કર્મ કાફે, ફુડ અને ગાંધી વિચાર

19:57



અમદાવાદના નવરંગપુરાના નવજીવન પ્રેસના મકાનમાં આવેલા 'કર્મ કૅફે' માં તમે ગાંધીજીનાં પુસ્તકો વિનામુલ્યે વાંચી શકો, ચરો ચલાવતાં શીખી શકો અને ગાંધીજીના વિચારોને કારણે જેલના કેદીઓમાં આવેલું પરિવર્્તન નજરોનજર નિહાળી શકો છો, અહીં ગાંધીજી જે ખાતા હતા એવું સાદું, શુદ્ધ અને સાત્વિક થાળી અથવા તો ખાખરા-સેવમમરા જેવા ઘરના નાસ્તા અને ભાખરી-પીત્ઝા જેવું ઈનોવેશન પણ માણી શકો છો.  


અમદાવાદ નવજીવન પ્રેસ ના મકાન માં અમે જેવા દાખલ થયા વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે સુરો અમારા કાનમાં પડ્યા. સાંજના સાત વાગ્યા હતા વરસાદ થોડો પડી ચૂક્યો હતો. નવજીવન મકાન ઉપર અને મુખ્ય દરવાજાની  બાજુમાં કર્મ કાફે વંચાતું હતું. મારા વહાલાને વઢીને કહેતો રે.... કોઈ તીણા સૂરે ગાઈ રહ્યું હતું તે ગણગણતા  મુખ્ય મકાનમાં દાખલ થયા.  કર્મ કાફેમાં શુક્ર શનિ અને રવિવારે સાંજે થી ગાંધી થાળી જમવા મળતી હોય છે. તે માટે ટોકન લઈને મુખ્ય દરવાજામાંથી દાખલ થઈને આખું નવજીવન ફરતાં તમારે કર્મ કાફેમાં પ્રવેશવાનું હોય છે. બાકી કર્મ કાફે માં જવાનો રસ્તો મુખ્ય દરવાજાની બાજુમાં છે પણ લોકો ગાંધી સ્થાપિત નવજીવન પ્રેસને જુવે અનુભવે અને ગાંધીની સ્મૃતિ જીવંત કરે અને પછી સાદું ભોજન, ભજન માણતા જમે એવી વ્યવસ્થા છે. 

