કિતાબ કથા -૩ માર્કવેઝ સાથે એક સાંજ

01:13







મહિના પહેલાં જ્યારે નક્કી કર્યું કે ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝ વાંચીને મળવું. ત્યારે અમને બધાને લાગ્યું હતું કે લેખક તો બહુ અઘરા છે. વંચાશે? મઝા આવશે? સમજાશે? આવા અનેક સવાલો અમે ચર્ચ્યા પણ ખરા. મેં પણ પહેલાં માર્કવેઝના પુસ્તકો હાથમાં લઈ, પાનાંઓ ફેરવી પછી વાંચીશ કહીને કબાટમાં મૂકી દીધા હતા. ‘હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડવાંચવાની શરૂઆત કરી કે સમજાયું દરેક પાનું ફરી વાંચવું પડશે. કારણ કે ગંભીરતાથી  વાંચવાની આદત રહી નહોતી. કિતાબ કથાની મિટિંગ પહેલાં થોડી એન્કઝાઈટી હતી કે કેમનું થશે? ધારો કે મિટિંગમાં ચર્ચા જામે તો વિચારીને ચાની સાથે થોડા ઢોકળા અને સાથે ચટપટી ચટણી પણ બનાવી. વાતમાં મજા આવે તો નાસ્તામાં આવવી જોઈએ એવી ગુજરાતી વિચારધારા….. પ્રીતી ઝરીવાલા હાંડવો બનાવીને લાવી.  મિટિંગના વેન્યુ બે ત્રણ વાર બદલાયા પણ ખરાં. ખેર, આખરે મિટિંગ થઈ એટલું નહીં અમે બધા માર્કવેઝના લખાણના પ્રેમમાં હોય એવું લાગ્યું. ઢોકળા, હાંડવો અને મસાલા ચા સાથે માર્કવેઝનો સાથ અમને તરબતર કરી ગયો. 

સૌ પ્રથમ માર્કવેઝના પુસ્તકોમાં મેજિક રિયલઝમ હોય છે તે શું? વિશે વાત થઈ. હેતલ દેસાઈએ કહ્યું કે વાસ્તવિકતા સાથે ફેન્ટસીનું જોડાણ હોય. ફેન્ટસી પણ રીતે લખાય કે તમને લાગે કે સાચું છે. તો મેં મારો અભિપ્રાય આપ્યો કે મને માર્કવેઝ વાંચતાં એવું લાગ્યું કે જે વાસ્તવિકતાની વાત કરે છે તે આજે પણ એટલી સંબંધિત લાગે છે. જેમકે સોલિટ્યુડ નવલકથામાં મેકાન્ડો પ્રદેશમાં રહેતા buendia કુટુંબની વાત છે જે બહારની દુનિયાથી લગભગ કટઓફ છે. જીપ્સીઓ આવે ત્યારે બહારની દુનિયાની વાત અને વસ્તુઓ આવે છે. પણ આજે આપણે  સાથે હોઈએ તો પણ મોબાઈલમાં આપણા ટાપુમાં હોઈએ છીએ. હોટલમાં બે કે ચાર જણા જમવા જાય તો ઓર્ડર આવે તે પહેલાં બધાં મોબાઈલમાં ખૂંપેલા હોય. હેતલે હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ વરસો પહેલાં વાંચી હતી. ત્યારે એણે નક્કી કર્યું હતું કે દર હસ વરસે વાંચશે પણ વાંચી શકાયું. હમણાં ફરી વાંચી તો તેને શું લાગ્યું? એવો સવાલ અમે તેને પૂછ્યો તો એણે બહુ સરસ વાત કહી કે નવલકથામાં મૃત્યુની વાત છે. એમાં પણ સામાન્ય વર્ણન નથી. કુટુંબની દરેક પેઢીની વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારનું વર્ણન ફેસિનેટીંગ છે. હેતલે જે ઉદાહરણ આપ્યા તેનાથી અમે પણ ફેસિનેટેડ થઈ ગયા. બસ પછી તો માર્કવેઝ અમારા દિલો દિમાગ પર છવાવા લાગ્યો. 

