­
­

વાઈફાઈ લાગણીઓ મારે ટાઢાપહોરના ગપ્પા (સાંજ સમાચાર)

– સોશિયલ મીડિયા પર લાગણીઓની સાથે ફેક ન્યુઝ ફેલાંવતા આપણે  મેસેજ ફોરર્વડ કરતાં બે ક્ષણ અટકીને વિચારીએ તો? ચાની દુકાને કે પાનનાં ગલ્લા પર કે પછી ગામના ચોતરા પર જેવી રીતે વાત કરતાં હોઈએ છીએ તે જ રીતે હવે આપણે સોશિયલ મીડિયા પર ગામની પટલાઈ કરતાં બેસીએ છીએ. સોશિયલ મીડિયામાં ફેસબુક અને વ્હોટ્સએપ સામાન્ય રીતે બધાની પહોંચમાં હોય છે. વધુ ભણેલા અને અંગ્રેજી...

Continue Reading

એન્ડ ઑફ ધ મૅન! (mumbai samachar)

જૂન મહિનો આવે એટલે લગભગ દરેક બોર્ડના પરિણામો જાહેર થવાની મોસમ આવી લાગે. છેલ્લાં કેટલાંક વરસથી મહારાષ્ટ્ર કે મુંબઈમાં જ નહીં પણ ભારતના મોટાભાગના રાજ્યોના પરિણામોમાં છોકરીઓ છોકરાઓને પાછળ રાખી દે છે. ભાગ્યે જ કોઈ એવી ઑફિસ દેખાશે કે જ્યાં સ્ત્રી સ્ટાફ ન હોય. કૅફે હોય કે મોલ હોય વિમેન મેનેજરની સંખ્યાઓ વધી રહી છે. દેખીતી રીતે ભલે એમ લાગતું હોય કે પિતૃસત્તાક...

Continue Reading

એકલપંડે સમાજ માટે સંઘર્ષ કરતી સ્ત્રીને સલામ (mumbai samchar)

સ્ત્રી શક્તિ છે તે કહેવું અને કરવું એ બેમાં ઘણો ફરક છે. આ લખવા બેઠી તે સમયે સવારના અખબારમાં આવેલા સમાચાર પણ હતા કલવામાં ૨૪ વરસની એક સ્ત્રીએ ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કર્યો. કારણ તો તેણે બે દીકરીઓને જન્મ આપ્યો, દીકરો ન આપ્યો એટલે સાસરાવાળા માનસિક ત્રાસ ગુજારી રહ્યા હતા. માતાપિતાને ખબર હતી પણ તેમણે જેમ સામાન્યપણે બનતું હોય છે તેમ દીકરીને...

Continue Reading

આતંકનો અંત આવી શકે ખરો? (saanj samachar)

ઈન્ટ્રો – સતત થતાં આતંકી હુમલાઓ બંધ કેમ નથી થતા? કારણ કે તેમાં પાવર પોલિટિક્સ ભાગ ભજવે છે. સાંજ સમાચારમાં જે દિવસે મારો પ્રથમ લેખ છપાયો હતો તે દિવસે જ એક કરુણ સમાચાર પણ પાનાં ફેરવતાં જોવા મળ્યા. ગોંડલમાં પિતાએ ઠપકો આપતાં 22 વરસના યુવકે આપઘાત કર્યો. જો સર્વે કરવામાં આવે તો સાબિત થઈ શકે કે આંતકવાદીની ગોળીએ જેટલા માણસો મૃત્યુ પામે છે...

Continue Reading

પુરુષ માટે લગ્ન ફાયદાકારક છે (mumbai samachar)

લગ્નને કારણે સ્ટ્રોન્ગ સપોર્ટ મળતો હોવાને કારણે માનસિક રીતે ઘણો સધિયારો લાગે છે. જો માનસિક સ્વાસ્થ્ય સારું તો સૌ સારું એ તો કોઈ પણ સ્વીકારશે સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ મહિનાથી લગ્નની એનીવર્સરીની મોસમ ચાલી રહી છે. લગ્નની વર્ષગાંઠના આંકડાઓ જોઈને વિચાર આવ્યો કે પુરુષો પરણે છે કેમ? હાલમાં જ મોળાકાત અને જયાપાર્વતીના તહેવારો ઉજવાઈ ગયા સારો વર મેળવવા માટે. પુરુષોને ય તકલીફો હોય...