અંદર દાખલ થતાં નવજીવન નો ઇતિહાસ અમારી સામે ઉઘડવા માંડ્યો સપ્ટેમ્બરની સાત તારીખ 1919માં નવજીવન નો પહેલો અંક અને ઓક્ટોબર 8 1919માં યંગ ઇન્ડિયાનો પહેલો અંક અહીંથી બહાર પડ્યો હતો. તેના તંત્રી હતા મહાત્મા ગાંધી. અહીંથી અંગ્રેજ સરકાર સામે સ્વરાજની લડતમાં ગાંધીએ કલમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પત્રકારત્વનો માર્ગ શરૂ કર્યો હતો એવું કહી શકાય. ગાંધીજીએ સ્વરાજની લડતમાં અનેક મોરચાઓ ખોલ્યા હતા તેમાંનો પણ એક મોરચો હતો અંગ્રેજોની સામે. ગાંધીજી એક રસ્તે ભલે ચાલ્યા હોય પણ મંઝિલ તરફ જવા માટે એના અનેક ફાંટાઓ એમણે ખોલી આપ્યા છે.  નવજીવનમાં પગ મૂકતાની સાથે ૧૯૧૯ અને ૨૦૧૯ એમ બે જુદા બેકગ્રાઉન્ડ નજર સામે તરતા હતા. સો વરસ પહેલાં જે મશીન પર નવજીવનનો અંક છપાતો હતો  તે પ્રકારનું ટ્રેડલ મશીન  ઈતિહાસ બનીને અમારી સામે હતું.  બહાર વાંચેલું બાપુના વસિયત નામાના શબ્દો વળી વળી આંખો સમક્ષ આવતા હતા, મારી જે કંઈ પણ મિલકત હોય એવું હું માનતો નથી. પોતાના લખાણના બધા હક્ક, કોપીરાઈટ તેમણે નવજીવન સંસ્થાને આપી દીધા.
મહાદેવભાઇએ જે ટાઈપરાઈટર નો ઉપયોગ કર્યો હતો ટાઈપરાઈટર ના મોડલ પણ અહીં જોવા મળે છે. જમણી બાજુ ગેલેરીમાં ચરખાના જુદાજુદા સ્વરૂપોનું પેઇન્ટિંગ નું પ્રદર્શન જોઈ શકાય છે. બાજુમાં ડિઝાયનર ખાદીનો સ્ટોર ચાલે છે જે કોઈપણ બ્રાન્ડને ટક્કર આપી શકે છે. અહીં પણ એક નાનકડા ગુનાસર  જેલમાં જઈ આવેલી યુવતીને કામ પર રાખવામાં આવી છે. ખાદી છે પણ માનવું અઘરું લાગે. પણ 
 આજે સો વરસ પછી બદલાવ તો જરૂરી છે.  આધુનિક લાઈટ અને રંગોના ઉભાર વચ્ચે નવજીવન માં ફરતા સો વર્ષ પહેલાના ઇતિહાસની કલ્પના કરવી રહી. સો વર્ષ પહેલા ગાંધીજીએ જે કામ કર્યું તે કામ આજે કઈ રીતે થઈ શકતો હોત એવો વિચાર કરતા કર્મ કાફે માં દાખલ થયા અને બાજુની સત્ય આર્ટ ગેલેરીમાં બેસીને ભજન ગાતા જેલના કેદીઓને જોઈ રહી. કર્મ કાફેમાં થોડા પોલીસો પણ મોબાઇલ ફોનમાં મેસેજીસ ચેક કરતા આરામથી બેઠા હતા. તો સત્ય ગેલેરીમાં નરવા મને ભજનો ગાતા કેદીઓ બેઠા હતા. કર્મ કાફેમાં કેટલાક ટેબલ ઉપર યુવાનો ગાંધી થાળી જમી રહ્યા હતા. ભાખરી પાલક ટામેટા સેવ અને કેળાનું શાક ખીચડી કઢી ગોળ અને લાપસી સાથે નું ભોજન માણી રહ્યા હતા. સો વર્ષ પછીનું દ્રશ્ય જોતા અમે પ્રશાંત દયાળ સાથે અને વિવેક દેસાઈ સાથે વાત માંડીએ છીએ. કોઈએ કહ્યું હોય કે ભજન ગાનાર આઓ કેદી છે તો જરા પણ ખ્યાલ ના આવે. નવજીવન ના સો વર્ષ થયા પ્રસંગે આખું વરસ એટલે કે એપ્રિલ 2019 થી એપ્રિલ 2020 સુધી દર અઠવાડિયાના ત્રણ દિવસ કેદીઓ જેલમાંથી નીકળીને અહીં આવશે. સાંજના વાગ્યા પછી કેદીઓને રીતે જેલની બહાર લઈ જવાની પરવાનગી કદાચ પહેલી વાર મળી હશે. આવો આઈડિયા કઈ રીતે આવ્યો તે વિશે નવજીવન ના હાલના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ જણાવે છે કે ગાંધી દરેકના હૃદયમાં થોડેઘણે અંશે હોય છે.  કોઈ પુરુ ગાંધી થઈ શકવાનું નથી પણ જે એકાદો અંશ તેમનામાં હોય તે બહાર લાવી શકાય તોપણ ઘણું. ગાંધી સાથે આજની જનરેશન ને જોડવા માટે અને લોકો અહીં આવીને બેસી શકે થોડો સમય વીતાવી શકે ગાંધી સાથે એવું સંકુલ ઊભું કરવાની ઈચ્છા હતી તેમાંથી બધું થઈ રહ્યું છે. એક એવું પ્લેટફોર્મ ઊભું કરવું હતું જ્યાં લોકો આવીને જોડાઈ શકે બેસી શકે થોડો સમય વિતાવી શકે. એવું ક્યારે બને જ્યારે અહીં એક સહજ વાતાવરણ ઊભું થઈ શકે. ગાંધીને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે જોડવા માટેના પ્રયત્નો કરતા વિચાર આવ્યો કે યુવાનો અહીં આરામથી બેસી શકે ચા-કોફી પી શકે અને સાથે ગાંધી વિચારો