હાલ કોઈમ્બતુર રહેતાં અશ્વિની બાપટ મુંબઈમાં હતા અને એમણે માર્કવેઝ વાંચેલા એટલે તેઓ પણ મિટિંગમાં હાજર હતાં. એમણે એક શોર્ટ સ્ટોરીઆર્ટિફિશિઅલ રોઝીસનો અનુવાદ કર્યો હતો અને પરબમાં છપાયો હતો વિશે વાત કરી. વાર્તા એક અંધ દાદી અને તેની પૌત્રીની છે. એમાં ગુનાહિતભાવની વાત છે. 

ખેવના દેસાઈ અને પિન્કી દલાલેમેમરીઝ ઓફ મેલેન્કલી હોરસવાંચી હતી. એમાં એક નેવું વરસનો સામાન્ય પત્રકાર નાયક છે. પોતાના નેવુંમાં જન્મદિવસે પોતાને ગિફ્ટ આપવા માગે છે. અત્યાર સુધીનું તેનું જીવન ખૂબ સામાન્ય અને એકલતાભર્યું રહ્યું. એના લગ્ન નથી થયા. તે પોતાની સેક્સની જરૂરિયાત વેશ્યાઓ પાસે જઈને પૂરી કરતો હોય છે. એણે વિચાર્યું કે નેવુંમાં વરસે એક વર્જિન- કુંવારી છોકરી સાથે સંબંધ બાંધવો છે. પોતાની માગણી તે વેશ્યાલયની માલકણને કહે છે. તે શરૂઆતમાં આનાકાની કરે છે પણ છેવટે ૧૪ વરસની છોકરી તેને આપે છે. વળી વૃદ્ધ બહુ પૈસાદાર છે એવું પણ નથી. જ્યારે તે છોકરી પાસે રૂમમાં પહોંચે છે ત્યારે ઘસઘસાટ સૂતી હોય છે. ગરીબ છોકરી આખો દિવસ બટન બનાવવાના કારખાનામાં કામ કરતી હોય છે. વૃદ્ધ તેને ઊઠાડતો નથી. સિલસિલો દિવસો સુધી ચાલે છે. વ્યક્તિ આવે ત્યારે અને પાછી જાય ત્યારે પણ છોકરી ઘસઘસાટ સૂતી હોય. વ્યક્તિ એના પ્રેમમાં પડે છે. પહેલીવાર તેને કોઈ માટે પ્રેમ થાય છે. સંજોગોવશાત વેશ્યાલયમાં છાપો પડે છે અને વ્યકિત પેલી છોકરીને મળી નથી શકતો. વિરહમાં પાગલ જેવો થઈ જાય. વળી બે ચાર મહિને બધું થાળે પડે અને ત્યારે એને જાણ થાય કે પેલી છોકરી હવે કુંવારી નથી રહી.  જાણકારી પણ તે સહન નથી કરી શકતો…… આગળ શું થાય છે તે માટે નોવેલ વાંચવી. ખેવનાને લાગ્યું કે પાત્ર કદાચ માર્કવેઝ પોતે હોય. વાસ્તવિકતા અને ફેન્ટસીનો તે બખૂબી ઉપયોગ કરે છે. બધાને લાગ્યું કે આમાં મોરલ વચ્ચે લાવ્યા વગર કૃતિને જોવી જોઈએ. આમ પણ માર્કવેઝને વાર્તાઓ જુદી રીતે કહેવાની આવડત છે. તેનું આલેખન અઘરુ નહીં પણ બિટવીન લાઈન હોય છે. તે પામીએ તો જલસો પડી જાય છે. 

