટ્ટર મુસ્લિમ વસ્તીમાં ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો. જ્યાં...

Continue Reading

જેલમાં રચાયું અદ્ભુત સાહિત્ય

                  ‘બે વાગ્યાથી લઈને અઢી વાગ્યા સુધી તે દિવસે ક્લેફામ જંકશનના પ્લેટફોર્મ પર કેદીના ગણવેશમાં હાથકડી સાથે ઊભો હતો અને દુનિયા જોઈ રહી હતી. આખાય પ્લેટફોર્મ પર એકમાત્ર હું હાસ્યાસ્પદ પ્રાણી હતો. લોકો મને જોઈને હસતાં હતા. પ્લેટફોર્મ પર આવતી દરેક ટ્રેન મારી આસપાસની ભીડમાં વધારો કરતી હતી. અર્ધો કલાક સુધી એ અંધાર્યા વરસતા વરસાદી...

Continue Reading

પદ્મિની નારીની કથા વ્યથા (mumbai samachar)

રાજસ્થાનની સુંદર રાણી પદ્માવતિની વાર્તા ઉપર ફિલ્મ બનાવતાં સંજય ભણસાલી પર હુમલો થયા બાદ પદ્મિની વિશે અનેક વાતો સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. ૧૩મી સદીમાં રાજસ્થાનના ચિત્તોડની રાણી પદ્મિની જે પદ્માવતીના નામે પણ જાણીતી હતી તે અત્યંત ખૂબસૂરત હતી એવી વાયકાઓ છે. વાયકા એટલે કે તે જમાનામાં ફોટો તો હતા જ નહીં. ન તો સદીઓ પછી તેના કોઈ પુરાવાઓ મળે છે. બારમી...

Continue Reading