Continue Reading

વિકૃત વાસનાને રોકવા અવાજ ઉઠાવો (mumbai samachar)

૬ જુલાઈએ પૂજા નાયર નામની ૨૨ વર્ષીય વિદ્યાર્થિનીએ ફેસબુક પર ફોટા સાથે એક પોસ્ટ મૂકી. એ પોસ્ટને ૫૦૦ જણાએ શેઅર કરી. હજારો લોકોએ વાંચી અને તરત જ પગલાં લેવાયાં. પૂજા નાયર મહિના પહેલા બપોરના બોરીવલીથી ચર્ચગેટ જવા લેડીઝ ડબ્બામાં ચઢી. આ વચ્ચેના લેડીઝ ડબ્બાની બાજુમાં હેન્ડીકેપ લોકો માટેનો ડબ્બો હોય છે. એ ડબ્બામાં એક પુરુષ લેડીઝ ડબ્બામાં બેઠેલી છએક સ્ત્રીઓની સામે ગંદા શબ્દો...

Continue Reading

નયે દોરમેં લિખ્ખેંગેં, મિલ કર નઈ કહાની (સાંજ સમાચાર)

ગુઉઉઉડ ઈવનિંગ સૌરાષ્ટ્રવાસીઓને, મોહમયી મુંબઈ નગરીથી  આ અક્ષરદેહે આપણે દર મંગળવારે મળીશું. કોલમ શરૂ કરતા પહેલાં કેટલીક ઔપચારિક ઓળખાણ કરી લઈએ. હું કાઠિયાવાડી નથી પણ કાઠિયાવાડ મને ગમે છે તેના અનોખા મિજાજને લીધે. કાઠિઓની ગાથા અને વીરતાની અનેક વાર્તાઓએ બાળપણથી જ મન પર કબજો જમાવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની લોકકથાઓ અને લોકગીતો વાંચીને કાઠિયાવાડ વિશે મનમાં કલ્પનાનો કિલ્લો રચ્યો હતો. મુંબઈમાં જ જન્મ અને...

Continue Reading

પિંક ગમી હોય તો મોમ ગમશે પણ ....

મોમ લવ યુ ખેર , આજે લખવું હતું મોમ ફિલ્મ વિશે પણ આતંકના આતંકે અટકાવી દીધી. ફિલ્મના રિવ્યુ ફેસબુક પર વાંંચ્યા બાદ લાગ્યું હતું કે ન જોવી જોઈએ. પણ જોઈ મગજ બહેર મારી ગયું. સ્ત્રીની સંવેદના જગતની વાત જરા જુદી રીતે કહેવાઈ છે. શ્રીદેવી છે એટલે ફિલ્મ જોવા જેવી છે એવું નહીં પણ સ્ત્રીના પોઈન્ટ ઓફ વ્યુને સમજવો કે સ્વીકારવો હોય તો જોવી...

Continue Reading

કાર્યેષુ મંત્રી અને મફતમાં કામવાળી, સંદર્ભ જુદા છે (mumbai samachar)

મહારાષ્ટ્ર બોર્ડના સોશિયોલોજીના પાઠ્યપુસ્તકના દહેજ વિશેના એક પાઠમાં દહેજની પ્રથા વિશે કહેવામાં આવે કે છોકરી દેખાવમાં સારી ન હોય તો તેના માતાપિતાએ વધુ દહેજ આપવું પડે છે. આ વાત આમ તો સાચી હોવા છતાં તેને લખાય નહીં જ. કારણ કે તો પછી એ માન્યતાઓ લોકોના મનમાં વધુ દૃઢ થાય છે. દહેજ પ્રથા જ ખોટી હોય ત્યાં એવું વિદ્યાર્થીઓને સમજાવવાને બદલે જો આવી કુપ્રથા...

Continue Reading