ને વાંચી શકે માટે શું થઈ શકે એટલે કર્મ કાફે ની શરૂઆત થઈ. આર્ટ ગેલેરી શરૂ કરી તે વખતે પણ જ્યારે લોકો આવે અને આર્ટ ગેલેરી એટલે કે તેને જોઈને ફક્ત જતા રહેવાનું હોય કલાકારો બેસતા હોય કલાની વાતો થતી હોય ત્યારે પણ ચા પાણી તો જોઈએ એટલે પણ કર્મ કાફે જરૂરી બન્યું. કોઈ નફો કમાવા માટેની હોટલ નથી. અહીં આજના સમયને અનુકૂળ યુવાનો જ્યાં જોડાઈ શકે એવું સંકુલ ઊભું થયું. અમારી પાસે ગાંધી વિચારો અને ગાંધી ઉપર લખાયેલા ૧૪૦૦ પુસ્તકોની લાઇબ્રેરી છે. બધા પુસ્તકો અહીં આવીને મફત માં વાંચી શકાય છે તેના ફોટા પાડી શકાય છે ઝેરોક્ષ કરાવી શકાય છે કોઈ બંધન નથી. ગાંધીજીએ પોતાનો કોઇ કોપીરાઈટ રાખ્યો નથી તો અમે કેમ રાખી શકીએ. હરિચંદ્ર નું વોલ્યુમ 30000 રૂપિયા નું છે. બધાને તેનો પરવડી શકે પણ જેને અભ્યાસ કરવો છે કે પછી વાંચવું છે તે લોકો એને અહીં મફત માં વાંચી શકે છે તેના ફોટા પાડી શકે છે. પછી આંખોએ ઝોન wifi સાથે આવરી લીધો. આજના યુવાનો કેફે કોફી ડે માં જાય ત્યારે એને મફતમાં વાઇફાઇ મળતો હોય છે તો પછી લોકો અહીં શું કામ આવે?. અમને એમ હતું કે દાદા-દાદી પોતાના પૌત્રને લઈને આવશે પણ હવે યુવાનો પહેલા અહીં આવે છે કર્મ કાફેમાં બપોરે ચા પાણી પીવે છે મિત્રો સાથે બેસે છે પુસ્તકો વાંચે છે અને એક જુદો અનુભવ લઈને જાય છે. પછી તેઓ પોતાના માતા-પિતા કે દાદા-દાદીની લઈને ગાંધી થાળી જમવા માટે આવે છે. 
અહીં  ગાંધી ના પુસ્તકો ગાંધી નો ચરખો મીની અસરરૂપે લોકો લઈ જઈ શકે ખરીદી શકે એની પણ વ્યવસ્થા છે. વરસાદ હોય ત્યારે બહાર ખુલ્લામાં કલાકારો પત્રકારો આવીને બેસે છે. ગરમીના દિવસોમાં વાતાનુકૂલિત કર્મ કાફેમાં લોકો એક છાપીને કલાકો સુધી વાંચતા બેસી શકે છે કે પછી વાતો કરી શકે છે કે તેમનો પોતાનું કામ કરી શકે છે. કાફે ની શરૂઆત 2015માં થઈ હતી તે સમયે ચા-કોફી કે નાસ્તાની કોઈ કિંમત રાખવામાં આવી નહોતી જેને જે મરજી પડે તે ડબ્બામાં નાખીને જોઈ શકતો હતો. પરંતુ દુઃખ સાથે વિવેક દેસાઈ કહે છે કે લોકોએ તેનો ગેરફાયદો ઉઠાવવા માંડ્યો. મોટાભાગના લોકો પૈસા મુક્યા વગર મફતમાં ખાઈ પીને જતા રહેતા. એટલે પ્રવૃત્તિ ચાલુ રહી શકે એમ નહોતી તેથી અમે તેની કિંમત બિલ રૂપે વસૂલવા માંડી. નફા માટે કાફે નથી ચલાવતા પહેલાં કહ્યું તેમ અહીં લોકો ગાંધી વિચારો ને સાથે સંકળાઈ શકે લોકો અહીં આવતા થાય અમારો આશય છે. 
સવારરના થીસાંજના વાગ્યા સુધી કર્મ કાફે ખુલ્લુ હોય છે. દિવસના અહીં પંદર રૂપિચામાં મસાલા ચા, ફ્રેશ બીન્સ કોફી પચાસ રૂપિયા, ઉકાળો,   લીંબુ પાણી, ભાખરી પિઝા (૫૦) સેવ મમરા ખાખરા, ઉપમા, ખીચું, હાંડવો, ઢોકળા,  પાપડ નો ચેવડો ખાખરા વગેરે મળે છે.  મીની પંચમાં દાળ ઢોકળી, પરાઠા શાક વગેરે હોય. બે વ્યક્તિ પચાસથી સો રૂપિયામાં ચા પાણી, નાસ્તો કરી શકે. શુક્ર શનિ અને રવિવારે સાંજે ફક્ત ભોજન મળે છે. ૧૨૫ વ્યક્તિઓને કુપન વહેંચાય છે. થાળીના દોઢસો રૂપિયા અને અનલિમિટેડ. ભજન પૂરા થયે કેદીઓ પણ જમીને પાછા જાય છે. 
ગાંધીજી અહીં યંગ ઈન્ડિયાના હૃદય ને સ્પર્શે છે. સો વરસ પહેલાં પણ યંગ ઈન્ડિયા દ્વારા મહાત્મા ગાંધી યુવાનોને જાગૃત કરવા માગતા હતા. ગાંધીજીના દોઢસો વર્ષની ઉજવણી સમયે બદલાવ કદાચ જુનવાણી માનસને ગમે પણ કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે પણ નથી રહ્યા. ટાઈપ રાઈટર કોઈ આજે વાપર્યું નથી, કોમ્પ્યુટર-મોબાઈલ અનિવાર્ય બની ગયા છે. તે છતાં ગાંધીજીનો પ્રિય ચરખો દર રવિવારે અહીં શીખવાડાય છે. યુવાનો ઉત્સાહથી ચરખાની મિકેનિઝમ સમજે છે. મોબાઈલ મૂકી ચરખો ચલાવવાનો પ્રયાસ કરે છે. 

You Might Also Like

0 comments