મેં અને પિન્કિ દલાલે ક્રોનિકલ ઓફ ડેથ ફોરટોલ્ડ વાંચી હતી. નવલકથા બહુ લાંબી નથી. નવલકથા રહસ્ય ઊભું કરે છે તેની શૈલીથી. એક યુવકનું મર્ડર થયું છે અને કોણે કર્યું છે તે આપણને પહેલાં પાનાંથી ખબર પડે. આખા ગામને એના વિશે ખબર હોય છે પણ તે યુવક સુધી જાણેઅજાણે વાત પહોંચતી નથી. શું કામ નથી પહોંચતી સવાલ સતત થાય અને તેનો જવાબ મળે ત્યારે વાસ્તવિકતા સમજાય. જે કારણે તે યુવકનું ખૂન થયું છે તે ગુનો એણે કર્યો છે કે નહીં તે પણ રહસ્ય રહે છે. નવલકથા તેની શૈલી માટે પણ વાંચવાનો આનંદ આવ્યો. 

જ્હાનવી પાલે અને પ્રીતી જરીવાલાએ માર્કવેઝની શોર્ટ સ્ટોરી વાંચી હતી. પ્રીતીએ કલેકટેડ સ્ટોરીઝની એક વાર્તાની વાત કરી. વાર્તાનો નાયક ભૂત છે. પ્રીતી ખૂબ ઉત્સાહ સાથે કહે છે કે વાર્તાનું પહેલું વાક્ય નવાઈ પમાડે. હું મારી કબર પર ફૂલો ચઢાવું છું. આવું વાક્ય વાંચીને આગળ વાંચીએ ત્યારે ધીમે ધીમે સમજાય કે યુવક મૃત્યુ પામ્યો છે અને તેનું ભૂત તેની પ્રેમિકાના ફૂલોની દુકાનમાંથી ફૂલો લઈને પોતાની કબર પર ચઢાવે છે અને વિચારે છે કે તેની પ્રેમિકા મૃત્યુ પામશે ત્યારે કદાચ સમજાશે કે ફૂલો હવાથી નહીં પણ મારા દ્વારા ત્યાં મૂકાતા હતા. 

જ્હાનવી વેરીઓલ્ડ મેન વીથ ઈનોરમસ વિંગવાર્તા કહે છે. એક દિવસ સવારના ઘરના લોકો જુએ છે કે તેમના આંગણામાં એક વ્યક્તિ જમીન પર માથું નાખીને ઊંધો બેઠો છેય તેની મોટી પાંખો ફેલાયેલી છે. વિશે અનેક અટકળો થાય છે, ગામ ભેગું થાય કોણ છે, ક્યાંથી આવ્યો ? તેને મારી નાખવો કે શું કરવું એની પણ ચર્ચા થાય  ને વાર્તાના અંતે ઊડી જાય છે. એનું નેરેશન સાંભળતાં અમને બધાને ફરી આહાહા થઈ ગયું. લાગ્યું કે સારું થયું માર્કવેઝ વાંચ્યા. હસ્યા પણ ખરા કે માર્કવેઝ હોત તો તેને પણ લાગ્યું હોત કે વાહ ઢોકળા અને ચા સાથે એની કૃતિઓની ચર્ચા થઈ રહી છે. બહુ ચાગલું લાગ્યું નહીં? પણ  સરળતા અને સહજતા કિતાબ-કથાનો મિજાજ છે. આજે વેબ સિરિઝો, યુટ્યુબ ચેનલો અને વ્હોટએપના જમાનામાં ફરીથી વાંચવાની મજા માણવા માટે ગંભીર ક્લાસરૂમોની જરૂર નથી. વાંચવાનો આનંદ તો ખરો પણ  લેખનશૈલીઓ સામાજીક જીવનને દરેક પાસાંઓ સાથે સમજવાનો ઉઘાડ આપે છે. પુસ્તક, મિત્રો અને ચા સાથે વળી બીજા મહિને મળવાની ઉત્કંઠા થાય છે.  ચર્ચામાં ર્કવેઝનના જીવન વિશે પણ વાતો થઈ અને ઈન્ટરવ્યુના પણ ઉલ્લેખ થયા. બે કલાકની વાતો બધી લખવી શક્ય નથી સોરી. 


કિતાબ-કથા મિટિંગ - માર્ચની પહેલી તારીખે અને વાંચવાની છે આત્મકથા. જેને જે ગમે તે આત્મકથા વાંચીને મળવાનું. શરત કે ગુજરાતી સિવાયનું વાંચવાનું. 

You Might Also Like

0 comments