­
­

વિચારોનો તડકા એટલે કે વઘાર।

23:58

 


પરાઠા ખાતે વક્ત અચાનક લહસૂન ઓર અદરકકે છોટે છોટે ટુકડે દાંત કે નીચે ગયે. ઐસા લગા બચપન કી ગર્મીઓકી છૂટ્ટીમેં કડી ધૂપમેં ખેલતે હુએઅચાનક ઓલે ગિરને લગ ગયે  તડકા ફિલ્મનો ડાયલોગ છે. ફિલ્મમાં પ્રેમની વાત છે, સ્વાદ અને સંબંધોની વાત. સ્વાદના પ્રેમમાં પાગલ નાયક સંબંધોમાં પણ સુગંધ અને સ્વાદ શોધે છે. પ્રેમ કરવા માટે ગાંડપણ જરૂરી હોય છે. નાયક તરીકે અહીં નાના પાટેકર છે અને નાયિકા શ્રિયા શરણ. નાના પાટેકરના અવાજ માટે તેને પસંદ કરવામાં આવ્યો હશે. નાના પાટેકરની પહેલી ફિલ્મ જોઈ હતી…”થોડા સા રુમાની હો જાયેએમાં પણ વરસાદને વેચતો સેલ્સમેન જે સિદ્દત અને લહેકા સાથે વરસાદની વાત કરે છે તે સાંભળીને થોડું રુમાની થઈ જવાય. ફિલ્મનો ડાયલોગ મને યાદ નથી પણ તે લહેકો અને અવાજ આજે પણ યાદ કરતાં અનુભવી શકું છું. ગુગલ કરતાં મળી જાય પણ મને અનુભૂતિથી કામ છેશોધવાનું કામ તમને સોંપ્યું જો અનૂભવવું હોય તો. ફિલ્મ જોયે ઓછામાં ઓછા બત્રીસ વરસ તો થયા છે. આટલા વરસ બાદ પણ નાના પાટેકરનો અવાજ એટલો રુમાની અહેસાસ કરાવી શકે છે.  ખાવું મને ગમે છે અને ખાવાની વાતો કરવી કે લખવું ગમે છે એટલે ફુડ પરની દરેક ફિલ્મ દરેક ભાષામાં જોઈ કાઢી હોય. ભોજન અને પ્રેમ બે પદાર્થ યોગ્ય રીતે ભેળવાય તો ફિલ્મ તો સારી બને છે પણ જીવન પણ રસાળ બની શકે છે.  એટલેતડકાફિલ્મ જોવાની મજા આવી હતી. ફિલ્મ જોયે તો લગભગ વીસેક દિવસ થયા હશે પણ હજી સુધી તેનો સ્વાદ મને વારંવાર કશુંક લખવા માટે સળી કરતો હતો. કેટલાકને ફિલ્મ વેવલાઈ ભરી પણ લાગી શકે. પણ આજના અવસાદમય કરી મૂકે એવી અનેક ઘટનાઓના વાતાવરણમાં ફિલ્મ હળવા વરસાદી ઝાપટાનો અનુભવ કરાવે છે. 

           પાલક ખીચડી જેવી હળવી ફિલ્મ મને તો ન્યૂઝ જોવા કરતાં વધુ સ્પર્શી. જીવન ફક્ત આફતાબ અને શ્રદ્ધા નથી કે ચૂંટણીની ચર્ચાઓ નથી. જીવન જીવવા માટે જગતની માયાજાળ (સમાચાર) બંધ કરીને ફક્ત આજમાં જીવવાની જરૂર છે એવું લાગ્યું. કોઈ એને ભાગેડુંવૃત્તિ કહી શકે, આઈ ડોન્ટ કેરદરમિયાન કર્ણાટક ફરવા ગઈ. ત્યાં કુર્ગના જંગલમાં રહેતાં સમજાયું કે યાર વાત સાચી છે. જીવન ફક્ત ન્યૂઝ અને ફેસબૂકમાં આવતાં સમાચાર નથી. બધાંથી પરે કુદરત છે. સૂરજના પહેલાં કિરણ સાથે હળવેથી ગીત ગાતાં ઊઠતું જંગલ, પક્ષીઓ, રંગો, સુગંધો પણ છે. નેટવર્ક વગર પણ સૃષ્ટિ અદભૂત સુંદર અને હોવાપણાંથી ભરપૂર હોય છે. જો કે સમજ મને મોડી આવી. ફક્ત નેટવર્ક કે વાઈફાઈ હોવાને કારણે આવાસ નકારી બીજો આવાસ શોધવા નીકળી પણ નેટવર્ક અને ભીડમાં ગયા બાદ સમજાયું કે જ્યાં નેટવર્ક નથી જગ્યા વધુ સારી છે. સહજ સમજાય તે બરાબર. આગ્રહોનો ગ્રહ નડે છે ત્યારે સમજાતું હોય છે. એટલે તડકા જેવી ફિલ્મ જોવા માટે નેટવર્ક પણ જરૂરી છે. તો કુદરતની લીલા સમજવા માટે નેટવર્કનું ના હોવું પણ જરૂરી છે. 

You Might Also Like

0 comments